________________
૪૬૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ટીકાર્ય - જન્મ નક્ષત્રમાં ચન્દ્રમાં હોય અને પોતાની રાશિથી સાતમી રાશિએ સૂર્ય હોય તથા ચંદ્રમાએ જેટલી જન્મરાશિ ભોગવી, તેટલી જ સૂર્ય સાતમી રાશિ ભોગવી હોય, ત્યારે પૌષ્ણ નામનો કાળ કહેવાય, તે પૌષ્યકાળ મૃત્યુનો નિર્ણય કરવામાં કારણભૂત છે. એટલે તે કાળમાં મૃત્યુનો નિર્ણય કરી શકાય છે. [ ૮૭ | તેવા કાળમાં સૂર્ય નાડીમાં પવન ચાલે, તે દ્વારા કાલ-જ્ઞાન કહે છે५५० दिनार्धं दिनमेकं च, यदा सूर्ये मरुद् वहन् ।
चतुर्दशे द्वादशेऽब्दे, मृत्यवे भवति क्रमात् ॥८८ ॥ ટીકાર્થ:- તે પૌષ્ણકાળમાં જો અર્થો દિવસ સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ચૌદમે વર્ષે અને આખો દિવસ ચાલે, તો બારમે વર્ષે મૃત્યુ થાય. // ૮૮ /
તથા -
५५१ तथैव च वहन् वायुः, अहोरात्रं द्वयहं त्र्यहम् ।
दशमाऽष्टम-षष्ठाब्देष्वन्ताय भवति क्रमात् ॥ ८९ ॥ ટીકાર્થ:- તેવી જ રીતે તે પૌષ્ણકાળમાં એક રાત્રિ-દિવસ, બે કે ત્રણ દિવસ સૂર્યનાડીમાં પવન ચાલે, તો અનુક્રમે દશમે, આઠમે કે છકે વર્ષે મૃત્યુ થાય / ૮૯ો
તથા -
५५२
वहन दिनानि चत्वारि, तुर्येऽब्दे मृत्यवे मरुत् ।
साशीत्यहःसहस्रे तु, पञ्चाहानि वहन् पुनः ॥ ९० ॥ ટીકાર્થ: તે જ પ્રમાણે ચાર દિવસ સુધી સૂર્યનાડીમાં પવન ચાલુ રહે, તો ચોથે વર્ષે અને પાંચ દિવસ ચાલુ રહે, તો એક હજાર, એંશી દિવસે એટલે ત્રણ વર્ષે મૃત્યુ થાય. // ૯૦ ||
તથા -
५५३ एकद्वित्रिचतुःपंच-चतुर्विंशत्यहःक्षयात्
षडादीन् दिवसान् पञ्च, शोधयेदिह तद् यथा ॥ ९१ ॥ ટીકાર્ય - એક સૂર્યનાડીમાં છ, સાત, આઠ, નવ, દસ દિવસ સુધી પવન વહેવાનો ચાલુ રહે, તો ૧૦૮૦ દિવસોમાંથી એક ચોવીશી, બે ચોવીશી, ત્રણ ચોવીશી, ચાર ચોવીશી અને પાંચ ચોવીશી અનુક્રમે ઘટાડે ! ૯૧ ૫. હવે ચાર શ્લોકો વડે વિસ્તારથી સમજાવે છે५५४ षटकं दिनानामध्यर्कं, वहमाने समीरणे
जीवत्यहां सहस्रं षट्पञ्चाशदिवसाधिकम् ॥ ९२ ॥ ટીકાર્ય - સૂર્યનાડીમાં છ દિવસ પવન ચાલુ રહે તો એક ચોવીશી ઓછી કરવાથી ૧૦૫૬ દિવસ જીવે. | ૯૨ |
તથા -