SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩eo ] [ આપણા શ્રેષ્ઠીવર્યો તેથી આડકતરી રીતે મારી બાને ઠપકો સાંભળવામાં આવતું. સામાનો દેષ હોય તે પણ અમારે ચુપ રહેવું પડે. ગરીબી એ જ ગુને છે. એમને માટે વળી ન્યાય-અન્યાય કેવા? આમ પડતા-આખડતા દિવસે વીતે છે પરંતુ બાને એક વાતનું સુખ છેઃ દીકરો ભણવામાં બધાના કરતાં આગળ છે. ત્રીજી અંગ્રેજી પાસ થયો ત્યારે તે જ નિશાળમાં મને શિક્ષક તરીકે નીમવાની હેડમાસ્તરે ભલામણ કરી હતી. હું જલદીથી કમાતે થાઉં તે બાને આરામ મળે તેમ હતું, પરંતુ એમને એવો આરામ જોઈ તે નહતો. મેં અને એમણે ના કહી. એજ્યુકેશનલ ઇન્સપેકટર (કેળવણી ખાતાના નિરીક્ષક) દર વર્ષે મારી પ્રગતિ જોતા; એમણે આગળ અભ્યાસ ચાલુ રાખવાનું વચન લીધું. કુલે ચાર સ્કૂલમાં મળીને મેં મેટ્રિકનો અભ્યાસ પૂરો કર્યો. બધી જ સ્કૂલેમાં પહેલા-બીજા નંબરે જ પાસ થયો છું. મેટ્રિકમાં પણ પહેલી ટ્રાયલે સારા માર્કસથી પાસ થયે. સાયંસમાં ડિસ્ટીંકશન અને મેથેમેટિકસમાં એક્ઝમ્પશન માર્ક હતા. તેથી બરડા કેલેજમાં પણ હું મારા મેરીટથી દાખલ થઈ શકયો હતે. હવે મોટાભાઈને બર્મા શેલની સારી નેકરી મળી ગઈ હતી એટલે બાને પહેલાં જેવી મજૂરી કરવાની ના રહી. લગ્ન પછી એમણે બાને અમદાવાદ સાથે રહેવા બોલાવી લીધાં. બેડિંગમાં બે વર્ષ રહીને હું પણ એમની સાથે અમદાવાદ રહેવા ગયે. એમની બદલી વડેદરા થઈ તેથી મેટ્રિક અને કેલેજનાં બે વર્ષ મેં વડોદરામાં ગાળ્યાં. બાએ જે કટ અને મને વેદના ભેગવી હતી તેની અસર એમના શરીર ઉપર પડી ચૂકેલી. નબળાઈને અંગે પ્રદર અને પછી લોહીવા અને તેમાંથી કેન્સરની ગાંઠ થયેલી. ગરીબીની સ્થિતિમાં કઈ જાતની સારવાર થયેલી નહિ, તેથી ધીમે ધીમે દર્દ વધતું જ ગયું. ઘૂંટણમાં અને કેડે વા પણ થયે. સત્વ વગરને ખોરાક તનતોડ મજૂરી અને માનસિક સંતાપની અસરો લાંબા ગાળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy