________________
૧૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
જાણી. જે વિવેકીઓની પરિષદ્ના ચિત્તને ચમત્કારી કરનારી છે, તેને શ્રીચૌલુક્યશવંશના કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી હેમચંદ્રાચાર્યે વાણીના માર્ગમાં સ્થાપન કરેલી છે. || ૪ ||
યોગના જ માહાત્મ્યને કહે છે :
५ योगः सर्व्वविपद्बल्ली अमूलमन्त्रतन्त्रं च
विताने परशुः शितः । निर्वृतिश्रियः
कार्म्मणं,
॥ ક્ II
અર્થ : યોગ સર્વ આપત્તિરૂપ વેલડીના સમૂહને કાપવા માટે તીક્ષ્ણ ધારવાલા કુહાડા સમાન છે, તેમ મૂળ મંત્ર તંત્ર વગરનું મોક્ષલક્ષ્મીનું વશીકરણ કરવાનું કાર્પણ છે. ॥ ૫ ॥
ટીકાર્થ : આધ્યાત્મિક ભૌતિક, દૈવિક આપત્તિઓ રૂપ વેલડીઓના સમૂહને છેદવા માટે તીક્ષ્ણ પરશુ સમાન યોગ અનર્થફળનો નાશ કરનાર છે, પાછલા અર્ધા શ્લોકથી પરમપુરષાર્થરૂપ મોક્ષની પ્રાપ્તિ જણાવે છે. જગતમાં કાર્મણ કરવા માટે મૂળ, મંત્ર-તંત્રોના વિધાન કરવા પડે છે. પરંતુ મૂળ-મંત્ર-તંત્ર રહિત યોગ એ મોક્ષલક્ષ્મીને વશીકરણ કરવાનો અમોઘ ઉપાય છે. | ૫ ||
६
भूयांसोऽपि हि पाप्मानः, प्रलयं यान्ति योगतः 1
चण्डवाताद् घनघना, घनाघनघटा इव 11 ६ 11
અર્થ : પ્રચંડ પવનથી જેમ ગાઢ વાદળાની શ્રેણિ વિખેરાઈ જાય છે, તેમ યોગથી ઘણાં પાપો વિનાશ પામે છે. || ૬ ||
ટીકાર્થ : એક જન્મમાં ઉપાર્જન કરેલ પાપ યોગથી નાશ પામે, પણ અનેક ભવ-પરંપરામાં ઉપાર્જન કરેલા અનેક પાપોનો વિનાશ યોગથી થવો અસંભવ છે || ૬ ||
એવી શંકા થાય, તેના સમાધાનમાં જણાવે છે–
1
७ क्षिणोति योगः पापानि चिरकालार्जितान्यपि प्रचितानि यथैधांसि क्षणादेवाशुशुक्षणिः
11 ७ "
અર્થ : જેમ અગ્નિ લાંબા સમયથી એકત્રિત કરેલા ઈંધનને એક ક્ષણમાં જ બાળી નાંખે છે, તેમ યોગ ચિરકાળથી એકઠા કરેલા પાપોનો ક્ષય ક્ષણવારમાં કરે છે || ૭ ||
ટીકાર્થ : જેમ લાંબા કાળથી એકઠાં કરેલા ઈંધણને અગ્નિ ક્ષણવારમાં બાળી નાંખે છે, તેમ લાંબા કાળથી અનેક ભવોનાં ઉપાર્જન કરેલાં પાપોને પણ ક્ષણમાત્રમાં ક્ષય કરવા યોગ સમર્થ છે. || ૭ ||
યોગનું બીજું ફળ જણાવે છે—–
८
1
सर्वोषधिमहर्द्धयः यौगं ताण्डवडम्बरम्
"I ८ "I
અર્થ : કફ, ઝાડો, અને કાન-નાક આદિ શરીરના અવયવોમાં ઉત્પન્ન થયેલો મળ, હાથ આદિ અંગોનો સ્પર્શ આદિ સઘળી ઔષધિઓ જે મોટી ઋદ્ધિરૂપ ગણાય છે અને સંભિન્નશ્રોત લબ્ધિ જે પ્રાપ્ત થાય છે, તેમાં યોગનો જ પરમ પ્રભાવ છે. || ૮ |
ટીકાર્થ : કફ, શ્લેષ્મ, વિષ્ટા, કાન, દાંત, નાસિકા, આંખ જિલ્લા અને શરીરમાં થએલા મેલો, હાથ
Jain Education International
कफविप्रुण्मलामर्श सम्भिन्नश्रोतोलब्धिश्च
-
For Private & Personal Use Only
www.jainelibrary.org