SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ [ ૬૫ વિના–પરમાત્માની એવી ઈચ્છા” કહીને મન વાળી લીધું. કહે કે, મારે તે નિવૃત્ત થયા પછી ય સરકારનું નિવૃત્ત પેશન (જે અમેરિકામાં દરેક વૃદ્ધને તેની નેકરીમાં સરકારમાં હોય કે ન હોય પણ પેન્શન મળે જ છે) મારે તેવું નથી.” લેસ એન્જલ્સમાં સાન્યા-મોનીકામાં તરુલતા કોટેચા વસે છે. એ ગુજરાતી બહેન વેલસ્ટ્રીટ-ન્યુયેકની શેરબજારમાં શ્રેષ્ઠ એવી “ડીન–વીથર્સ'ની કંપનીમાં કામ કરે. સવારે છ વાગ્યે તે કામે લાગી જાય! કારણ કે લેસ એન્જલસમાં છ વાગ્યા હોય ત્યારે ન્યુમાં નવ વાગ્યા હોય. બધા જ વિદેશીને વટાવી તેઓ એ શેર દલાલ કંપનીને પાંચ જ વર્ષમાં ઉપપ્રમુખ બની રહ્યાં છે. હજુ તે ત્રીસીમાં છે, અને સંસાર અને શેરબજારમાં સંઘર્ષ કરી ગુજરાતીઓને ઉજજવળ બનાવે છે. કેલીફોર્નીઆની અલડાખ્યામાં મધુ ઠાકર વસે છે. આપણે તેને “મધુ રાય ને નામે ઓળખીએ છે. કુડીબંધ નાકે તેમણે લખ્યાં છે. “સંતુ રંગીલી'નું તેમનું નાટક મુંબઈમાં વર્ષો ચાલ્યું. તેના ઉપરથી ગુજરાતી તેમ જ હિંદીમાં ચિત્રો બન્યાં છે. તેમની ‘મિ. ગી'ની ટી.વી. સિરીઅલ ખૂબ લેકપ્રિય બની છે. દિલ્હી નાટય-ફિલ્મ મહોત્સવમાં તેનું ‘કુમારની અગાસી વગેરે નાટક વખણાયાં છે. સેળ વર્ષમાં તે અમેરિકામાં કેપ્યુટર માસ્ટર બની ગયા છે. કેપ્યુટરની અંગ્રેજી કી-બોર્ડમાં અક્ષરે દબાવીએ અને અંગ્રેજીને બદલે ગુજરાતી અક્ષરોમાં લખાણ ઊપસી આવે તેવી તેની કલા છે. ગુજરાતીઓ માટે માસિક, પાક્ષિક કે અઠવાડિક તેઓ કમ્યુટર ઉપર તૈયાર કરી આપે પછી તેની નકલો તે ઝેરોક્ષમાં અને અન્ય રીતે છપાય. હજીયે ત્યાં વસતા છતાં ભારતીય વર્તમાનપત્રમાં-સામયિકમાં લખે છે. બહુ જ સાદું જીવન જીવે છે. તેને ધનિક થવાની મહત્વાકાંક્ષા નથી. તેની સાહિત્યસેવા એટલી સૂક્ષ્મ અને શ્રેષ્ઠ છે કે આજે ય લખાએલ નાટક કે નવલકથાને તે વારંવાર સવારે છે-ફરી લખે છે, અને પછી જ તેને છાપવા આપે છે. થયા છે. કેમ્પતી અઢારમાં પાક્ષિક કે અહવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy