________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૬૮-૬૯
३९४ एक उत्पद्यते जन्तु - रेक एव विपद्यते
I
कर्माण्यनुभवत्येकः, प्रचितानि भवान्तरे
૫ ૬૮ ॥
અર્થ : જીવ એકલો જ ઉત્પન્ન થાય છે, એકલો જ મૃત્યુ પામે છે અને ભવાંત૨માં એકઠા કરેલા કર્મોને એકલો જ અનુભવે છે સહન કરે છે. II ૬૮ ||
-
૪૦૩
ટીકાર્ય : આ સંસારમાં કોઈની સહાય વગર આ જીવ એકલો જ શરીરના સંબંધનો અનુભવ કરે છે. એકલો જ શરીરનો વિયોગ એટલે મૃત્યુ પામે છે. પૂર્વે પોતે બાંધેલાં જ્ઞાનાવરણીયાદિ કર્મો પોતે એકલો જ ભોગવે છે. ભવાંતરમાં એમ કહ્યું, તે ઉપલક્ષણથી સમજવુ. કારણ કે આ જન્મમાં કરેલાં કર્મ આ જન્મમાં પણ ભોગવવાં પડે છે. ભગવંતે કહેલું છે કે, ‘પરલોકમાં કરેલાં કર્મો આલોકમાં ભોગવાય છે, તથા આલોકમાં કરેલાં કર્મો પણ આલોકમાં ભોગવાય છે' ! ૬૮ ॥
તથા
३९५ अन्यैस्तेनार्जितं वित्तं भूयः सम्भूय भुज्यते 1
સ વેજો નોકે, વિજ્ઞયતે નિનમંમિઃ ૫ ૬૧ ॥
અર્થ : તે જીવે મેળવેલું ધન બીજાઓ ભેગા થઈને ભોગવે છે, પરંતુ તે એકલો જ નરકના ખોળામાં પોતાના કર્મોના ઉદયથી ક્લેશ પામે છે. || ૬૯ |
ટીકાર્થ : મહાઆરંભ અને પરિગ્રહાદિથી ઉપાર્જન કરેલ ધનનો, સંબંધી, બંધુઓ, નોકરો આદિ એકઠા થઈ ભોગવટો ભાગ-વહેંચણી આદિ કરે છે અને પાપ કરીને ધન ઉપાર્જન કરનાર એકલો (ધન ભોગવનાર લોક સિવાયનો) નરકમાં પોતાના કરેલાં પાપકર્મથી દુ:ખો ભોગવીને ક્લેશ અનુભવે છે. આંતરશ્લોકોનો ભાવાર્થ
દુઃખ-દાવાનળથી ભયંકર વિશાળ ભવ-અરણ્યમાં કર્માધીન આ એકલો જીવ રખડપટ્ટી કરે છે. ભલે બંધુ આદિ સંબંધીઓ જીવના સહાયકો થતા નથી, પરંતુ સુખ-દુઃખનો અનુભવ આપનાર આ શરીર તો સહાયક છે ને ? તેના સમાધાનમાં જણાવે છે કે, આ કાયા આગલા ભવમાં સાથે આવતી નથી કે ભવાંતરમાં સાથે જતી નથી, તો પછી આ અણગમતી રીતે ભેટી ગયેલી કાયા સહાયક કેવી રીતે થાય? ધર્મ અને અધર્મ એ બે તો નજીકના સહાયકો છે, એવી જો તમારી મતિ હોય તો આ વાત સત્ય નથી, કારણ કે, મોક્ષમાં ધર્મ કે અધર્મની સહાયતા નથી. તેથી શુભાશુભ કર્મ કરતો જીવ એકલો જ સંસારમાં પરિભ્રમણ કરે છે અને તે કર્મને અનુરૂપ શુભાશુભ ફળ ભોગવે છે તથા અનુત્તર એવી મોક્ષલક્ષ્મી એકલો જ ગ્રહણ કરે છે. ત્યાં કોઈ સંબંધ હોતો નથી. જે ભવમાં થનારૂં દુઃખ, તેમજ મોક્ષમાં થનારૂં સુખ તે એકલો જ ભોગવે છે તેમાં કોઈ સહાયક હોતું નથી. જેમ તરનાર એકલો હોય તો મોટા સમુદ્રનો તે ક્ષણવારમાં પાર પામી જાય છે, પણ હૃદય, હાથ, પગ આદિ એકઠા કરી જોડી રાખેલા હોય, અગર સાથે બીજો પરિગ્રહ રાખ્યો હોય તો પાર પામી શકતો નથી. તેવી જ રીતે ધન, દેહ આદિથી વિમુખ બનેલો સ્વસ્થ એકલો ભવ-સમુદ્રનો પાર પામી જાય છે. એકલો પાપ કરવાથી નરકમાં પડે છે. પુણ્ય કરનાર સ્વર્ગમાં એકલો જાય છે અને પુણ્યપાપના સમૂહનો ક્ષય થવાથી મોક્ષે પણ એકલો જ જાય છે. આમ સમજીને લાંબા કાળ સુધી નિર્મમત્વ મેળવવા માટે એકત્વ નામની ભાવનાનું ધ્યાન કરો. એકત્વ-ભાવના કહી.. || ૬૯ ||