________________
૫૪૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ९८४ निःसृत्यादौ दृष्टिः, संलीना यत्र कुत्रचित् स्थाने ।
तत्रासाद्य स्थैर्य, शनैः शनैर्विलयमाप्नोति ૫ રૂ૨ છે. ९८५
सर्वत्रापि प्रसृता, प्रत्यग्भूता शनैः शनैर्दृष्टिः
परतत्त्वामलमुकुरे, निरीक्षते ह्यात्मनाऽऽत्मानम् ॥ ३२ ॥ ટીકાર્ચ - શરૂઆતમાં દષ્ટિ નીકળીને ગમે તે સ્થાનમાં લીન થાય, પછી સ્થિરતા પામીને ત્યાં ધીમે ધીમે વિલય પામે છે અર્થાતુ પાછી હઠે છે, એમ સર્વ જગ્યા પર ફેલાએલી અને ધીમે ધીમે પાછી ફરેલી દષ્ટિપરમતત્ત્વ સ્વરૂપ સ્વચ્છ દર્પણમાં આત્મા વડે આત્માને દેખે છે. // ૩૧-૩૨ || ત્રણ આર્યાથી મનોવિજયની વિધિ કહે છે-- ९८६ औदासीन्यनिमग्नः, प्रयत्नपरिवर्जितः सततमात्मा ।
भावितपरमानन्दः, क्वचिदपि न मनो नियोजयति ॥ ३३ ॥ ९८७ करणानि नाधितिष्ठन्त्युपेक्षितं चित्तमात्मना जातु ।
ग्राह्ये ततो निजनिजे, करणान्यपि न प्रवर्तन्ते _ રૂ૪ || ९८८ नात्मा प्रेरयति मनो, न मनः प्रेरयति यहि करणानि ।
उभयभ्रष्टं तर्हि, स्वयमेव विनाशमाप्नोति ટીકાર્ય - નિરંતર ઉદાસીનભાવમાં તલ્લીન બનેલા, પ્રયત્ન રહિત પરમાનંદ-દશાથી ભાવિત બનેલા યોગી કોઇ પણ સ્થાનમાં મન ન જોડે. આમ આત્મા વડે ઉપેક્ષા કરાએલું મન કદાપિ ઇન્દ્રિયોનો આશ્રય કરતું નથી. ઇન્દ્રિયોને મન પ્રેરતું નથી અને મનના ટેકા વગર પોતપોતાના વિષયો ગ્રહણ કરનાર ઇન્દ્રિયો પણ પ્રવર્તિ શકતી નથી, જ્યારે આત્મા મનને પ્રેરણા કરતો નથી અને મન જ્યારે ઇન્દ્રિયોને પ્રેરણા કરતું નથી, ત્યારે બંને બાજુથી ભ્રષ્ટ થએલું મન પોતાની મેળે જ આપોઆપ વિનાશ પામે છે. . ૩૩-૩૪-૩૫ // મનોવિજયનું ફળ કહે છે-- ९८९ नष्टे मनसि समन्तात्, सकले विलयं च सर्वतो याते ।
निष्कलमुदेति तत्त्वं, निर्वातस्थायिदीप इव ॥ ३६ ॥ ટીકાર્થ - મનવિષયક કાર્યકારણભાવ કે પ્રેરક-પ્રેર્યભાવ બંને બાજુથી નષ્ટ થયા પછી, એટલે ભસ્મથી ઢંકાએલ અગ્નિની માફક ચારે બાજુથી તિરોહિત બનેલું તથા ચિંતા, સ્મૃતિ આદિ સાથે વર્તતું હોય તે સકલ મન, જલપ્રવાહમાં તણાતા અગ્નિ-કણીયા માફક ક્ષય પામે છે, ત્યારે વાયરા વગરના સ્થાનમાં રહેલા દીપકની માફક આત્મામાં કર્મની કળા વિનાનું નિષ્કલંક તત્ત્વજ્ઞાન ઉદય પામે છે. | ૩૬ / તત્ત્વજ્ઞાન થયાની નિશાની કહે છે-- ९९० મૃદુત્વના, સ્વેતન-મન-વિવર્ગનેનાપ |
स्निग्धीकरणमतैलं, प्रकाशमानं हि तत्त्वमिदम् ॥ ३७ ॥ ટીકાર્થ-જ્યારે કહેલા પ્રકારનું તત્ત્વજ્ઞાન પ્રગટ થાય છે, ત્યારે વગર પરસેવાથી અને મર્દન કર્યા વગર વિના કારણે શરીર કોમળ થાય છે, તેલ મર્દન કર્યા વગર ચીકાશદાર થાય છે. આ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની નિશાની સમજવી. || ૩૭ !