________________
૪૫૦
યોગશાસ્ત્રનો ગુરાનુવાદ
४५७ श्लिष्टाङ्गुली श्लिष्टगुल्फौ, भूश्लिष्टोरू, प्रसारयेत् ।
यत्रोपविश्य पादौ तद् दण्डासनमुदीरितम् ॥ १३१ ॥ અર્થ : જેમાં ભૂમિ ઉપર બેસીને આંગળીઓ, બે ઢીંચણ અને બે સાથળયુક્ત પગને પહોળા કરવા, તેને દંડાસન કહ્યું છે કે ૧૩૧ /
ટીકાર્થ : પગની અંગુલીઓ એકઠી રાખી ઘુંટીઓ એકઠી રાખી ભૂમિને સ્પર્શ કરે, તેમ સાથે બેસીને પગ લાંબા કરે, તે દંડાસન કહેવાય. પાતંજલ આ પ્રમાણે કહે છે– બેસીને આંગળીઓ જોડાએલી રહે, ઘુંટીઓ પણ જોડેલી હોય, સાથળ ભૂમિને સ્પર્શ કરતા હોય, પગ લાંબા કરે, તેવા દંડાસનનો અભ્યાસ કરો. / ૧૩૧ || હવે ઉત્કટિકાસન અને ગોદોહિકાસન કહે છે–
४५७ पुतपाÓिसमायोगे प्राहुरुत्कटिकासनम्
पार्ष्णभ्यां भुवस्त्यागे तत्स्याद्गोदोहिकासनम् ॥ १३२ ॥ અર્થ : પુત્ત(કુલા) અને પાનીના સંયોગથી ઉત્કટિકાસન થાય એમ કહ્યું છે તથા પાની દ્વારા ભૂમિનો ત્યાગ કરવો તે ગોદોતિકાસન થાય / ૧૩૨ //
ટીકાર્થ : કેડની નીચેના કુલાઓને પગની પાની સાથે નીચે ભૂમિ ઉપર અડકાવીને રાખવા, તે ઉત્કટિકાસન કહેવાય, જે આસનમાં પ્રભુ મહાવીરને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું હતું. કહેલું છે કે “ભિકા બહાર ઋજુવાલિકા નદીના કિનારે વૈશાખ શુદિ દશમીના દિવસે ત્રીજા પહોરે છ૪તપમાં શાલવૃક્ષ નીચે ઉત્કટિકાસને રહેલા હતા, ત્યારે કેવલજ્ઞાન થયું” એ જ આસનમાં બે પાનીઓ ભૂમિનો ત્યાગ કરે અને ગાય દોહનાર જે આસને બેસે, તે પ્રમાણેનું આસન ગોદોતિકાસન કહેવાય છે. પ્રતિમાકલ્પી મુનિઓએ આ આસન કરવાનું હોય છે. / ૧૩૨ || હવે કાયોત્સર્ગ કહે છે– ४५९ प्रलम्बितभुजद्वन्द्व-मूर्ध्वस्थस्यासितस्य वा ।
स्थानं कायानपेक्षं, यत् कायोत्सर्गः, स कीर्तितः ॥ १३३ ॥ અર્થ : બે હાથ લાંબા લટકતા રાખીને ઊભા, બેઠા કે સૂતાં કાયાની દરકાર વિનાના થવું તે કાયોત્સર્ગાસન છે. તે ૧૩૩ /
ટીકાર્થ : ઊભા, બેઠાં કે સૂતાં બે હાથ લાંબા લટકતા રાખીને, કાયાની દરકાર વગરના રહેવું તે કાયોત્સર્ગાસન. જિનકલ્પીઓ તથા છદ્મસ્થ તીર્થકરોને આ આસન હોય છે. તેઓ ઉભા ઉભા જ કાયોત્સર્ગ કરે છે. સ્થવિરકલ્પીઓ તો ઉભા, બેઠાં અને ઉપલક્ષણથી સૂતા સૂતા જેમ સમાધિ ટકે તેમ યથાશક્તિ કાયોત્સર્ગ કરે. એ પ્રમાણે સ્થાન, ધ્યાન, મૌનક્રિયા સાથે કાયાનો ત્યાગ, તે કાયોત્સર્ગ. અહીં જે આસનો બતાવ્યા તે તો દિશા માત્ર સમજવાં. આ સિવાય બીજાં પણ અનેક આસનો છે. તે આ પ્રમાણે- આમ્રના આકારપણે રહેવું તે આમ્રકુબ્બાસન. જેમ ભગવાન મહાવીર એકરાત્રિવાળી પ્રતિમા ધારણ કરીને રહેલા હતા, ત્યારે અધમ અસુર સંગમે વીશ ઉપસર્ગો કર્યા, તેને પ્રભુએ સમતા-પૂર્વક સહન કર્યા, તથા એક પડખે સૂઈ રહેવું તે ઉર્ધ્વમુખવાળાને, નીચા મુખવાળાને કે તિરસ્કૃ મુખવાળાને હોય છે. તથા દંડ માફક