SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ચોસઠહજાર યોજન ઉંચા, એક હજાર યોજન ઉડા, દશ હજાર યોજન નીચેનાં વિસ્તારવાળાં, તેટલાં જ ઉપર વિસ્તારવાળા અને પલ્ય આકારવાળા પર્વતો છે. કેટલાક તો એમ કહે છે કે – વાવડીઓની વચ્ચે વચ્ચે બબ્બે પર્વતો છે, રતિકર પર્વતો, દશ હજાર યોજન લાંબા-પહોળા, હજાર યોજન ઉંચા, સર્વરત્નમય ઝાલરઘંટની આકૃતિવાળા પર્વતો છે. ત્યાં દક્ષિણમાં શક્ર ઈન્દ્રની અને ઉત્તરનાં બે પર્વતોમાં ઈશાન ઈન્દ્રની આઠ અગ્ર મહાદેવીઓની ચારે દિશામાં લાખયોજન પ્રમાણવાળી, દરકે જિનાયતનોથી વિભૂષિત એવી આઠ આઠ રાજધાનીઓ છે. તેનાં નામો અનુક્રમે આ પ્રમાણે જાણવા સુજાતા, સૌમનસા, અર્ચિ, માલી, પ્રભાકરા, પદ્મા, શિવા, શુચિ, અંજના, ભૂતા, ભૂતાવતંસા, ગૌસ્તૂપ, સુદર્શન, અમલા, અપ્સરા, રોહિણી, નવમી, તથા રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના, રત્નસંચયા, વસુ, વસુમિત્રા, વસુંધરા, નંદોત્તરા, નંદા, ઉત્તરકુરુ, દેવકુરું, કૃષ્ણા, કૃષ્ણરાજિ, રામા, રામરક્ષિતા; અગ્નિખૂણાના ક્રમથી જાણવી. ત્યાં સર્વસંપત્તિવંત દેવો પોતપોતાના પરિવાર સાથે પુણ્ય-પર્વ દિવસોમાં આવીને દેવો, અસુરો અને વિદ્યાધરાદિકોને પૂજનીય એવા જિનમંદિરોમાં હર્ષિત મનવાળા થઈ અષ્ટાદ્ધિકા-મહોત્સવો કરે છે. અહિં અંજનગિરિમાં ચાર અને દધિમુખ પર્વતોમાં સોળ મળી વીશ જિનાયતનો તથા રતિકર પર્વતો પર બત્રીશ એ પ્રમાણે ગિરિશિખરોમાં બાવન અને રાજધાનીઓમાં બત્રીશ જિનાયતનો છે. કેટલાક તો સોળ માને છે. આ અર્થને પુષ્ટ કરનારી પૂર્વાચાર્યોની ગાથાઓના અર્થ કહેવાય છે.: જ્યાં હંમેશા દેવ-સમુદાયો વિલાસ અને પ્રભુભક્તિમાં આનંદ માણી રહેલ છે, એવો નંદીશ્વર નામનો આઠમો દ્વીપ ૧૬૩૮૪00000 એક્સો ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ યોજન લંબાઈ-પ્રમાણ છે. ત્યાં પૂર્વાદિ ચારે દિશામાં પાડાના શિંગડા સરખા શ્યામવર્ણવાળા ૮૪000 યોજન ઉંચા, એક હજાર યોજન મૂળમાં, ભૂમિતળમાં દસ હજાર અને તેની ઉપરના ભાગોમાં ચોરાણેસો અને છેક ઉપર એક હજાર યોજન પહોળા, ૩/૨૮, ક્ષયવૃદ્ધિ-અધિકતાવાળા પૂર્વ દિશામાં દેવરમણ, દક્ષિણમાં નિત્યોદૂધોત, પશ્ચિમમાં સ્વયંપ્રભ, ઉત્તરદિશામાં રમણીય એવા ચાર પર્વતો છે. અંજનપર્વતોથી એક લાખ યોજન દૂર ચાર દિશામાં હજાર યોજન ઊંડાઈ વાળી, મત્સ્ય વગરના નિર્મળ જળવાળી વાવડીઓ છે. પૂર્વાદિ પ્રત્યેક દિશાઓમાં ચાર ચાર વાવડીઓનાં નામો અનુક્રમે આ પ્રમાણે જાણવાં ૧ નંદિષેણા ૨ અમોધા, ૩ ગોસ્તુપા ૪. સુદર્શના, ૫ નંદોત્તરા, ૬ નંદા, ૭ સુનંદા, ૮ નંદિવર્ધના, ૯ ભદ્રા, ૧૦ વિશાલા, ૧૧, કુમુદા, ૧૨ પુંડરીકિણી, ૧૩ વિજ્યા, ૧૪ વૈજ્વતી, ૧૫ જયંતી, ૧૬ અપરાજિતા, ત્યાંથી આગળ પાંચસો યોજના ગયા પછી લાખ યોજના લાંબા અને પાંચસો યોજન પહોળા વનખંડો છે. પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સપ્તપર્ણવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન નામના વનો છે, વાવડીઓના મધ્યભાગમાં પાલા આકાર સરખા, સ્ફટિક રત્નમય, દશ હજાર યોજન પહોળા, એક હજાર યોજન જમીનમાં મૂળમાં, ચોસઠ હજાર યોજન ઊંચા સોળ દધિમુખ પર્વતો છે. અંજન અને દધિમુખ પર્વતો ઉપર સો યોજન લાંબા, પચાસ યોજન પહોળાં, બહોતેર યોજના ઊંચાં, વિવિધ પ્રકારની શોભાવાળાં, સુંદર ગોઠવણીવાળાં, નૃત્ય, ગીત, સંગીત આદિ સેંકડો પ્રકારની ભક્તિથી યુક્ત, તોરણ, ધ્વજા, મંગલાદિ સહિત જિનભવનો છે. એ ભવનોમાં દેવો, અસુરો, નાગકુમારો, સુપર્ણકુમારો, એવા દેવતાના નામવાળા કોટના દરવાજા છે, જેની ઊંચાઈ સોળ યોજન અને પહોળાઈ આઠ યોજન છે. દરેક ધારો, કળશો વિગેરે, આગલો મંડપ, પ્રેક્ષામંડપ, ગવાક્ષો, મણિપીઠ, સ્તૂપો, પ્રતિમાઓ, ચૈત્યવૃક્ષો, ધ્વજાઓ અને વાવડીઓમાંથી શોભાયમાન છે. તેના ઉપર જિનમંદિરના ગર્ભગૃહમાં ૮ યોજન ઊંચી, ૧૬ યોજન લાંબી, આઠ યોજન પહોળી મણિપીઠિકા છે અને અધિક પ્રમાણવાળા રત્નમય દેવચ્છેદો છે. તેમાં (૧) ઋષભ (૨) વર્ધમાન (૩) ચંદ્રાનન અને (૪)
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy