SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આ. શ્રી હેમામાં કાળધર્મ ધ તરફથી ૧૧૨ ] [ આપણું શ્રેષ્ઠીવર્યો સ્વનામધન્ય આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. સા. સંવત ૨૦૩૭ના આસો સુદિ ૮ના અમદાવાદમાં કાળધર્મ પામ્યા. પછી રાજકોટ જૈન સંઘ ઉપરના અનેક ઉપકારની સ્મૃતિમાં શ્રી સંઘ તરફથી જિનાલયના પ્રાંગણમાં ગુરુમંદિર બનાવવામાં આવેલ છે. શ્રી ખાંતિભાઈના કુટુંબમાંથી છ ભાઈ–બહેને એ દીક્ષા લીધી છે. ધન્ય છે એ પરિવારને. પૂજ્ય સાધુ-સાધ્વીઓની સુંદર પ્રથમ હરોળના પરમ ભક્ત શ્રી બાંતિભાઈ કેરડીયાને રાજકેટના સંઘે વૈયાવચ્ચની કદરરૂપ આદેશ આપી અન્ય સંઘને પ્રેરણા મળે તેવી સુંદર પગદંડી પ્રસ્થાપિત કરી છે. જૈન સંઘે શ્રી ખાંતિભાઈનું સન્માન કરી ભક્તિભાવનાને બળવત્તર બનાવી છે. સંવત ૨૦૩૯ના વૈશાખ વદ ૧૦ ના શ્રી બાંતિભાઈએ ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા કરી કુળ અને કુટુંબને ધન્ય બનાવ્યું છે. ગુરુભક્તિની કદરરૂપે કદાચ ભારતભરમાં આ સર્વપ્રથમ આદેશ શ્રી રાજકોટ જેન તપાગચ્છ સંઘે આપેલ હતો જે પ્રસંગ ખૂબ જ અનમેદનીય બન્યું છે. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે દરમ્યાન અનેક જૈનાચાર્યો, મુનિવર્યો અને વિશાળ શ્રાવકવર્ગો ઉલ્લાસભેર ભાગ લીધો હતો. અનેક સામયિક અને અખબારોએ આ દિવ્ય પ્રસંગની સુંદર નેંધ લીધી છે. મુંબઈ મલાડના એક ભાગમાં કરાડ વિલેજ જૈન સંઘ સ્થપાયો છે. ૧૯૮૩માં પર્યુષણમાં વિવિધ તપસ્યા કરનાર તપસ્વીઓનું બહુમાન શ્રી ખાંતિભાઈનાં વરદ હસ્તે કરવામાં આવેલું. મુંબઈના ધર્મપ્રેમી શ્રાવક ભાઈ ને સાથ-સહકાર લઈને રાજકેટ દેરાસરમાં એક મોટું સાધમિક ફંડ ઊભું કરાવવા સાથે સાંકળી અઠ્ઠમ કરનારાને અને વિવિધ રીતે તપસ્યા કરનારાં ભાઈ બહેનની અનેરી ભક્તિને તેમણે હા લીધે છે. સાધર્મિક ફંડની પ્રવૃત્તિ માટે આ કુટુંબનું ઘણું મોટું પ્રદાન રહ્યું છે. 1િ6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005119
Book TitleAapna Shreshthivaryo
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk, Manubhai Sheth
PublisherPadma Prakashan
Publication Year1990
Total Pages662
LanguageGujarati
ClassificationBook_Gujarati & Social
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy