SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો શેઠશ્રી બાબુભાઈ ચુનીલાલ માનવીની મહત્તાનું દર્શન તેની પાસે કેટલી સંપત્તિ કે સાહ્યબી છે તેના ઉપરથી નહીં પણ તેમણે દાનધર્મને ક્ષેત્રે કેવી અને કેટલી સખાવત કરી છે, તેમણે સમાજસેવાને ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કેવું અને કેટલું આદાનપ્રદાન કર્યું છે તેના ઉપરથી જ માનવીનું મૂલ્ય અંકાય છે. ગુજરાતી જેનો જ્યાં જ્યાં ગયા છે ત્યાં ત્યાં તેમણે ગરદમ માનવતાની સુવાસ પથરાવી છે. ગુજરાતમાં કુંભાસણ (તાલકે પાલનપુર)ના વિશાળ અમીરી દિલના શ્રી બાબુભાઈ ૧૮મી મેના દિવસે મુંબઈમાં સ્વર્ગવાસી થતાં અનેકનાં દિલ દ્રવી ઊડ્યાં. ૬૩ વર્ષના શ્રી બાબુભાઈનું જીવન સાદગીભરી રહેણીકહેણ અને ઉચ્ચ વિચારસરણીના સગુણવાળું હતું. જીવનની ઉત્તરાવસ્થામાં પિતાનાં દિવ્ય ચક્ષુઓ વડે ધર્મપ્રભાવને જાગૃત કરી સંસારની લીલી વાડી ગુંજતી રાખીને ૬૩ વર્ષે વિદેહ થયા. તેમના સુપુત્ર શ્રી હસમુખભાઈ એ સૂઝ-સમજ સાથે એ ગૌરવશાળી વારસો જાળવી રાખે છે. સ્વ. શ્રી બાબુભાઈ એ જીવનકાળમાં માનવતાની ખુબ ફેલાવી અને સેવાઓની સુવાસ મહેકતી રાખી છે. મતની સામે અનેકને માટે ઢાલ બનતી મુંબઈની સર હરકીશનદાસ હોસ્પિટલને પાંચેક માસ પહેલાં સાડાબાર લાખ રૂપિયાનું માતબર દાન આપ્યું. જેને મહાતીર્થ સિદ્ધગિરિ પાલીતાણામાં લાખના ખર્ચે અદ્યતન ઢબનું શ્રી ખેતલાવીર યાત્રિક ભવનનું સર્જન કરાવ્યું અને જીવન સફળ કર્યું. નાલાસોપારામાં મધ્યમ વર્ગનાં કુટુંબ માટે આવાસ બનાવ્યા અને આશરે લાખની રકમની પ્રશસ્ય સખાવત કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું. મેંઘેરાં સેવાકાર્યોથી એ શોભાયમાન જીવન, સમાજમાં મીઠી ફેર ફેલાવતા ફેલાવતા સદા માટે પરલોકવાસી બની ગયા; પણ બનાસકાંઠાના સાચા સપૂત બાબુભાઈ જેવા દિલાવર દિલના દાનવીરો તો જૂજ સંખ્યામાં જોવા મળે છે. બનાસકાંઠાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy