SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५९७ क्षुत-विण्मेद-मूत्राणि, भवन्ति युगपद् यदि । मासे तत्र तिथौ तत्र, वर्षान्ते मरणं तदा ॥१३५ ॥ ટીકાર્થ:- જે મનુષ્યને એકી સાથે છીંક, વિષ્ટા, વિર્યસ્રાવ અને મૂત્ર થઈ જાય, તો તેનું તે વર્ષના અંતે, તે જ મહિને અને તે જ દિવસે મૃત્યુ થાય.// ૧૩૫ /. તથા - ५९८ रोहिणी शशभृल्लक्ष्म, महापथमरुन्धतीम् । ध्रुवं च न यदा पश्येद्, वर्षेण स्यात् तदा मृतिः ॥१३६ ॥ (“અરુન્ધત ઘુવં ચૈવ, વિષ્ણસ્ત્રી પાનિ | क्षीणायुषो न पश्यन्ति, चतुर्थं मातृमण्डलम् ॥ अरुन्धती भवेत् जिह्वा, ध्रुवो नासाग्रमुच्यते । તારા વિષ્ણુપર્વ છો , મૂવી ચામાતૃમાનમ્ ) ટીકાર્ય :- રોહિણી નક્ષત્ર, ચંદ્રલાંછન, છાયા પથ-આકાશ માર્ગ, અરુંધતી (વશિષ્ઠ-ભાર્યા), ધ્રુવ, બે આંખનો મધ્ય ભાગ (નાસાગ્રો, આ સર્વેને કે એકલાને સારી નજરવાળો ન દેખે તો એક વર્ષમાં મૃત્યુ થાય. લૌકિકો પણ કહે છે કે - “ક્ષીણ થયેલા આયુષ્યવાળા અરુંધતી એટલે જિલ્લા, ધ્રુવ એટલે નાસાગ્ર ભાગ, વિષ્ણુનાં ત્રણ પગલાં આકાશ) અને ચોથું બે આંખનો મધ્યભાગ ન દેખી શકે. અરુંધતી એટલે જીભ, ધ્રુવ એટલે નાસિકાનો અગ્ર ભાગ, તારા એટલે આકાશ અને ભૂ એટલે બે આંખનો મધ્યભાગ સમજવો. તે ૧૩૬ // स्वप्ने स्वं भक्ष्यमाणं श्व-गृध्र-काक-निशाचरैः । उह्यमानं खरोष्ट्राद्यैर्यदा पश्येत् तदा मृतिः ॥१३७ ॥ ટીકાર્થ:- શ્વાન, ગીધ, કાગડા, રાત્રે રખડનાર નિશાચર આદિ વડે પોતાને ભક્ષણ કરાતો કે ગધેડા, ઉંટ, કૂતરા, વરાહ આદિ વડે ઉંચકાતો કે ખેંચાતો સ્વપ્રમાં દેખે તો એક વર્ષે મૃત્યુ થાય. વર્ષની અનુવૃત્તિ આગલા શ્લોકથી ચાલી આવે છે. // ૧૩૭ / તથા – ६०० रश्मिनिर्मुक्तमादित्यं, रश्मियुक्तहविर्भुजम् ।। यदा पश्येद् विपद्येत, तदैकादशमासतः ॥१३८ ॥ ટીકાર્થ:- બીજાઓ કિરણ-સહિત સૂર્યને દેખતા હોય, ત્યારે પોતે સૂર્યને કિરણ વગરનો જુએ અને અગ્નિને કિરણ-સહિત દેખે, તો અગીયાર મહિને મૃત્યુ થાય. // ૧૩૮ !! તથા - ६०१ वृक्षाग्रे कुत्रचित् पश्येद्, गन्धर्वनगरं यदि । पश्येत् प्रेतान् पिशाचान् वा, दशमे मासि तन्मृतिः॥१३९ ॥ ટીકાર્થઃ- કોઈક સ્થાને કે વૃક્ષની ટોચે ખરેખર નગર સરખું ગંધર્વ-નગર કે પ્રેત, પિશાચોને સાક્ષાત દેખે, તો દસમે મહિને મૃત્યુ થાય. / ૧૩૯ll
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy