SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પ્રકાશ, શ્લો.૫-૮ ૧૩ વગેરે વડે સ્પર્શ કરવો. વિષ્ટા, મૂત્ર, કેશ નખ વગેરે કહેલા અને નહિ કહેલા આ સર્વ પદાર્થો યોગના પ્રભાવથી ઔષધિઓ બની જાય છે, એટલું જ નહિ, પરંતુ અણિમાદિ, “સંભિન્નશ્રોતાદિ વગેરે લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે યોગનો ઉત્કૃષ્ટ પ્રભાવ છે. તે આ પ્રમાણે– સનતકુમાર ચક્રવર્તીની કથા સનતકુમાર માફક યોગીઓનાં કફ-બિન્દુઓ પણ યોગના પ્રભાવથી સર્વ રોગ દુર કરનાર બને છે. હસ્તિનાપુર નગરમાં પૂર્વ છખંડ પૃથ્વીને ભોગવનાર સનતકુમાર નામના ચોથા ચક્રવર્તી થયા. કોઈક સમયે સુધર્મા નામની દેવસભામાં ઈન્દ્ર મહારાજે વિસ્મય પામીને તેની અપ્રતિમ રૂપસંપત્તિનું વર્ણન કર્યું કે, કુરુવંશ-શિરોમણિ સનતકુમાર ચક્રવર્તીનું જે પ્રકારનું રૂપ છે, તેવું દેવ કે મનુષ્યમાં ક્યાંય નથી. આવા પ્રકારના રૂપની પ્રશંસા નહીં માનનારા વિજય અને વૈજ્યન્ત નામના બે દેવો પૃથ્વી પર નીચે આવ્યા. ત્યાર પછી તે બંને દેવો બ્રાહ્મણોનું રૂપ કરી તેના રૂપની ખોળ કરવા માટે રાજાના મહેલના દરવાજા પાસે દ્વારપાળ પાસે રહ્યા. તે સમયે સનતકુમાર પણ ન્હાવાની તૈયારી કરતા હતા. સર્વ વેષનો ત્યાગ કરી સર્વાગે તેલ માલિસ કરાવી રહેતા હતા. દ્વારપાળ દરવાજે ઉભેલા બે બ્રાહ્મણની વાત રાજાને નિવેદન કરી, એટલે ન્યાયવાન ચક્રવર્તી રાજાએ પણ તુરત જ ત્યાં તેમનો પ્રવેશ કરાવ્યો. સનતકુમારને દેખીને વિસ્મયથી વિકસિત બનેલા મનવાળા તે બંને મસ્તક ધુણાવી વિચાર કરવા લાગ્યા. અષ્ટમી રાત્રિના ચંદ્ર સરખું લલાટ, કાન સુધી પહોંચે તેવા બે નેત્રો, નીલકમળને જિતનાર શરીર-કાંતિ, પાકેલા ચિલોડા ફળ સરખી કાંતિવાળા બે હોઠ, છીપ સરખા બે કાન, પાંચજન્ય શંખથી ચડિયાતો કંઠ, ઐરાવણ હાથીની સૂંઢનો તિરસ્કાર કરનાર બે હાથ, મેરુપર્વતની શિલાની શોભાને લુંટનાર વક્ષસ્થલ. સિંહ બચ્ચાના ઉદર સરખી કેડ, તેના કેટલાં અંગો વર્ણવવા? આખા અંગની શોભા વર્ણવવી તે વાણીના વિષયની બહાર છે. અહો ! જયોત્ના વડે જેમ નક્ષત્રની પ્રજા તેમ આના અઢળક લાવણ્ય-નદીપ્રવાહમાં અભંગન પણ જાણી શકાતું નથી. ઈન્દ્ર મહારાજે જેવું વર્ણન કર્યું હતું તે જ પ્રમાણે આનું રૂપ છે–એમાં ફેરફાર નથી. મહાત્માઓ કદાપિ પણ ખોટું બોલતા નથી તે શ્રેષ્ઠ બ્રાહ્મણો ! તમે બંને શા માટે અહીં આવ્યા છો ? એ પ્રમાણે સનતકુમારે પુછ્યું ત્યારે તેઓએ કહ્યું કે, નરસિંહ ! ચરાચર એવા આ ભુવનમાં તમારું રૂપ લોકોત્તર અને આશ્ચર્ય કરનારું છે, તે પૃથ્વીન્દ્ર ! દૂરદૂરથી આપના રૂપનું વર્ણન સાંભળી કુતુહલ થઈ અમે જોવા માટે આવેલા છીએ. હે રાજન્ ! લોકમાં અમે અભૂત-રૂપ-વર્ણન સાંભળ્યું. પરંતુ તેથી પણ તમારું રૂપ વધારે દેખીએ છીએ. હાસ્યથી વિકસિત થએલા સનતકુમારે પણ કહ્યું. અત્યંગ કરેલા અંગની આ કાન્તિ થઈ નથી. તે ઉત્તમ બ્રાહ્મણો ! આ બાજું થોડીવાર બેસો અને મારું સ્નાનકાર્ય પૂર્ણ થાય ત્યાં સુધી થોડી રાહ જુઓ, અનેક આશ્ચર્યકારી વિવિધ વેષભૂષાવાળું ઘણાં આભૂષણો પહેરેલ એવા પ્રકારનું રત્નજડિત સુવર્ણ સરખું રૂપ ફરી જો જો, ત્યાર પછી અવનિપતિ સનતકુમાર સ્નાન કરી વેષભૂષા સજી આડંબરથી ચંદ્ર જેમ આકાશમાં, તેમ સભામાં બિરાજ્યા, રાજાએ ત્યાર પછી બંને બ્રાહ્મણોને બોલાવ્યા, એટલે રાજા સામે આવીને રાજાના રૂપને જોઈને બંને વિચારવા લાગ્યા કે, ક્ષણવારમાં તે રૂપ, તે કાંતિ, તે લાવણ્ય ક્યાં ગયું ? મનુષ્યોનાં સર્વે પદાર્થો ક્ષણિક છે. રાજાએ તેમને પૂછ્યું કે, પહેલાં તમો મને દેખીને હર્ષ પામ્યા હતા. અત્યારે એકદમ વિષાદથી મલિન મુખવાળા કેમ બની ગયા? ત્યારે તે અમૃત સરખા વચનથી કહેવા લાગ્યા, હે મહાભાગ્યશાળી અમે બંને સૌધર્મ દેવલોકવાસી દેવો છીએ. ઈન્દ્ર મહારાજે દેવ-પર્ષદામાં તમારા રૂપની પ્રશંસા કરી, તેમાં અશ્રદ્ધા કરતાં અને મનુષ્યનું રૂપ ધારણ કરી તમારૂં રૂપ જોવા માટે અહીં ૧ ગમે તે ઈન્દ્રિયથી ગમે તે ઈન્દ્રિયનો વિષય જાણી શકાય તેવી જ્ઞાનશક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy