SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ પ્રકાશ, શ્લો.૫૫-૫૯ 4444 બાર ભાવનાઓ ૧. અનિત્યભાવના, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશૌચ, ૭ આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. ધર્મસ્વાખ્યાતતા, ૧૧. લોક, અને ૧૨ બોધિભાવના. ॥ ૫૫-૫૬ ॥ ‘તે આ પ્રમાણે' એમ કહીને પ્રથમ અનિત્યભાવનાનું સ્વરૂપ બતાવે છે ३८३ यत्प्रातस्तन्न मध्याह्ने यन्मध्याह्ने न तन्निशि ' निरीक्ष्यते भवेऽस्मिन् ही ! पदार्थानामनित्यता ॥ ५७ ॥ ३८४ शरीरं देहिनां सर्व-पुरुषार्थनिबन्धनम् I प्रचण्डपवनोद्धूत-घनाघनविनश्वरम् ३८५ कल्लोलचपला लक्ष्मी: संगमाः स्वप्नसंनिभाः । ૩૯૫ ॥ ૧૮ ॥ वात्याव्यतिकरोत्क्षिप्त- तूलतुल्यं च यौवनम् ॥ ५९ ॥ અર્થ : જે પદાર્થો સવારે છે, તે મધ્યાહ્નકાળમાં નથી. જે મધ્યાહ્નમાં છે, તે રાત્રિમાં નથી. ખરેખર, આ સંસારમાં પદાર્થોની અનિત્યતા દેખાય છે. || ૫૭ || સર્વ પુરુષાર્થના હેતુભૂત જીવોનું શરીર પ્રચંડ પવનથી વિખરાયેલા વાદળ જેવું વિનશ્વર છે. ॥ ૫૮ ॥ સંપત્તિ સમુદ્રના મોજાં જેવી ચપળ છે, સંયોગો સ્વપ્ન જેવા છે અને યૌવન પુષ્કળ પવનથી ઊંચે ફેંકાયેલા કપાસ તુલ્ય છે. ॥ ૫૯ ॥ ટીકાર્થ : જે સવારે હોય છે, તે મધ્યાહ્ને હોતું નથી. મધ્યાહ્ને હોય, તે રાત્રે હોતું નથી. આ ભવમાં જ આમ પદાર્થોની અનિત્યતા દેખાય છે. દરેક દેહધારીઓને આ શરીર સર્વ પુરુષાર્થોનું કારણ છે, પરંતુ તે શરીર તો પ્રચંડ વાયરાથી વિખરાએલા મેઘની માફક નાશ પામવાના સ્વભાવવાળું છે. પાણીનાં મોજાં સરખી લક્ષ્મી ચપળ છે. સંગમો સ્વપ્ન જેવા છે. અને યૌવન વંટોળીઆએ ઉડાડેલા રૂ સરખું ચપળ છે. આને લગતા આંત૨ શ્લોકોનો અર્થ જણાવે છે પોતાથી કે બીજાથી સર્વ દિશાઓથી આપત્તિઓ આવ્યા જ કરે છે. યમરાજાના દાંતના ચોકઠામાં રહેલા જંતુઓ કષ્ટથી જીવી રહેલા છે. ચક્રવર્તી, ઈન્દ્રાદિકના વજ્ર સરખા શરીરમાં પણ અનિત્યતા રહેલી છે, તો પછી કેળના ગર્ભ સરખા અસાર શરીરવાળાઓની કથા કરવાની જ કયાં રહી ? જે અસાર એવા શરીરમાં રહેવાની ઈચ્છા કરે છે તે ખરેખર જીર્ણ, સડી ગયેલાં સૂકાં પાંદડાંના બનાવેલા ચાડીયા પુરૂષના શરીરમાં રહેવા જેવી અભિલાષા કરે છે. મરણરૂપ વાઘના મુખ-કોટરમાં રહેલા શરીરધારીઓને મંત્ર-તંત્ર કે ઔષધ રક્ષણ કરવા સમર્થ નથી. વૃદ્ધિ પામતા જીવને પ્રથમ વૃદ્ધાવસ્થા અને ત્યાર પછી યમરાજા કોળીયો કરવાની ઉતાવળ કરે છે. ધિક્કાર થાઓ આ જીવોના જન્મોને ! યમરાજાને આધીન આ જીવને બરાબર જાણી લેવાય તો એક કોળીયો પણ ગ્રહણ કેવી રીતે કરાય ? પછી પાપકર્મ વિષયની વાત જ કયાં રહી? જેમ પાણીમાં પરપોટા ઉત્પન્ન થઈ થઈને વિનાશ પામે છે, તેમ ક્ષણવારમાં જ પ્રાણીઓનાં શરીરો ઉત્પન્ન થઈ વિનાશ પામે છે. ધનવાન કે દરિદ્ર, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ, સજ્જન કે દુર્જનને એકસરખી રીતે હરણ કરવા માટે યમરાજા પ્રવર્તે છે. તેને ગુણોમાં દાક્ષિણ્ય નથી, દોષોમાં દ્વેષ નથી. જેમ દવાગ્નિ અરણ્યોને, તેમ યમરાજા લોકોનો વિનાશ કરે છે. કુશાસ્ત્રોમાં મુંઝાએલો તું એવી શંકા ન કરીશ
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy