SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમો પ્રકાશ, શ્લો.૪૬-૬૦ ૫૧૧ ટીકાર્થ :- મુખની અંદર આઠ પાંખડીવાળું શ્વેતકમળ ચિંતવવું. આઠ પાંખડીઓમાં આઠ વર્ગો ૨ મ મા રૂરૂં उ ऊ ऋऋ ल ल ए ऐ ओ औ अं अः,२ क ख ग घ ङ, ३ च छ ज झ ञ,४ ट ठ ड ढ ण, ५ त थ द ध न,६ પણ વ મ ૫, ૭યરત ૩, ૮ શ ષ સ હ અનુક્રમે સ્થાપવા તથા ‘ નમો રિહંતાઈ' આ આઠ અક્ષરોમાંથી એક એક અક્ષર એક એક પાંખડીમાં ક્રમસર સ્થાપવો. કમળના કેસરામાં ચારે બાજુ ફરતા મ મ વગેરે સોળ સ્વરો સ્થાપન કરવા અને વચલી કર્ણિકાને ચંદ્રબિંબથી પડતાં અમૃત-બિન્દુઓથી વિભૂષિત કરવી. પછી કિર્ણિકામાં મુખે કરી સંચરતા-કાંતિ-મંડલના મધ્યભાગમાં રહેલા ચંદ્ર સરખા ઉજ્જવલ હીં માયાબીજને ચિંતવવું. પછી દરેક પાંખડીઓમાં ભ્રમણ કરતા, આકાશતલમાં સંચરતાં, મનની મલિનતાનો નાશ કરતા, અમૃતરસ ઝરતા તાલુકના માર્ગે જતા, ભૃકુટીની અંદર શોભતા, ત્રણ લોકમાં અચિન્ત મહિમાવાળા, જ્યોતિ માફક અદ્ભુત રૂપવાળા આ પવિત્ર મંત્રનું એકાગ્ર ચિત્તથી ધ્યાન કરતાં મન અને વચનની મલિનતા દૂર થઈ શ્રુતજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી સ્થિર મનવાળા બની છ મહિના સુધી તેની સાધના કરનાર પોતાના મુખકમળમાંથી નીકળતી ધૂમ-શિખાને દેખે છે, એક વરસ સુધી ધ્યાન કરનાર સાધક જ્વાલા દેખે છે અને પછી વિશેષ સંવેગ પામેલો સર્વજ્ઞનું મુખ-કમલ દેખે છે. ત્યાર પછી આગળ વધતા વધતા અભ્યાસથી કલ્યાણ કરનાર, મહિમાવાળા અતિશયોથી યુક્ત પ્રભામંડળમાં રહેલા જાણે સાક્ષાત્ સર્વજ્ઞ જ હોય, તેમ સર્વજ્ઞનાં દર્શન કરે છે. પછી તે સર્વજ્ઞના સ્વરૂપ વિષે સ્થિર મન કરીને તેવો આત્મા સંસાર-અટવીનો ત્યાગ કરીને સિદ્ધિ-મંદિરમાં આરૂઢ થાય છે. // ૪૭ – પ૬ // માયાબીજ ફૂલૈં જણાવ્યું, હવે ‘’ વિદ્યા કહે છે -- ८२८ शशिबिम्बादिवोद्भूतां, स्रवन्तीममृतं सदा ।। વિદાં “ફર્વી' રૂતિ માન, થેન્ ન્યાપારમ્ | ૧૭ છે ટીકાર્થ:- ચંદ્ર બિંબથી જ ઉત્પન્ન થએલી હોય તેવી ઉજ્જવલ, નિરંતર અમૃત ઝરતી, 'સ્વ' નામની વિદ્યાને પોતાના લલાટ-સ્થાનમાં સ્થાપન કરી સાધકે કલ્યાણ માટે તેનું ધ્યાન કરવું. // પ૭ || તથા -- ८२९ क्षीराम्भोधेर्विनिर्यान्ती, प्लावयन्ती सुधाम्बुभिः ।। भाले शशिकलां ध्यायेत्, सिद्धिसोपानपद्धतिम् ॥ ५८ ॥ ટીકાર્ય - ક્ષીરસમુદ્રથી નીકળતી, અમૃતજળથી ભીંજવતી, મોક્ષરૂપ મહેલના પગથિયાની શ્રેણી સરખી ચંદ્રકળાનું સાધકે લલાટના વિષે ધ્યાન કરવું. // પ૮ // આના ધ્યાનનું ફલ કહે છે -- ८३० अस्याः स्मरणमात्रेण, त्रुट्यद्भवनिबन्धनः । प्रयाति परमानन्द-कारणं पदमव्ययम् ટીકાર્ય - સાધક ચંદ્રકળાના સ્મરણ માત્રથી સંસારના કારણરૂપ કર્મોને તોડતો પરમાનંદના કારણરૂપ શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. આ પ૯ છે તથા -- ८३१ नासाग्रे प्रणवः शून्यम्, अनाहतमिति त्रयम् । . ध्यायन् गुणाष्टकं लब्ध्वा, ज्ञानमाप्नोति निर्मलम् ॥ ६० ॥
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy