SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૪] [ આપણા શ્રેષ્ઠીવર્યો લીલાબેન નાનાલાલ કપાસીને રાજકોટ ખાતે રવિવાર તા. ૨-૮-૮૭ના રોજ વિશ્વગુજરી એવોર્ડ દાનવીર શ્રી મફતલાલ મોહનલાલ મહેતાના વરદ હસ્તે અર્પી સન્માનવામાં આવેલ. પાલીતાણામાં સને ૧૯૨૩માં જન્મેલાં શ્રી લીલાબેનના લગ્ન પાલિતાણાના મુંબઈમાં વસતા સ્વ. શ્રી તલકચંદ કાનજી કપાસીના લઘુબંધુ શ્રી નાનાલાલ કપાસી સાથે ૧૬ વર્ષની વયે થયા હતા. કલકત્તામાં સને ૧૯૫૭માં પતિનું અચાનક હાર્ટ ફેઈલથી અવસાન થતાં તેઓ છ બાળકે સાથે પાલીતાણા આવ્યાં અને ૩૫ વર્ષની ઉંમરે શાળાંતની પરીક્ષા આપી શિક્ષિકા તરીકે પાલીતાણામાં જોડાઈ પગભર થયાં. શ્રી ભગિની મિત્ર મંડળ શ્રી લીલાબેનનું મુખ્ય પ્રવૃત્તિનું કેન્દ્રધામ બન્યું અને તાજેતરમાં આ સંસ્થાના મકાન માટે શ્રી દીપચંદભાઈ ગાડીએ રૂ. ૧,૫૧,૦૦૦ અને શ્રી ખાંતિલાલ લાલચંદ શાહે રૂ. ૭૧,૦૦૦ અપ લીલાબેનની પ્રવૃત્તિઓને પુષ્ટિબળ આપેલ છે. આ ઉપરાંત પાલીતાણાની સંસ્થાએ નારી સંરક્ષણ કેન્દ્ર, નંદકુંવરબા અનાથાશ્રમ, તબીબી સહાયક સંધ, જૈન ઉદ્યોગ કેન્દ્ર, ગૌશાળા સંસ્થા જેવી અનેક સંસ્થાઓમાં ૬૭ વર્ષની ઉંમરે પણ જુસ્સાથી કાર્ય કરી રહ્યાં છે. શ્રી વૃજલાલ તારાચંદ મહેતા ધર્મપ્રેમી અને પુરુષાર્થવાદી શ્રી વૃજલાલભાઈને હમણાં જ થોડાં વર્ષો પહેલાં તેમના પુત્ર શ્રી રજનીકાન્ત વૃજલાલ મહેતાને ત્યાં મુલુન્ડમાં દેહાંત થયે. એકાસણાં-બેસણ જેવાં વ્રતે તે જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્યા. શ્રી વૃજલાલભાઈ વર્ષો પહેલાં ધંધાર્થે રંગૂન ગયેલા અને અમૃતલાલ વૃજલાલ એન્ડ કું.માં ભાગીદાર હતા. રંગૂનમાં તેફાન થવાથી અમરેલી પાછા આવ્યા. તેમનું જીવન શાંત, સૌમ્ય, અને ધીરજવાળું હતું. એમના જેવું ઉચ્ચ કેટિનું જીવન આજની ભૌતિક દુનિયામાં મળવું મુશ્કેલ છે. પુત્રો સાથે રહેવા છતાં કેઈ સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy