SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદનગ્રંથ ] [ ૧૩ અમદાવાદમાં “ગુજરાત વિદ્યાપીઠ” વડેદરા-વશ્લભવિદ્યાનગર અને ભાવનગરનાં વિશ્વવિદ્યાલય શિક્ષણજગતમાં જુદી જ ભાત પાડી રહ્યાં છે. સ્થાપત્ય, શિલ્પ, સંગીત, ચિત્રકળા અને સાહિત્યનાં ક્ષેત્રમાં થયેલી વિભૂતિઓની તે એક મહાગ્રંથ રચાય તેટલી મોટી યાદી બની શકે. તેમ, ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાન્તની લોકસંસ્કૃતિને પરિચય કરવા માટે પણ એક ગ્રન્થ ઓછો પડે. પ્રજાના ઉમદા લોકાચારથી માંડીને પૌરુષ અને પરાકમેની કથાઓ, પ્રસંગે પ્રસંગના ગીતની રસલ્હાણ, મેળાઓના દુહાઓ અને પહેરવેશ, રીતરિવાજ અને ગૃહસુશોભનનાં ભરતગૂંથણને વળી જુદો જ ગ્રન્થ રચવે પડે. પરાક્રમગાથાઓ કહેતાં ભાટ-ચારણાથી માંડીને ધર્મ અને સમાજના વિવિધ વેશ ભજવતા ભવાયાએ પણ જુદો જ વિભાગ કે તેમ છે. તે, ભાંગતી રાતે ભજનના મીઠા સૂરોથી પ્રજાની સંસ્કારિતાને પોષતી ભજનમંડળીઓનાં નિરાળાં ચિત્ર સજાય તેમ છે. આમ, પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન કાળ સુધી આવીએ તો માનવજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગુજરાતનું આગવું પ્રદાન પ્રાપ્ત થાય છે. ધર્મ, તત્ત્વજ્ઞાન, સમાજકારણ, સંસ્કારિતા, આચાર-વિચાર, શિલ્પ-સ્થાપત્ય, સંગીત–સાહિત્યથી માંડીને નાનાં-મોટાં તમામ ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન ગૌરવપૂર્ણ રહ્યું છે. એવું સમૃદ્ધ ક્ષેત્ર વેપાર-ઉદ્યોગની રિદ્ધિ-સિદ્ધિ અને સમૃદ્ધિનું છે, જેને અહીં વિગતે ચિતાર આપવાની નેમ છે. આ ગ્રંથશ્રેણીમાં ક્રમે ક્રમે વિશ્વમાં વિવિધ સ્થળોએ વસતા ગુજરાતીઓની નોંધ આપતા રહીશું. દરિયાવટની ગુર્જર યશગાથા : જાણીતા સાહિત્યકાર શ્રી નાનાલાલ વસા એક વિસ્તૃત ધમાં લખે છે કે – પુરાણકાળમાં મહષિ અગત્યે દરિયે તાબે કરવા વિંધ્ય પર્વત ઓળં હશે ત્યારે ગુજરાતના દરિયાકાંઠે જ પગ મૂક્યો હશે એવી કલ્પના અયોગ્ય તે નથી જ! “લંકાની લાડી ને ઘોઘાને છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy