________________
૪૫૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
४८७
જળ અને કાદવમાં ચાલે, તો પણ તેનાથી સ્પર્શાય નહિ તથા કાંટા કે અગ્નિમાં ઉપદ્રવ પામ્યા વગર સીધા માર્ગ માફક ચાલી શકે તથા વ્યાન વાયુ વશ કરવાથી ઠંડી-ગરમીની અસર ન થાય, શરીરની કાંતિ વૃદ્ધિ પામે અને આરોગ્યતા પ્રાપ્ત કરે. || ૨૪ || દરેક પ્રાણ જિતવાનાં જુદાં ફલ બતાવીને સર્વ વાયુ જિતવાનું સામટું ફલ બતાવે છે -
यत्र यत्र भवेत् स्थाने, जन्तो रोगः प्रपीडकः
तच्छान्त्यै धारयेत् तत्र, प्राणादिमरुतः सदा ॥ २५ ॥ ટીકાર્ય - જીવને શરીરના જે જે ભાગમાં પીડા કરનાર રોગ થયો હોય, તે તે રોગની શાંતિ માટે તે તે ઠેકાણે પ્રાણાદિ વાયુઓને હંમેશાં રોકી રાખવા. / ૨૫ //
આગળ જણાવેલનો ઉપસંહાર કરીને હવે આગળ સાથે સંબંધ જોડતાં કહે છે - ४८८ एवं प्राणादिविजये, कृताभ्यासः प्रतिक्षणम् ।
धारणादिकमभ्यस्येत्, मनःस्थैर्यकृते सदा ॥ २६ ॥ ટીકાર્થ:- આ પ્રમાણે પ્રાણાદિ વાયુનો વિજય કરવા માટે વારંવાર અભ્યાસ કરીને મનની સ્થિરતા કરવા માટે ધારણા આદિકનો અભ્યાસ કરવો. ૨૬ +
હવે ધારણા આદિની વિધિ પાંચ શ્લોકોથી સમજાવે છે - ४८९ उक्तासनसमासीनो, रेचयित्वाऽनिलं शनैः
आपादाङ्गुष्ठपर्यन्तं, वाममार्गेण पूरयेत् पादाङ्गष्ठे मनः पूर्वं, रुद्ध्वा पादतले ततः
पाणी गुल्फे च जङ्घायां, जानुन्यूरौ गुदे ततः ॥ २८ ॥ ४९१ लिङ्गे नाभौ च तुन्दे च, हृत्कण्ठ-रसनेऽपि च ।
तालु-नासाग्र-नेत्रे च, भ्रुवोर्भाले शिरस्यथ ॥ २९ ॥ ४९२ एवं रश्मिक्रमेणैव, धारयन्मरुता सह
स्थानात् स्थानान्तरं नीत्वा, यावद् ब्रह्मपुरं नयेत् ॥ ३० ॥ ४९३ ततः क्रमेण तेनैव, पादाङ्गष्ठान्तमानयेत्
नाभिपद्मान्तरं नीत्वा, ततो वायुं विरेचयेत् ॥ ३१ ॥ ટીકાર્ય - ચોથા પ્રકાશના અંતે બતાવેલ આસને બેસી ધીમે ધીમે પવન રેચક એટલે બહાર કાઢી, ડાબી નાસિકાથી પવન અંદર ખેંચીને પગના અંગુઠા ઉપર મનને રોકવું. (‘મન ત્યાં પવન' એ ન્યાયે પવન પણ તે સ્થળે રોકાય) પછી ક્રમસર પગનાં તળીયા ઉપર, પાનીમાં, પગની એડીમાં, જંઘામાં, ઘૂંટણમાં, સાથળમાં, ગુદામાં, ત્યાર પછી લિંગમાં, નાભિમાં, ઉદરમાં, હૃદયમાં, કંઠમાં, જીભ ઉપર, તાળવામાં, નાસિકાના ટેરવા ઉપર, નેત્રમાં, ભૂકુટિમાં, કપાળમાં અને મસ્તકમાં એમ એક પછી એક સ્થાનમાં આગળ વધતાં, વાયુની સાથે મનને છેવટે બ્રહ્મરંધ્ર પર્યત લઈ જવું, ત્યાર પછી તે જ ક્રમથી પાછા ફરીને પગના અંગુઠામાં મન સાથે પવનને લાવીને ત્યાંથી નાભિ-કમલમાં લઈ જઈ વાયુનો રેચક કરવો. // ૨૭-૨૮-૨૯-૩૦-૩૧ /
હવે ચાર શ્લોકોથી ધારણાનું ફલ કહે છે -
४९०