SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ - તેઓ કહેવાય, જેઓ બુદ્ધિપૂર્વક સારી રીતે ખેડેલી જમીનવાળા ક્ષેત્રમાં ફળદ્રુપ જમીન, વરસાદનું જળ વગેરે અનેક વિશેષ કારણોની અપેક્ષાએ બગડ્યા વિનાનું એક બીજ જેમ અનેક ક્રોડો બીજને આપનાર થાય છે. તેમ જ્ઞાનાવરણાદિનો ક્ષયોપશમના અતિશયપણાની પ્રાપ્તિ યોગે એક અર્થરૂપ બીજ-શ્રવણના યોગે અનેક અર્થરૂપ બીજોની પ્રાપ્તિ કરનાર, બીજબુદ્ધિવાળા, કોષ્ઠબુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ કાષ્ઠાગારિએ સ્થાપન કરેલા એકબીજા ધાન્યો એક બીજામાં ભળી ન જાય, સડીને બગડી ન જાય તેવી રીતે ઘણાં ધાન્ય બીજા કોઠારમાં સારી રીતે સચવાઈ-જળવાઈ રહે છે, તેમ બીજાની પાસેથી સાંભળી અવધારણ કરેલા શ્રુતના અર્થો રૂપ ગ્રંથ-બીજો અનેક હોવા છતાં સ્મરણ કર્યા વગર તેને તે જ પ્રમાણે યાદ રાખવા. વિસ્મરણ થવા ન દેવો તે રૂપે અર્થનું સ્મરણ રહેલ હોવાથી કોઇ-બુદ્ધિવાળા. પદાનુસારી બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ તે ગ્રંથના પ્રથમ પદ કે અર્થને બીજા પાસેથી સાંભળી અન્ત્યપદ સુધીના આખા ગ્રંથની વિચારણા કરવા સમર્થ અત્યંત તીવ્રબુદ્ધિ ધરાવે. પ્રતિશ્રોત પદાનુસારિ બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ અન્ત્યપદના અર્થ કે ગ્રંથને બીજાની પાસેથી સાંભળીને આદિપદ સુધીના અર્થ કે ગ્રંથને યાદ કરવાની બુદ્ધિવાળા હોય. ઉભયપદાનુસારિ બુદ્ધિવાળા તેઓ કહેવાય, જેઓ ગ્રંથના વચલા અર્થ કે પદને બીજાની પાસે જાણી આદિથી અંત સુધીના તમામ પદોના સમૂહો, પ્રતિનિયત અર્થરૂપી ગ્રંથ-સમુદ્ર પાર પામવા માટે સમર્થ એવી અસાધારણ અતિશય-તીવ્રબુદ્ધિવાળા હોય. એકપદનો અર્થ જાણવાથી અનેક અર્થો જાણવાની શક્તિવાળો બીજબુદ્ધિવાળો અને એક પદ જાણીને બીજા પદોને જાણનાર પદાનુસારી બુદ્ધિવાળો કહેવાય. આટલું વિશેષ સમજવું તથા મન, વચન અને કાયાના બળવાળા તેમાં નહિ તે અક્ષીણ મહાનસ લબ્ધિ કહેવાય, અક્ષીણ – મહાનસની લબ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે. તેમાં મનોબલી તે કહેવાય જેઓ ઘણાં જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ-વિશેષથી અંતરમુહૂર્તમાં સારભૂત તત્વનો ઉદ્ધાર કરી સમગ્ર શ્રુતસમુદ્રમાં અવગાહન ક૨વા સમર્થ નિર્મળ મનને ધારણ કરનાર હોય. એક અંતમુહૂર્તમાં સમગ્ર શ્રુતવસ્તુ બોલી જવા સમર્થ હોય,તે વાદ્બલી કહેવાય. અથવા પદ, વાક્ય અને અલંકાર સહિત વચનોનું ઉચ્ચારણ કરતાં વગર અટક્યે વાણીનો પ્રવાહ ચાલ્યા કરે, કંઠને હરક્ત ન આવે તે પણ વાગ્બલી કહેવાય. વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થએલા અસાધારણ કાયબલયોગે કાઉસ્સગ્ગમાં ઉભા રહેવા છતાં થાક અને ક્લેશ વગર એક વરસ સુધી જેમ બાહુબલી વગરે પ્રતિમા ધારીને રહ્યા તે કાયબલી કહેવાય. તથા ક્ષીર, મધ, ઘી, અમૃત, ઝરાવનાર લબ્ધિવાળા પણ હોય. જેમના પાત્રામાં પડેલું ખરાબ અન્ન પણ દૂધ, મધ, ઘી, અને અમૃતરસ સરખું થઈ શક્તિવર્ધક બને છે. અથવા જેમનું વચન શારીરિક અને માનસિક દુઃખ પ્રાપ્ત થએલા આત્માઓને દૂધ વગેરેની માફક આનંદદાયક બને છે. ત્યારે તેઓ ક્ષીરાસવ લબ્ધિવાળા મધ્યાન્નવ, સર્પિસ્રવ, અમૃતાસ્રવ લબ્ધિવાળા કહેવાય. કેટલાક અક્ષીણ લબ્ધિવાળા હોય છે. તે બે પ્રકારના છે. એક અક્ષીણ-મહાનસ, બીજા અક્ષીણ-મહાલય. અસાધારણ અંતરાયકર્મના ક્ષયોપશમ થવાથી જેમના પાત્રમાં વહેરાવેલ અલ્પમાત્ર અન્ન પણ ગૌતમસ્વામીની માફક ઘણાને પીરસવામાં કે દેવામાં આવે તો પણ ખૂટે નહિ તે અક્ષીણ - મહાનસ લબ્ધિ કહેવાય, અક્ષીણ- મહાલયની ઋધ્ધિ પ્રાપ્ત કરી હોય તેઓ જે જે પ્રમાણો પ્રેત-ભૂમિ પ્રદેશમાં રહેલા હોય, ત્યાં અસંખ્યતાદેવો તિર્યચો કે મનુષ્યો સપરિવાર એકબીજાને અગવડ ન પડે તેમ તીર્થંકરની પર્ષદાની માફક સુખપૂર્વક બેસી શકે. આ પ્રમાણે પ્રજ્ઞાશ્રમણ વગેરેની અંદર મહાપ્રજ્ઞાદિક મહાઋદ્ધિઓ બતાવી. જેના પ્રભાવથી એક ઈન્દ્રિય સર્વ ઈન્દ્રિયના વિષયો જાણી શકે, તે સંભિન્નશ્રોતો લબ્ધિ કહેવાય છે ॥ ૮ ॥ તથા— Jain Education International For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy