________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧૦૫
४३७ વારિષણ નામના જિનેશ્વરોની પલ્યકાસનવાળી ૧૦૮ શાશ્વતી પ્રતિમાઓ છે. દરેક પ્રતિમા આગળ બબ્બે નાગકુમારો, યક્ષો, ભૂતો, કુંડધરોની પ્રતિમાઓ, બે બાજુ બે ચામર ધરનારા અને પાછળ એક છત્ર ધરનારની પ્રતિમા છે. તથા ઘંટા, ચંદન-ઘટ, ભંગાર, દર્પણ આદિ ભદ્રાસન, મંગળો, પુષ્પ-ચંગેરી,, પટલક, છત્ર, આસન પણ સાથે હોય છે. અહિં, સૂત્રમાં કહેલા આદેશથી બલ્બ વાવડીઓના આંતરે આંતરે બબ્બે બબ્બે રતિકર નામના પર્વતો છે, તે બત્રીશ પર્વતો ઉપર આગળ કહ્યા પ્રમાણે જિનભવનો છે. મહાપર્વના પવિત્ર દિવસે વંદન, નમસ્કાર કરતાં, સ્તુતિ કરતા, પૂજા કરતાં, જતા-આવતા, એવા વિદ્યાધરો તથા દેવતાઓ જેના મહોત્સવ કરે છે– એવી જિનપ્રતિમાઓ તેમાં બિરાજમાન છે તથા હજાર યોજન ઊંચા, દશ હજાર જોજન લાંબા-પહોળા, ઝલ્લરી સરખા, રત્નમય રતિકર નામના પર્વતો દીપની વિદિશામાં શોભી રહેલા છે. તે પર્વતોની ચાર દિશાઓમાં જંબૂદ્વીપ સરખા લાખ યોજનમાં શક્ર અને ઈશાન ઈન્દ્રની અગ્રદેવીઓની આઠ આઠ રાજધાનીઓ છે. તે રાજધાનીઓ નિર્મળ મણિરત્નોથી શોભાયમાન ફરતા કોટના વલયોવાળી છે અને તેમાં અનુપમ, અત્યંત રમણીય એવી રત્નમય પ્રતિમાઓથી પ્રતિષ્ઠિત જિનમંદિરો છે. આ પ્રમાણે વીશ અને બાવન શિખરો ઉપર રહેલાં જિનાયતનોની અમે સ્તુતિ કરીએ છીએ, અથવા ઈન્દ્રાણીઓની રાજધાનીમાં રહેલા બત્રીશ કે સોળ જિનાયતનોને હું નમસ્કાર કરું છું.
નંદીશ્વરદ્વીપની ચારે બાજુ વલયાકાર ફરતો નંદીશ્વર સમુદ્ર છે. ત્યાર પછી અરુણદ્વીપ, અણસમુદ્ર, પછી અરુણાભાસ દ્વીપ, અરુણાભાસ સમુદ્ર, પછી કુંડલ દ્વીપ, કુંડલ સમુદ્ર; પછી રુચક દ્વીપ, સેચક સમુદ્ર; ત્યાર પછી અરૂણવર દીપ અરૂણવર સમુદ્ર એ પ્રમાણે પ્રશસ્ત નામવાળા બમણા બમણા માપવાળા દીપો અને સમુદ્રો જાણવા છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર છે. આ દ્વીપસમુદ્રોની અંદર અઢી દ્વીપમાં દેવકુરુ અને ઉત્તરકુરુ સિવાય ભરત, ઐરાવત અને મહાવિદેહ એ કર્મભૂમિઓ છે.
કાલોદધિ, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના જળનો સ્વાદ જળ જેવો છે. લવણ સમુદ્રના જળનો સ્વાદ લવણરસ સરખો છે. વારુણોદધિ વિવિધ પ્રકારના મદિરાપાન સરખા સ્વાદવાળો છે, ક્ષીરસમુદ્રનું જળ, ખાંડ અને ઘી-આદિ સાથે ચોથા ભાગનું ગાયનું દૂધ હોય, તેના સરખા સ્વાદવાળું છે. ધૃત સમુદ્રનું જળ સારી રીતે પકાવેલા તાજા ઘીના સરખા સ્વાદવાળું હોય છે. બાકીના સમુદ્રોનું જળ તજ, તમાલપત્ર, એલચી અને નાગકેસરથી મિશ્રિત, તત્કાલ છેદેલી શેરડીનો રસ ત્રીજા ભાગે જેમાં હોય તેવા સ્વાદવાળું હોય છે. લવણ, કાલોદધિ અને સ્વયંભૂરમણ સમુદ્રમાં ઘણા મલ્યો અને કાચબા આદિ હોય છે. પરંતુ બીજામાં હોતા નથી.
તથા જંબૂદ્વીપમાં જધન્યથી ચાર તીર્થકરો, ચક્રવર્તીઓ, બળદેવો અને વાસુદેવો હંમેશા હોય છે ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થકરો અને ત્રીશ ચક્રવર્તીઓ હોય છે. ધાતકીખંડમાં અને પુષ્પકરાઈ ખંડમાં તેનાથી બમણા સમજવા.
તિચ્છલોકથી ઉપર નવસો યોજન ન્યૂન સાત રાજ-પ્રમાણ ઊર્વલોક છે. તેમાં સૌધર્મ, ઈશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અશ્રુત નામના બાર દેવલોકો છે. તેના ઉપર નવ રૈવેયક, તેના ઉપર વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજિત પૂર્વાદિદિશાના ક્રમે અને વચ્ચે સર્વાર્થસિદ્ધ, તેના ઉપર બાર યોજન દૂર પીસ્તાલીશ લાખ લાંબી-પહોળી ઈષપ્રાગભારા નામની પૃથ્વી અને તેજ સિદ્ધશિલા. તેના પણ ઉપરના ભાગમાં ત્રણ ગાઉથી આગળ ચોથા ગાઉના છઠ્ઠા ભાગમાં લોકના છેડા સુધી સિદ્ધો રહેલા છે.
તેમાં સમભૂતલ પરણિતળથી સૌધર્મ અને ઈશાન એ બે દેવલોક સુધી દોઢ રાજ, સનકુમાર અને