________________
પાંચમો પ્રકાશ, શ્લો.૧૧૧-૧૨૨
૪૭૩
ઉપસંહાર કરતાં કહે છે – ५७९ अध्यात्मं वायुमाश्रित्य, प्रत्येकं सूर्य-सोमयोः ।
વધ્યાલયોન, નાનીથાતું, વત્નનિયમ્ | ૭ | ટીકાર્થ :- શરીરની અંદર રહેલા વાયુને આશ્રીને સૂર્ય-ચંદ્રના વાયુનો અભ્યાસ કરી કાલનો નિર્ણય જાણવો. || ૧૧૭ ||
બાહ્ય કાલ-લક્ષણ જણાવે છે५८० आध्यात्मिकविपर्यासः, सम्भवेद् व्याधितोऽपि हि ।
तन्निश्चयाय बध्नामि, बाह्यं कालस्य लक्षणम् ॥११८ ॥ ટીકાર્થ - કદાચ વ્યાધિ કે રોગ ઉત્પન્ન થવાથી પણ શરીર સંબંધી વાયુનો ફેરફાર થઈ જાય છે, માટે કાલજ્ઞાનનો નિશ્ચય કરવા કાલનું બાહ્ય લક્ષણ બાંધું છું. / ૧૧૮ ५८१ नेत्र-श्रोत्र-शिरोभेदात्, स च त्रिविधलक्षणः ।
निरीक्ष्यः सूर्यमाश्रित्य, यथेष्टमपरः पुनः ॥११९ ॥ ટીકાર્થ :- નેત્ર, કાળ અને મસ્તકના ભેદથી ત્રણ પ્રકારના લક્ષણને જણાવનારા આ બાહ્ય કાળને સૂર્યને અવલંબીને જોવો અને તે સિવાય અન્ય કાળના ભેદને પોતાની ઈચ્છા પ્રમાણે જોવો. | ૧૧૯ ||
તેમાં નેત્ર લક્ષણ કહે છે५८२ वामे तत्रेक्षणे पद्मं, षोडशच्छदमैन्दवम्
जानीयाद् भानवीयं तु, दक्षिणे द्वादशच्छदम् ॥१२० ॥ ટીકાર્થ :- ડાબા નેત્રમાં સોળ પાંખડીવાળું ચંદ્ર વિકાસી કમળ વિચારવું. જમણા નેત્રમાં બાર પાંખડીવાળું સૂર્ય-વિકાસી કમળ ભાવવું. તે ૧૨૦ ५८३ खद्योतद्युतिवर्णानि, चत्वारि च्छदनानि तु ।
प्रत्येकं तत्र दृश्यानि, स्वाङ्गलीविनिपीडनात् ॥१२१ ॥ ટીકાર્થ - ગુરુના ઉપદેશાનુસાર પોતાની અંગુલીઓથી આંખ દબાવીને દરેક કમળની ચાર પાંખડીઓ ઝળહળતી દેખવી. // ૧૨૧ ||. તેમાં - ५८४ सोमाधो भूलताऽपाङ्ग-घ्राणान्तिकदलेषु तु ।
નઈ મામૃત્યુ, પત્રિ-યુમૈમાતઃ | ૨૨૨ . ટીકાર્થ:-ચંદ્ર સંબંધી કમળમાં હેઠળની ચાર પાંખડીઓ ન દેખાય, તો છ મહિને ભૃકુટી પાસેની પાંખડી ન દેખાય, તો ત્રણ મહિને, આંખના ખૂણા તરફની પાંખડીઓ ન દેખાય, તો બે મહિને અને નાસિકા તરફની પાંખડીઓ ન દેખાય, તો એક મહિને મૃત્યુ થાય.૧૨૨
તથા –