SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૬ યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ કે, કોઈપણ ઉપાયથી કાયા આપત્તિ વગરની થાય. જેઓ મેરુપર્વતને દંડ અને પૃથ્વીને છત્રરૂપ બનાવવા સમર્થ છે, તેઓ પણ પોતાને કે બીજાને મૃત્યુથી બચાવવા સમર્થ નથી. કીડાથી માંડી દેવેન્દ્ર સુધી કોઈપણ ડાહ્યો માણસ કદાપિ એમ નહિ બોલે કે, “યમરાજાના શાસનમાં હું કાલને વંચન કરીશ.” વળી બુદ્ધિશાળીઓ યૌવનને પણ અનિત્ય જ માને. કારણ કે, બળ અને રૂપનું હરણ કરનાર વૃદ્ધાવસ્થા તેને જર્જરિત કરી નાંખે છે. યૌવન વયમાં જે કામિનીઓ કામની ઈચ્છાથી તમારી અભિલાષા કરતી હતી તે વૃદ્ધાવસ્થામાં અત્યંત ધૂત્કાર કરતી તમારો ત્યાગ કરે છે. જે ધન ઘણા જ કલેશ-પૂર્વક ઉપાર્જન કર્યું, ભોગવ્યા વગર રક્ષણ કર્યું, એવું ધનિકોનું ધન ક્ષણવારમાં નાશ પામે છે. આ ધનને ફીણની, પરપોટાની કે વીજળીની શાની ઉપમા આપવી ? કે, જે દેખતાં જ તરત અવશ્ય નાશ પામે છે. મિત્રો, બંધુઓ કે પોતાના સંબંધીઓ સાથેના સમાગમો પણ વિયોગવાળા જ છે. પોતાનો કે બીજાનો નાશ થાય, વિકૃતિ થાય કે અપકારમાં વિયોગ થાય. આ પ્રમાણે હંમેશાં અનિત્યતાને વિચારનાર આત્મા પુત્ર મૃત્યુ પામે તો પણ શોક ન કરે. નિત્યતાના ગ્રહ-વળગાડવાળા મૂઢ તો ભીંત ભાંગે તો પણ રૂદન કરવા લાગે. આ જગતમાં જીવોને આ શરીર, ધન, યૌવન, બાંધવો વગેરે માત્ર અનિત્ય નથી, પરંતુ સચેતન અને અચેતન સમગ્ર વિશ્વ પણ ઉત્પત્તિ ધર્મવાળું હોઈ અનિત્ય છે-એમ સન્ત પુરૂષો કહે છે. તે પ૭-૫૮-૫૯ // અનિત્યભાવનાનો ઉપસંહાર કરતા ઉપદેશ આપે છે३८६ इत्यनित्यं जगद्वृतं स्थिरचित्तः प्रतिक्षणम् । तृष्णाकृष्णाहिमन्त्राय, निर्ममत्वाय चिन्तयेत् ॥६० ॥ અર્થ : સ્થિર ચિત્તવાળા પુરૂષે આ મુજબ રાગરૂપ કાળોતરા સાપને માટે તંત્રતંત્ર સમાન નિર્મમતાને મેળવવા માટે અનિત્ય એવા જગતના સ્વરૂપનું પ્રતિક્ષણ ચિંતવન કરવું જોઈએ. || ૬૦ || ટીકાર્ય : આ પ્રમાણે સ્થિર ચિત્તવાળો બની નિર્મમત્વ મેળવવા માટે દરેક ક્ષણે જગતનું અનિત્ય સ્વરૂપ ચિંતવે, નિર્મમત્વ કેવું? તે કહે છે- તૃષ્ણા એટલે રાગ, તે જ કાળો સર્પ, તેના માટે મંત્ર-સમાન એવું નિર્મમત્વ. ૬૦ અનિત્યભાવના કહી. હવે અશરણભાવના કહે છે३८७ इन्द्रोपेन्द्रादयोऽप्येते यन्मृत्योर्यान्ति गोचरम् ।। મહો ! તેવત : શરષઃ શરીરિUTIK ? | ઘ | અર્થ : અહો ! ઇન્દ્ર વાસુદેવાદિ સઘળાય જે મૃત્યુને વશ થાય છે, તે મૃત્યુનો ભય પેદા થાય ત્યારે જીવોને શરણરૂપ કોણ ? | ૬૧ || ટીકાર્થ ઃ ઈન્દ્ર, વાસુદેવ, દેવતાઓ, મનુષ્યો વિગેરેને મૃત્યુને આધીન થવું પડે છે. આ કારણથી અંતસમયે જીવોને કોણ શરણભૂત થાય? અર્થાત્ ઈન્દ્ર સરખાને પણ મરણ સમયે કોઈ શરણભૂત થતું નથી. || ૬૧ // તથા ३८८ पितुर्मातुः स्वसुर्धातु-स्तनयानां च पश्यताम् । __ अत्राणो नीयते जन्तुः, कर्मभिर्यमसद्मनि ॥ ६२ ॥ અર્થ: આ અશરણ આત્મા કર્મો દ્વારા પિતા-માતા-ભગિની-બ્રાતા અને પુત્રોનાં દેખતાં જ યમરાજાનાં
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy