SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ભગવંત ઉદયાચળના શિખર પર જેમ સૂર્ય શોભે તેમ સિંહાસન પર બિરાજમાન થાય છે. તે અવસરે તેજસમૂહનો ફેલાવો કરી સમગ્ર દિશા-સમૂહને પ્રકાશિત કરતું અને ત્રણ લોકના ધર્મચક્રવર્તીના ચિહ્નરૂપ ધર્મચક્ર પ્રભુ આગળ રહેલું હોય છે. ભવનપતિ, વૈમાનિક, જ્યોતિષ્ક અને વાનર્થાતર એમ ચારે નિકાયના દેવો સમવસરણની અંદર ભગવાનની પાસે જઘન્યથી કોટી સંખ્યા-પ્રમાણ રહે છે. મેં ૪૧ - ૪૭ | કેવલજ્ઞાની તીર્થકર ભગવંતના અતિશયોનું સ્વરૂપ કહીને હવે સામાન્ય કેવલીઓનું સ્વરૂપ કહે છે -- ९४० तीर्थंकरनामसंज्ञं, न यस्य कर्मास्ति सोऽपि योगबलात् ।। उत्पन्नकेवलः सन् सत्यायुषि बोधयत्युर्वीम् ॥ ४८ ॥ ટીકાર્થ:- જેઓને તીર્થંકર નામકર્મ નથી, તેઓ પણ યોગના બલથી કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યા પછી જો આયુષ્યકર્મ બાકી રહેલું હોય, તો જગતના જીવોને ધર્મનો પ્રતિબોધ કરે છે. ll ૪૮ ત્યાર પછી કરવા યોગ્ય કહે છે - ९४१ सम्पन्नकेवलज्ञान-दर्शनोऽन्तर्मुहूर्त्तशेषायुः अर्हति योगी ध्यानं, तृतीयमपि कर्तुमचिरेण ॥ ४९ ॥ ટીકાર્થ - કેવલજ્ઞાન, કેવલદર્શન, પ્રાપ્ત કરેલ યોગીનું આયુષ્ય અંતર્મુહૂર્ત બાકી રહે ત્યારે તે તત્કાલ ત્રીજું શુક્લધ્યાન કરવા યોગ્ય થાય છે. અંતર્મુહૂર્ત એટલે મુહૂર્તની અંદરનો સમય સમજવો. | ૪૯ il શું સર્વ યોગીઓ સરખી રીતે ત્રીજું ધ્યાન શરૂ કરે? કે તેમાં કંઈ વિશેષ હોય? તે કહે છે -- ९४२ आयुःकर्मसकाशाद्, अधिकानि स्युर्यदाऽन्यकर्माणि । तत्साम्याय तदोपक्रमेत योगी समुद्धातम् ॥ ५० ॥ ટીકાર્થ:- જો બાકી રહેલાં ભવોપગ્રાહી કર્મની સ્થિતિ આયુષ્યકર્મ કરતાં અધિક હોય, ત્યારે તે કર્મો સાથે ભોગવાય, તે માટે તે યોગી કેવલિ સમુદ્યાત નામનો પ્રયત્ન-વિશેષ કરે. આયુષ્યકર્મ જેટલી જ જો બાકીનાં કર્મની સ્થિતિ બાકી હોય તો, ત્રીજા ધ્યાનની શરૂઆત કરે, પણ આયુષ્યકર્મ કરતાં બીજા કર્મોની સ્થિતિ લાંબી હોય. ત્યારે સ્થિતિ-ઘાત, રસ-ઘાત આદિ માટે સમુદઘાત નામનો પ્રયત્ન-વિશેષ કરે છે. કહેવું છે કે - “જે કેવલિ ભગવંતને જો આયુષ્યકર્મ કરતાં અધિક સ્થિતિવાળું કર્મ હોય, તે ભગવંત તેને સરખા કરવાની અભિલાષાથી કેવલિ-સમદઘાત નામનો પ્રયત્ન કરે છે. પ્રશમરતિ-ર૭૩) સમુધાત એટલે સમ્યફ પ્રકારે જેનો પ્રાદુર્ભાવ બીજી વખત ન થાય તેવી રીતે પ્રબળપણે ઘાત કરવો - જીવા પ્રદેશોને શરીરની બહાર કાઢવા. ૫૦ || તે સમુદ્ધાતની વિધિ બતાવે છે -- ९४३ ઇ-પદે સ્થાન ચ, સમય નિર્માય | तुर्ये समये लोकं, नि:शेषं पूरयेद् योगी ટીકાર્ય - ધ્યાનસ્થ કેવલી ભગવંત ધ્યાનના બળથી પોતાના આત્મપ્રદેશોને શરીરની બહાર કાઢે છે. એટલે કે પ્રથમ સમયે આત્મપ્રદેશો શરીરની બહાર કાઢતાં જ લોક-પ્રમાણ ઊંચો અને નીચો તથા સ્વદેહ-પ્રમાણ પહોળો આત્મપ્રદેશોનો દંડ કરે છે તથા બીજે જ સમયે તે દંડમાંથી કમાડની જેમ પહોળાં કમાડ થઈ જાય છે. એટલે આત્મપ્રદેશો આગળ-પાછળ લોકમાં એવી રીતે ફેલાય છે, જેથી પૂર્વ-પશ્ચિમ અગર ઉત્તર-દક્ષિણ કમાડની આકૃતિ માફક ગોઠવાઈ જાય છે. ત્રીજા સમયે તેમાંથી જ આત્મ-પ્રદેશો એવી રીતે ફેલાવે છે કે જેથી
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy