SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૩૧-૧૩૪ ૪૫૧ લાંબા સૂઈ જવું. શરીર સીધું કરેલું હોય અને બંને જંઘા તથા સાથળો લાંબા કરીને કે પહોળા કરીને સ્થિર રહેનારને હોય છે. તથા લંગડાશીયપણું તે કહેવાય છે, જેમાં મસ્તક અને બે પાનીઓ ભૂમિને સ્પર્શ કરે અને શરીર ભૂમિને અડકે નહિ. તથા સમસંસ્થાન, જે પાનીનો આગળનો ભાગ અને પગ વડે બંને વાળવા પૂર્વક પરસ્પર દબાવવું તે, તથા દુર્યોધાસન તે કહેવાય, જેમાં ભૂમિ પર મસ્તક સ્થાપન કરીને પગ ઊંચે રાખીને રહેવું, તે કપાલીકરણ એમ પણ કહેવાય છે. તે પ્રમાણે રહીને જો બે જંઘાનું પદ્માસન કરે, તો દંડપદ્માસન કહેવાય. તથા સ્વસ્તિકાસન તે કહેવાય, જેમાં ડાબો વાળેલો પગ જમણી જંઘાની વચ્ચે સ્થાપન કરે અને જમણો વાળેલો પગ ડાબી જંઘામાં વચ્ચે સ્થાપન કરે, યોગપટ્ટકના યોગથી જે થાય તે સોપાશ્રયાસન, તથા ક્રૌંચનિષદન, હંસ-નિષદન, ગરુડ-નિષદન આદિ આસનો, તે તે પક્ષીઓની બેઠક માફક બેસવું. તેવા આકારવાળા આસનો સમજવા. આ પ્રમાણે આસનનો વિધિ વ્યવસ્થિત નથી. // ૧૩૩ | ४६० जायते येन येनेह, विहितेन स्थिरं मनः । तत्तदेव विधातव्यमासनं ध्यानसाधनम् ॥ १३४ ॥ અર્થ જે જે આદરેલા આસનથી મનની સ્થિરતા થાય, ધ્યાનના સાધનભૂત તે તે આસનનું સેવન કરવું. / ૧૩૪ / ટીકાર્થ: ચરબીવાળા કે ચરબી વગરના, બળવાળા કે બળ વગરના પુરુષોને જે જે આસન કરવાથી મનની સ્થિરતા થાય, તેવાં તેવાં આસનો કરવા, જે માટે કહેલું છે કે “શાન્ત કરેલ છે પાપો જેમણે એવા કર્મ-રહિત મુનિઓએ સર્વ પ્રકારના દેશમાં, કાળમાં અને ચેષ્ટામાં વર્તતા હતા ત્યારે ઉત્તમ કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલું છે, તેથી શાસ્ત્રમાં દેશ, કાળ અને ચેષ્ટા એટલે આસનનો નિયમ નથી. જે પ્રમાણે યોગોમાં સારૂ ટકે, તે પ્રમાણે પ્રયત્ન કરવો. આમ કહેવાથી આસનોનું કથન કરવું નિરર્થક નથી. (ધ્યાનશતક ૪૦-૪૧) પ્રતિમાકલ્પીઓને આસનો નિયમથી કરવાનું વિધાન છે તથા બાર ભિક્ષુ-પ્રતિમાઓની અંદર આઠમી પ્રતિમામાં પણ આસનનો નિયમ કહેલ છે, તે આ પ્રમાણે : ઊર્ધ્વમુખ એટલે ચત્તો અથવા પાસું વાળીને સુવે, અથવા સરખો બેસે કે સુવે- એ પ્રમાણે સૂતો, બેઠો કે ઉભો રહીને દેવોના, મનુષ્યોના કે તિર્યંચોના ઘોર ઉપસર્ગોને મન અને શરીરથી ચલાયમાન થયા સિવાય નિશ્ચલપણે સહન કરે. આઠમી પ્રતિમામાં આ પ્રમાણે સાત અહોરાત્ર પ્રમાણ કાળ ગાળી બીજી એટલે નવમી પ્રતિમા (જેમાં ચોથભક્ત તપને પારણે આયંબિલ અને ગામ વિગેરેની બહાર રહેવું ઈત્યાદિ) આઠમી માફક કરે. વિશેષ એટલો છે કે, આ પ્રતિમામાં ઉત્કટ એટલે મસ્તક અને પાનીઓના આધારે માત્ર વચ્ચે સાથળ-વાંસાથી અદ્ધર રહીને અથવા “લંગડ’ એટલે વાંકા લાકડાની જેમ કેવળ પીઠ-વાંસાના આધારે (મસ્તક, પગ જમીનને ન સ્પર્શે તેમ અથવા દંડની જેમ પગ લાંબા કરીને સૂઈ રહીને ઉપસર્ગાદિ સહન કરે, દશમીમાં આ પ્રમાણે-ત્રીજી એટલે દશમી પ્રતિમા પણ એ એના જેવી જ છે. માત્ર તેમાં બેસવાની રીત ગાયને દોહ્યાની જેમ પગનાં આંગળનાં આધારે ઉભડક બેસવાનું છે. અથવા વીરાસનથી એટલે સિંહાસન ઉપર પગ નીચે લટકતા રાખીને ખુરશી પર બેઠા પછી ખુરશી કે સિંહાસન ખેંચી લેવામાં આવે, છતાં એ જ પ્રમાણે બેસી રહે તેમ, અથવા આમ્ર-કેરીની જેમ વક્ર શરીરે બેસવાનું છે. એમાંથી કોઈપણ આસને આ પ્રતિમા વહન કરી શકાય. (પંચાશક ૧૮/૧૫-૧૭) || ૧૩૪ || હવે આસનો ધ્યાનમાં સાધન જે પ્રમાણે બને છે, તે બે શ્લોકોથી કહે છે.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy