________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૩
૩૯
એટલે ગરમીથી તપેલો જેમ છત્રને તેમ પાપથી ભય પામેલા તેણે તેનો સ્વીકાર કર્યો અને સાથે અભિગ્રહ કર્યો કે જે દિવસે આ પાપ મને યાદ આવશે, તે દિવસે હું ભોજન નહીં કરીશ અને સર્વથા ક્ષમા કરીશ. જે કુશસ્થળ ગામમાં તેણે પહેલા ધાડ પાડી હતી. તે જ ગામમાં કર્મક્ષય કરવાની ઈચ્છાવાળો મહામનવાળો વિહાર કરીને ગયો “આ તે જ પેલો પાપીઓમાં પણ ચડિયાતો મહાપાપી અત્યારે કપટથી સાધુ બની ગયો છે.” એવા ત્યાંના લોકો દરરોજ તે મહાત્માની નિંદા કરતા હતા. “ગાય, બાળક, બ્રાહ્મણ, અને સ્ત્રીની હત્યા કરનાર આ છે' એમ લોકો બોલતા અને ભિક્ષા માટે ઘરોમાં પ્રવેશ કરે, ત્યારે જેમ કૂતરાને ઢેફા ફેંકે, તેમ લોકો તેના ઉપર પણ ઢેફા મારતા હતા, આ પ્રમાણે દરરોજ સંભળાવે એટલે તે પાપ તેને યાદ આવે, સમતા રાખનાર તે ભોજન કરતો ન હતો. “સાહસિક આત્માને કંઈ દુષ્કર નથી.' કોઈક વખતે સવારે, કોઈક વાર બપોરે, કોઈકવાર સાંજે તેને ગામલોકો પાપ યાદ કરાવે છે. એટલે કોઈપણ દિવસે તેણે ભોજન ન કર્યું. ઢેફાં, લાકડી, ધૂળવૃષ્ટિ, મુઠ્ઠી વગેરેથી તેને મારવા છતાં તે સમતાભાવથી ઉપદ્રવો સહન કરે છે અને એવી ભાવના ભાવે છે કે, “હે આત્મા ! જેવા પ્રકારનું પાપકર્મ કર્યું છે, તેવા જ પ્રકારનું ફળ તું ભોગવ, જેવું બીજ વાવ્યું હોય, તેવું જ ફળ પ્રાપ્ત થાય છે. આ લોકો સમતાવાળા મારા પર જે આક્રોશ કરે છે, તેથી વગર પ્રયત્ન મને આ સકામ નિર્જરાની સિદ્ધિ થાય છે. જેમ મારા પર આક્રોશ કરવાથી તેમને હર્ષ થાય છે, તેવી જ રીતે હું પ્રીતિથી સહન કરું છું તેથી મારા કર્મોનો પણ ક્ષય થાય છે; તે પણ મારા પ્રમોદનું કારણ છે વળી જે મને હેરાનગતિ કરવામાં તેઓને સુખ થાય છે. તે પણ આજે ભલે થાઓ. કારણકે સંસારમાં સુખ-પ્રાપ્તિ દુર્લભ છે. જેમ ચિકિત્સા કરનાર વૈદ્યો ક્ષારથી રોગને તેમ કઠોર વચનો કહેવાથી આ લોકો મારી દુષ્કર્મગાંઠને મટાડવા પ્રયત્ન કરતા હોવાથી ખરેખર મારા હિતૈષી મિત્રો છે. અગ્નિ તાપ મેલ દૂર કરી સુવર્ણને સ્વચ્છ કરે છે, તેમ આ લોકો મને તાડનતર્જના કરી મારા આત્માને કર્મમુક્ત બનાવી નિર્મળ કરે છે. પ્રહારો કરી દુર્ગતિરૂપી કેદખાનામાં પડી રહેલા મને જેઓ બહાર ખેંચી લે, તેવા ઉપકારી ઉપર હું કોપ કેમ કરી શકું? જેઓ પોતાના પુણ્યના ભોગે પણ મારાં પાપો દૂર કરે છે તેના કરતા બીજા કયા મોટા બંધુઓ ગણાય ? સંસારથી મુક્ત કરાવનાર એવા વધ, બંધ વગેર મને જે હર્ષ માટે થાય છે, પરંતુ તે જ તેઓને માટે અનંત સંસાર-વૃદ્ધિનું કારણ થાય છે- તેનો મને ખટકો થાય છે. કેટલાકો બીજાના આનંદ ખાતર ધન અને શરીરનો પણ ત્યાગ કરે છે, તો પછી તેઓને આનંદ આપનાર આક્રોશ હનન વગેરે મને ક્યા હિસાબમાં ગણાય ? મારો તિરસ્કાર કર્યો, પણ મને માર્યો નથી. મને માર્યો પણ જીવિતથી મુક્ત કર્યો નથી. જીવિતથી મુક્ત કર્યો, છતાં બાંધવોની માફક મને ધર્મથી દૂર નથી કર્યો. કલ્યાણના અર્થીએ ક્રોધ કરનાર, દુર્વચન સંભળાવનાર, દોરડાથી બાંધનાર, હથિયારથી હેરાન કરનાર કે મૃત્યુ કરનાર સર્વ ઉપર મૈત્રીભાવ રાખી સહન કરવું જોઈએ. કારણકે કલ્યાણકારી માર્ગમાં અનેક પ્રકારનો દુઃખાવો હોય છે.” આવી સુંદર ભાવના ભાવતા અને પોતાના દુષ્કતને નિંદતા તેણે અગ્નિ વડે જેમ ઘાસની ગંજી તેમ સર્વ પ્રકારનો કર્મ રાશિ બાળીને ભસ્મ કરી નાંખી. અતિદુલર્ભ નિર્મલ એવું કેવળજ્ઞાન મેળવીને અયોગિ કેવલિ ગુણસ્થાનક સુધી પહોંચી મોક્ષ પણ પ્રાપ્ત કર્યો. યોગના પ્રભાવથી જેવી રીતે દઢપ્રહારી નરકના દુઃખથી મુક્ત બની અનંત શાશ્વત સુખ-સ્વરૂપ પરમપદ પામ્યો, તેવી રીતે બીજાઓ પણ સંશય રાખ્યા વગર આ યોગમાં પ્રયત્ન કરો // ૧૨ /
હજુ પણ બીજું દષ્ટાંત કહીને યોગની શ્રદ્ધા વૃદ્ધિ પમાડે છે__ १३ तत्कालकृतदुष्कर्म - कर्मठस्य दुरात्मनः ।
गोप्ने चिलातिपुत्रस्य, योगाय स्पृहयेन्न कः ॥ १३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org