________________
૪૯૦
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
६९५ त्वरितो वरुणे लाभः चिरेण तु पुरन्दरे ।
जायते पवने स्वल्पः, सिद्धोऽप्यग्नौ विनश्यति ॥२३३ ॥ ટીકાર્થઃ- (પ્રશ્નનો ઉત્તર આપનારને) વરુણ-મંડળનો ઉદય ચાલતો હોય, તરત લાભ થાય, પુરંદર-પૃથ્વી મંડળ ચાલતું હોય, તો લાંબા કાળ, પવન-મંડળ ચાલતું હોય, તો અલ્પ લાભ થાય અને અગ્નિ-મંડળ ચાલતું હોય તો, સિદ્ધ થયેલ કાર્યનો પણ વિનાશ થાય. ૨૩૩ // તથા -- ६९६ आयाति वरुणे यातः, तत्रैवास्ते सुखं क्षितौ ।
प्रयाति पवनेऽन्यत्र, मृत इत्यनले वदेत् 1. ૨૩૪ છે. ટીકાર્થ :- ગ્રામાન્તર ગયેલા માટે વરુણ-મંડળ ચાલુ હોય ત્યારે પ્રશ્ન કરે, તો તે શીધ્ર પાછો આવશે. પુરંદરમંડલમાં તે જ્યાં ગયો છે, ત્યાં સુખી છે, પવન-મંડળમાં ત્યાંથી બીજે ગયો છે અને અગ્નિમંડળમાં મૃત્યુ પામ્યાનો જવાબ આપવો. || ૨૩૪ || તથા -- ६९७ दहने युद्धपृच्छायां, युद्धं भङ्गश्च दारुणः
मृत्युः सैन्यविनाशो वा, पवने जायते पुनः ॥२३५ ॥ ટીકાર્થ:- અગ્નિમંડળમાં યુદ્ધ-વિષયક પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભયંકર યુદ્ધ, હાર મળે, પવન મંડળમાં પ્રશ્ન કરે, તો જેના માટે પ્રશ્ન કર્યો હોય, તેનું મરણ અગર સૈન્ય-વિનાશ થાય. / ૨૩૫ //. તથા -- ६९८ महेन्द्रे विजयो युद्धे, वरुणे वांछिताधिकः
रिपुभङ्गेन सन्धिर्वा, स्वसिद्धिपरिसूचकः ॥२३६ ॥ ટીકાર્થ:- મહેન્દ્ર-મંડળ એટલે પૃથ્વીતત્ત્વમાં પ્રશ્ન કરે, તો યુદ્ધમાં વિજય, વારુણ-મંડળમાં મનોવાંછિત કરતાં અધિક લાભ તથા શત્રુભંગ કે સુલેહ વડે પોતાની સિદ્ધિ સૂચવે છે. ll ૨૩૬ // તથા -- ६९९ भौमे वर्षति पर्जन्यो, वरुणे तु मनोमतम् ।
पवने दुर्दिनाम्भोदा, वह्नौ वृष्टिः कियत्यपि ॥२३७ ॥ ટીકાર્થ - વરસાદ-વિષયક પ્રશ્ન પાર્થિવ-મંડળમાં કરે, તો વરસાદ થશે. વરુણ-મંડળમાં પ્રશ્ન કરે, તો મનોવાંછિતથી અધિક વરસાદ વરસે, પવન-મંડળમાં વાદળાંઓથી અંધકાર ઘેરાય, પણ વરસે નહીં અને અગ્નિમંડળમાં થોડો વરસાદ થાય. ! ૨૩૭ તથા -- ७०० वरुणे सस्यनिष्पत्तिः, अतिश्लाध्या पुरन्दरे ।
मध्यस्था पवने च स्यात् न स्वल्पाऽपि हुताशने ॥२३८ ॥ ટીકાર્થઃ- ધાન્ય નિષ્પત્તિ-વિષયક વરુણ-મંડળમાં પ્રશ્ન કરે, તો ધાન્ય-નિષ્પત્તિ થાય. પુરંદર-મંડલમાં ઘણી જ