________________
૪૭૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
તથા - ५७३ तथैव वायौ वहति, चतुर्विंशतिवासरीम् ।
विंशत्यभ्यधिके मृत्युर्भवेद् दिनशते गते ॥१११ ॥ ટીકાર્થ:- ચોવીશ દિવસ સુધી તે પ્રમાણે વાયુ એક નાડીમાં વહન ચાલુ રહે, તો એકસો વીસ દિવસે મૃત્યુ થાય. એકસો ચુમ્માલીશમાંથી ચાર છક્કા=૨૪ બાદ કરવાથી તેટલી સંખ્યા આવે. / ૧૧૧ // તથી – ५७४ पंचविंशत्यहं चैवं, वायो मासत्रये मृतिः
मासद्वये पुनर्मृत्यु, षड् विंशतिदिनानुगे || ૨૨૨ | ટીકાર્થ:-પચ્ચીશ દિવસ વાયુ ચાલુ રહે, તો ત્રણ મહિને મૃત્યુ થાય, એકસો વશમાંથી પાંચ છક્કા=૩૦ ઓછા કરવાથી તેટલા જ બાકી રહે તથા છવ્વીસ દિવસ વાયુ વહન થાય તો બે મહિને મૃત્યુ થાય. // ૧૧૨I/ તથા – . ५७५ सप्तविंशत्यहवहे, नाशो मासेन जायते
मासार्धेन पुनर्मृत्युरष्टाविंशत्यहानुगे ટીકાર્થ:સત્તાવીશ દિવસ પવન ચાલુ રહે, તો એક મહિને મૃત્યુ થાય. અઠ્ઠાવીસ દિવસ પવન ચાલે તો પંદર દિવસે મૃત્યુ થાય. / ૧૧૩ તથા – ५७६ નશિ, મૃતિઃ ચઢશનિ !
___त्रिंशद्दिनीचरे तु स्यात्, पञ्चत्वं पंचमेऽदिने ॥११४ ॥ ટીકાર્થ:- ઓગણત્રીસ દિવસ વાયુ ચાલે તો દશમે દિવસે મરણ અને ત્રીસ દિવસ સુધી વાયુ ચાલુ રહે, તો પાંચમે દિવસે મૃત્યુ થાય. // ૧૧૪ .
તથા -
५७७ एकत्रिंशदहचरे, वायौ मृत्युदिनत्रये ।
द्वितीयदिवसे नाशो, द्वात्रिंशदहवाहिनि ॥११५ ।। ટીકાર્ય - એકત્રીસ દિવસ પવન વહે, તો ત્રણ દિવસે અને બત્રીસ દિવસ પવન વહે, તો બે દિવસે મૃત્યુ સમજવું. / ૧૧પ
હવે સૂર્યનાડીના ચારનો ઉપસંહાર કરી ચંદ્રનાડીના ચારને કહે છે - ५७८ त्रयस्त्रिंशदहचरे, त्वेकाहेनापि पञ्चता
एवं यदीन्दुनाड्यां स्यात्, तदा व्याध्यादिकं दिशेत् ॥ ११६ ॥ ટીકાર્થ એ પ્રમાણે સૂર્યનાડીમાં તેત્રીશ દિવસ સુધી પવનચાલુ રહે, તો એક જ દિશામાં મૃત્યુ થાય. ચંદ્રનાડી એટલે ડાબી નાસિકામાં એ પ્રમાણે પવન ચાલુ રહે તો મૃત્યુ ન થાય, પરંતુ પૂર્વોક્ત વિધિ પ્રમાણે વ્યાધિ, મિત્રનાશ, મહાભય, સ્વદેશ-વિરહ, ધન-પુત્રાદિકનો નાશ, રાજ-વિનાશ, દુકાળ આદિ થાય. / ૧૧૬ |