SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૨ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ५१६ ટીકાર્ય - અગ્નિતત્ત્વસ્વરૂપ દહન નામનો વાયુ ઉગતા સૂર્ય-સમાન લાલ વર્ણવાળો, અતિ ઉષ્ણ સ્પર્શવાળો, વંટોળીયા માફક ઉચે ચાર અંગુલ વહન થતો કહેલો છે. જે ૫૧ // કયા વાયુમાં કયું કાર્ય કરવું? તે કહે છે – ५१४ इन्द्रं स्तम्भादिकार्येषु, वरुणं शस्तकर्मसु वायुं मलिनलोलेषु, वश्यादौ वह्निमादिशेत् ॥ ५२ ॥ ટીકાર્થ:- પુરંદર વાયુ વહે, ત્યારે સ્તંભનાદિક કાર્યો, વરુણ વાયુમાં સારાં કાર્યો કરવાં, મલિન અને ચપળ કાર્યો પવન-વાયુમાં, વશીકરણ આદિ કાર્યો અગ્નિ નામનો વાયુ ચાલતો હોય ત્યારે કરવાં. પર હવે પ્રારંભ કરેલા કાર્યમાં કાર્યપ્રશ્ન સમયે જે વાયુ વહન થતો હોય, તેનું ફલ ચાર શ્લોકોથી કહે છે - ५१५ છત્ર-ચાર-હત્ય-રામ- રાતિસંપદ્દમ્ | मनीषितं फलं वायुः, समाचष्टे पुरन्दरः ॥५३ ॥ રામ-રીન્યવિસંપૂ, પુત્રદ્ધનનબન્યુમિઃ | સોરે વસ્તુના વાપિ, યોગ વરુપ: ક્ષાત્ | ૨૪ | ५१७ कृषि-सेवादिकं सर्वमपि सिद्धं विनश्यति मृत्युभी: कलहो वैरं, त्रासश्च पवने भवेत् ५१८ भयं शोकं रुजं दुःखं, विघ्नव्यूहपरम्पराम् संसूचयेद् विनाशं च, दहनो दहनात्मकः ॥ ५६ ॥ ટીકાર્થ -પુરંદરનામનો વાયુ વહન થતો હોય તે વખતે કોઈ પ્રશ્ન કરે તો અગર પોતે કાર્યારંભ કરે તો, છત્ર, ચામર, હાથી, ઘોડા, આરામ, રામ, રાજ્યાદિ સંપત્તિની અને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જળતત્ત્વ અગર વર્ણવાયુ વહેતો હોય, ત્યારે પ્રશ્ન કરે કે કાર્યારંભ કરે તો તરત વલ્લભ સ્ત્રી, સંપૂર્ણ રાજ્યાદિ, પુત્ર, સ્વજન, બંધુઓ અને સારભૂત ઉત્તમ વસ્તુઓની સાથે યોગ કરાવે. પ્રશ્ન કે કાર્યારંભ સમયે પવન નામનો વાયુ વહેતો હોય, તો તૈયાર થયેલી ખેતી, સેવા આદિ સર્વ કાર્ય ફળ દેવાની તૈયારીમાં હોય તો, તે નિષ્ફળ થાય છે અને મહેનત છૂટી પડે છે તથા મૃત્યુ-ભય, કજિયો, વૈર અને ત્રાસ થાય છે. દહન-સ્વભાવવાળો અગ્નિ નામનો વાયુ વહેતો હોય, ત્યારે પ્રશ્ન કે કાર્યારંભ કરે તો ભય, શોક, રોગ, દુઃખ વિદ્ગ-સમૂહની પરંપરા અને ધન-ધાન્યાદિનો વિનાશ સૂચવે છે. પ૩-૫૪-૫૫-૫૬ //. આ ચારે વાયુનું અતિસૂક્ષ્મ ફળ બતાવે છે - ५१९ शशाङ्क-रविमार्गेण, वायवो मण्डलेष्वमी । विशन्तः शुभदाः सर्वे, निष्कामन्तोऽन्यथा स्मृताः ॥ ५७ ॥ ટીકાર્થ:- ચંદ્ર અને સૂર્ય એટલે ડાબી અને જમણી નાડીમાં આ ચારે મંડળમાં પ્રવેશ કરતા પુરંદરાદિક સર્વ વાયુઓ શુભફળ અને બહાર નીકળતા અશુભ ફળ આપનાર થાય છે. | પ૭ II પ્રવેશ અને નિર્ગમમાં શુભ તથા અશુભપણાનું કારણ કહે છે –
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy