SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૯ चारणाशीविषावधि योगकल्पदृ मस्यैताः, 11 ९ 11 અર્થ : વિદ્યાચારણ, જંઘાચારણ-લબ્ધિ, આશીવિષ-લબ્ધિ, અવધિજ્ઞાન, મન:પર્યાયવજ્ઞાનની સંપત્તિઓ આ સર્વ લબ્ધિઓ યોગરૂપી કલ્પવૃક્ષનો વિકસિત પુષ્પોની શોભા છે. ॥ ૯ | मनःपर्यायसम्पदः I विकासिकुसुमचियः ૧૭ ટીકાર્થ : અતિશયવાળું ગમન કરવાની લબ્ધિ તે ચારણ લબ્ધિ. આશીવિષલબ્ધિ તે કહેવાય, કે જેનાથી બીજા ઉપર અપકાર કે ઉપકાર કરી શકાય. મૂર્તદ્રવ્ય-વિષયક ‘અવધિજ્ઞાન.’ પરિણમેલા મનોદ્રવ્યને જાણી શકવાની શક્તિ તે ‘મનઃપર્યવજ્ઞાન.’ આ લબ્ધિઓ યોગ-કલ્પવૃક્ષના પુષ્પ સરખી છે. ફળ હોય તો કેવલજ્ઞાન અથવા મોક્ષ. ભરત અને મરુદેવીનાં ઉદાહરણ વડે ફળ આગળ કહેવાશે. ચારણ મુનિઓ બે પ્રકારનાં :– જંઘા અને વિદ્યાથી ઉત્પન્ન થએલ શક્તિવાળા. તેમાં જંઘાચારણ' એક પગલે ઉડીને સહેલાઈથી સીધા રુચકદ્દીપે જાય. પાછા વળતાં રુચકીપથી એક પગલે ઉડીને નંદીશ્વરદ્વીપે આવે અને બીજા પગલે જ્યાંથી ગયા હોય ત્યાં મૂળ સ્થાને પાછા આવી જાય. વળી તે ઊર્ધ્વગતિથી ઉડીને એક પગલે મેરુ પર્વતના શિખર પર રહેલા પાંડુકવનમાં જાય છે. ત્યાંથી પણ પાછા વળીને એક પગલે નંદનવનમાં આવે છે. અને બીજા પગલે ઊડીને પ્રથમ જ્યાંથી ઊઠ્યા હતા, તે મૂળ સ્થાને આવી જાય છે. ‘વિદ્યા-ચારણ’ મુનિઓ તો એક ડગલે ઉડીને માનુષોત્તર પર્વતે જાય અને બીજા ડગલે નંદીશ્વર દ્વીપે જાય. ત્યાંથી એક જ પગલે ઉડીને જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવી જાય. તથા તિમ્બંગતિના ક્રમથી ઉર્ધ્વમાર્ગમાં પણ આવ-જાવ કરી શકે. વળી બીજા પણ બહુભેદવાળા ચારણો હોય છે તે આ પ્રમાણે પલાઠીવાળી બેઠેલાં કાર્યોત્સર્ગ કરતા હોય. પગોને ઉંચા-નીચા કર્યા વગર આકાશમાં ગમન કરી શકે. કેટલાંક તો જલ, જંધા, ફળ, પુષ્પ, પત્ર-શ્રેણિ અગ્નિશિખા, ધૂમ, હિમ, ધૂમસમેઘ-જળ-ધારા-કરોળિયાની જાળ જ્યોતિષ-કિરણ પવન વગેરેનું આલંબન લઈને ગતિ કરવામાં કુશળ, તેમાં વાવડી, નદી, સમુદ્ર વગેરે જળાશયમાં અકાયાદિક જીવની વિરાધના કર્યા વગર પાણીમાં જમીન માફક પગ ઉંચા-નીચા સ્થાપન કરવામાં કુશળ હોય તે, ‘જલચારણ’ લબ્ધિવાળા જમીન ઉપર ચાર આંગળ પ્રમાણે ઉંચે આકાશમાં જંધાને ઉંચે નીચે કરવામાં કુશળ હોય તે 'જંઘાચારણો' કહેવાય. જુદા જુદા વૃક્ષોના ફળો લઈને, ફળનો આશ્રય કરીને રહેલા પ્રાણીઓને પીડા ન થાય તેવી રીતે ફળના તલ ઉપર આગળ પગ ઊંચા-નીચા સ્થાપવામાં કુશળ તે ‘ફલચારણો' કહેવાય. જુદા જુદા પ્રકારના વૃક્ષલતા, છોડના પુષ્પો ગ્રહણ કરીને તેમાં સૂક્ષ્મ જીવોની વિરાધના કર્યા વગર પુષ્પતલથી પાંખડીઓનું અવલંબન કરી ગતિ કરનાર ‘પુષ્પચારણો’ કહેવાય. વિવિધ પ્રકારના છોડ વેલી લતા, જુદા જુદા પ્રકારના અંકુરો, નવા કુંપળો-તરુણ પલ્લવો વગેરેનું અવલંબન કરીને પાંદડાના બારીક જીવોને પીડા કર્યા વગર ચરણને ઉંચો-નીચો મૂકે અને ચાલે તેમાં જે કુશળ હોય તે ‘પત્ર-ચારણો' કહેવાય. Jain Education International ચારસો યોજન ઊંચાઈવાળા નિષધ કે નીલપર્વતની છેદાએલી શિખર શ્રેણિનું અવલંબન કરીને ઉપર કે નીચે પગથી ચડવા ઉતરવાં નિપુણ હોય તે શ્રેણિ-ચારણો' જાણવા. અગ્નિ-જ્વાલાની શિખા ગ્રહણ કરીને અગ્નિકાય જીવોની વિરાધના કર્યા વગર અને પોતે નહીં બળતાં તેમાં પાદ-વિહાર કરવાની શક્તિવાળા તે ‘અગ્નિશિખા-ચારણ' કહેવાય. ધૂમાડાની ઊંચી કે તિચ્છ્વ શ્રેણીનું અવલંબન કરીને અસ્ખલિત રીતે ગમન કરનાર તે ‘ધૂમ-ચારણ' કહેવાય. હિમ-બરફની મદદથી અટ્કાયની વિરાધના કર્યા વગર અસંગ ગતિને પામેલા, ‘નીહાર-ચારણ’ કહેવાય. અવશ્યાય-ધૂમસને આશ્રીને, તેના આશ્રયે રહેલા જીવોની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy