SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ પલ સંસ્થાને પણ ઉષ્માભર્યો સહયાગ આપ્યા છે. સાદુ અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનનાં દરેક કાર્યમાં માખરે રહ્યા છે. સાધુ–સ તે પરત્વેની પણ એટલી જ ભાવભક્તિ – તત્ત્વજ્ઞાનના કોઈ પ્રથા નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધા છે. “ ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ ’’—આખુયે કુટુંબ ધર્મપ્રેમી છે. શ્રી રજનીભાઈ ચે તેમના પિતાશ્રીએ ઊભી કરેલી મગલધર્માંની કેડી ઉપર ચાલવા સતત પ્રયત્નશીલ રહ્યા છે. -0050:00 શ્રી મધુસૂદનભાઈ રમણીકલાલ મહેતા ભાવનગર સાંસ્કૃતિક ક્ષેત્રે જેટલું આગળ રહ્યું છે, એટલું જ ઔદ્યોગિક દિશામાં હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે. આ પ્રગતિના પાયામાં ભાવનગરે કેટલાક સાહસિક, ઉદ્યમી અને એ દિશામાં કાંઈક કરી બતાવવાની તમન્નાવાળા યુવાન ઉદ્યોગપતિઓની ભેટ ધરી છે. શ્રી મધુભાઈ મહેતા એ રીતે આ શહેરનુ ગૌરવશાળી રત્ન ગણાય છે. ૨૦ મી ફેબ્રુઆરી ૧૯૩૫માં તેમના જન્મ થયા. મી. ઈ. ( સિવિલ )ના અભ્યાસ પૂરો કરી ધંધામાં ઝંપલાવ્યુ. ઔદ્યોગિક દિશામાં ૧૯૭૦માં તેઓશ્રી જાપાન જઈ આવ્યા અને વિશાળ અનુભવનું ભાથું લઈ આવ્યા. આજ તેમની ૪૦ વર્ષની વયે આત્મવિશ્વાસ, સામાજિક સંબધા અને પેાતાની આગવી વિશિષ્ટ સૂઝ વડે તેઓ ૧૯૭૨થી મોટર લાઈન કાસ્ટ આયન ફાઉન્ડ્રી, ફ્યુઅલ ઈંજેકશન લાઇન વગેરે મશીનરી ક્ષેત્રે આગળ વધ્યા છે અને આ ક્ષેત્રે તેમને સત્ર આવકાર સાંપડયો છે. લગભગ પચાસ લાખના ખર્ચવાળી કસ્ટિંગ ફાજિ`સની વિશાળ ઔદ્યોગિક ચાજના પણ તેમની બુદ્ધિનુ પરિણામ છે. વ્યાપારી વિકાસ ઉપરાંત સંગીત, રમતગમત અને પ્રવાસના પણ જખરા શેખ છે. જાપાન, જમની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ વગેરે દેશોમાં પ્રવાસ ખેડેલ છે. સાહિત્યિક પ્રવૃત્તિ અને શૈક્ષણિક કાર્યક્રમામાં તન, મન, ધનથી તેમનું યશસ્વી પ્રદાન હુંમેશ માટે રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy