SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ અગિયારમો પ્રકાશ, શ્લો.૪૮-પર ૫૩૫ મંથાન-રવૈયાના આકારની માફક ગોઠવાઈ જાય છે. એવી રીતે ઘણો લોક પૂરાઈ જાય છે. ચોથે સમયે તે યોગી આંતરા પૂરી નાંખીને આખા લોકો પોતાના આત્મ-પ્રદેશોથી વ્યાપ્ત કરી નાખે છે એમ ઘણો લોક પૂરતાં અનુશ્રેણી સુધી ગમન થવાથી લોકના ખૂણાઓ પણ આત્મ-પ્રદેશોથી પૂરી નાખે છે. એટલે ચાર સમયમાં સમગ્ર લોકાકાશને જીવ-પ્રદેશોથી પૂર્ણ કરવામાં આવે છે જેટલા આત્મ પ્રદેશો છે તેટલાજ સમગ્ર લોકાકાશના પ્રદેશો છે. એટલે દરેક આકાશ-પ્રદેશે એક એક આત્મપ્રદેશ ગોઠવાઈ જાય છે. “લોક પૂરણ કર્યો એમ શ્રવણ કરવાથી બીજાઓ આત્માને વિભુપણે એટલે સર્વવ્યાપી માનનારાઓ ઉત્પન્ન થયા. તેઓનો અર્થવાદ આ પ્રમાણે છે કે “સર્વ બાજુ ચક્ષુવાળો, સર્વત્ર મુખવાળો, સર્વ બાજુ બાહુવાળો, સર્વત્ર પાદવાળો' (શ્વેતાશ્વતરો-૩૧૩) વગેરે. // ૫૧ | હવે ચાર સમયમાં શું શું કરે છે, તે કહે છે -- ९४४ समयैस्ततश्चतुर्भिः, निवर्तते लोकपूरणादस्मात् । विहितायुःसमकर्मा, ध्यानी प्रतिलोममार्गेण ॥ ५२ ॥ ટીકાર્થ:-ચાર સમયે સમગ્ર લોક પૂરવાનું કામ સમાપ્ત કરી આયુ-સ્થિતિ જેટલાં બાકીનાં કર્મોને સરખાં ગોઠવી ધ્યાની મુનિ અવળા ક્રમથી લોક પૂરવાના કાર્યથી પાછા ફરે અર્થાત્ પાંચમે સમયે લોકમાં ફેલાયેલા કર્મવાળા આત્મપ્રદેશોને સંહરણ કરી સંકોચી લે. છઠ્ઠા સમયે મંથાન આકાર સમેટી લે, ગાઢ સંકોચ કરવાથી સાતમે સમયે કમાડ-આકાર સંકોચી લે, આઠમે સમયે દંડ સંકોચી શરીરમાં જ રહે. સમુદ્ધાત સમયે મન અને વચનના યોગો વ્યાપાર વગરના જ હોય છે. ત્યાં તે બંને યોગોનું તેવું કોઈ પ્રયોજન નથી, માત્ર એકલા કાયયોગનો જ વ્યાપાર હોય છે. તેમાં પણ પહેલા અને આઠમા સમયમાં ઔદારિક કાયાની પ્રધાનતા હોવાથી ઔદારિક કાયયોગ જ હોય છે. બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં વળી ઔદારિક શરીરથી બહાર આત્માનું ગમન થવાથી કાર્પણ વીર્યનો પરિણંદ થવાથી ઔદારિક-કાશ્મણ મિશ્ર યોગ હોય છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં ઘણા આત્મપ્રદેશો દારિક શરીરના વ્યાપાર વગરના અને તે શરીરથી બહાર હોવાથી તેના શરીરની સહાય વગરનો એકલો કાર્પણ કાયયોગ હોય છે. કહેવું છે કે - પહેલા અને આઠમા સમયે ઔદારિક શરીરનો વ્યાપાર હોવાથી ઔદારિક કાયયોગ માનેલો છે તથા બીજા, છઠ્ઠા તથા સાતમા સમયે ઔદારિક મિશ્ર કાયયોગ, માનેલો છે. ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કાર્પણ કાયયોગ અને આ ત્રણે સમયમાં પણ આત્મા નક્કી અનાહારી હોય છે. (પ્રથમ. ૨૭૬-૨૭૭) સમુદ્યાતનો ત્યાગ કરી જરૂર પડે તો ત્રણે યોગનો વ્યાપાર કરે છે. જેમ કે અનુત્તર-દેવે કોઈક તેવો મનથી પ્રશ્ન પૂછ્યો હોય, તો સત્ય કે અસત્ય મૃષા મનોયોગની પ્રવૃત્તિ કરે, એ પ્રમાણે કોઈકને આમંત્રણ કરવા આદિમાં તેવા જ વચનયોગનો વ્યાપાર કરે, બીજા બે ભેદોનો વ્યાપાર ન કરે, બને પણ દારિક કાયયોગો ફલક પાછું અર્પણ કરવા આદિકમાં વ્યાપાર કરે. ત્યાર પછી અંતર્મુહૂર્ત માત્ર કાળમાં યોગનિરોધ શરૂ કરે છે. અહીં ત્રણ પ્રકારના યોગો બે પ્રકારવાળા છે. સૂક્ષ્મ અને બાદર. તેમાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછીનો ઉત્તરકાળ જઘન્યથી અંતર્મુહૂર્તનો અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દેશોન પૂર્વકોટિ. તેટલા કાળ સુધી સયોગીકેવલી ભગવંત વિચરી અનેક ભવ્યોને પ્રતિબોધ કરે છે અને જ્યારે તેમનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત બાકી રહે છે, ત્યારે તેઓ પ્રથમ બાદર કાયયોગથી બાદરવચન અને મનોયોગ રોકે છે, ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગથી બાદર કાયયોગને રોકે છે. બાદર કાયયોગ હોય, ત્યારે સૂક્ષ્મ યોગ રોકવા અશક્ય છે. દોડતો માણસ ધ્રૂજારીને રોકી શકતો નથી. તેથી સર્વ બાદર-યોગોનો નિરોધ કર્યા પછી સૂક્ષ્મ કાયયોગથી સૂક્ષ્મ વચન અને મન યોગોનો નિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ ક્રિયા અનિવર્તિ શુક્લધ્યાન કરતો પોતાના આત્માથી જ સૂક્ષ્મ કાયયોગનો નિરોધ કરે છે || પર /
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy