________________
ચતુર્થ પ્રકાશ, શ્લો.૧-૫
૩૬૯ અંધકારનો તેમ તેના પ્રતિપક્ષભૂત આત્મજ્ઞાન વડે કરીને દુઃખનો ક્ષય થાય છે. શંકા કરી કે કર્મક્ષયનું મુખ્ય કારણ તો તપ કહેલું છે. જે માટે કહેલું છે કે – “પૂર્વે ખરાબ વર્તનના યોગે બાંધેલા કર્મ જેનું પ્રતિક્રમણ કરેલું નથી, તેવા કર્મો ભોગવ્યા પછી જ મુક્તિ મળે છે. પણ ભોગવ્યા સિવાય મુક્તિ નથી. અથવા તો તપસ્યા કરીને કર્મ ખપાવે, તો મુક્તિ થાય' (દશર્વ. ચૂલિકા) તેના સમાધાનમાં જણાવે છે કે, આત્માના અજ્ઞાનથી થવાવાળું દુઃખ આત્માના વિશુદ્ધ જ્ઞાન વગર થતી તપસ્યા કે બીજાં અનુષ્ઠાન વડે છેદી શકાતું નથી. કારણકે જ્ઞાન વગરનું તપ અલ્પ ફળ આપનાર છે. કહેવું છે કે – અજ્ઞાની ક્રોડો વર્ષો સુધી તપ કરીને જે કર્મ ખપાવે, તે કર્મને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવો જ્ઞાની એક શ્વાસોચ્છવાસ માત્રમાં ખપાવે છે.” (બૃહ-કલ્પ-ભા. ૧૧૭૦) આથી નક્કી થયું કે બાહ્ય પદાર્થો કે ઈન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરી રત્નત્રયના સર્વસ્વભૂત એવા આત્મજ્ઞાનમાં પ્રયત્ન કરવો જોઈએ. જે માટે બીજામતવાળાઓ પણ કહે છે કે- “અરે ! આત્મા શ્રવણ કરવા યોગ્ય છે, માનવા-મનન કરવા લાયક છે અને ધ્યાન કરવા લાયક છે. (બૃહદારણ્ય ૪/૫/૬) આત્મજ્ઞાન આત્માથી લગાર પણ જુદું નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્માનાં પોતાના અનુભવરૂપે જ જાણી શકાય છે. આથી આનાથી બીજું કોઈ આત્મજ્ઞાન નથી, એ પ્રમાણે દર્શન ને ચારિત્ર પણ આત્માથી જુદાં નથી. આવા પ્રકારનો ચિતૂપ આત્મા જ્ઞાનાદિ નામોથી પણ બોલાવાય છે. શંકા કરી કે, બીજા વિષયોનો ત્યાગ કરી આત્મજ્ઞાન જ કેમ ખોળાય છે? બીજા વિષયોનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ દુઃખનો છેદ કરનાર નથી ? સમાધાન કરતાં જણાવે છે કે; નહિ, સર્વ વિષયોમાં આત્માનું જ પ્રધાનપણું છે. કર્મના કારણભૂત શરીરના પરિગ્રહમાં આત્મા જ દુઃખી થાય છે અને કર્મનો ક્ષય થાય તો તે જ આત્મા સિદ્ધસ્વરૂપ થવાથી સુખી થાય છે. || ૩ || એ જ વાત જણાવે છે – __३३० अयमात्मैव चिद्रूपः, शरीरी कर्मयोगतः
ध्यानाग्निदग्धकर्मा तु, सिद्धात्मा स्यानिरञ्जनः ॥ ४ ॥ અર્થ : ચેતન સ્વરૂપી આ આત્મા કર્મના યોગથી શરીરધારી છે તથા ધ્યાનરૂપ અગ્નિથી કર્મને બાળનારો અને નિરંજન એવો આ આત્મા જ સિદ્ધસ્વરૂપી (અશરીરી) છે. || ૪ ||
ટીકાર્થ : સકલ પ્રમાણોથી સિદ્ધ થયેલો આ આત્મા ચેતન-જ્ઞાનસ્વભાવવાળો છે. કારણકે જીવ ઉપયોગ-લક્ષણવાળો છે. તેમ જ એનો એ જીવ કર્મના યોગથી શરીરવાળો થાય છે, પણ બીજા વિષયો તેમ બનતા નથી. તેથી બીજાં વિષયોનું જ્ઞાન મેળવવાની જરૂર નથી. આત્મા જ શુકલધ્યાનાગ્નિથી કર્મ ઈંધનને બાળીને શરીરરહિત થાય છે, ત્યારે મુક્તસ્વરૂપ નિરંજન નિર્મળ થાય છે. || ૪ || તથા–
३३१ अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः ।
तमेव तद्विजेतारं मोक्षमाहुर्मनीषिणः ॥ ५ ॥ અર્થ : કષાયો અને ઈન્દ્રિયોથી જીતાયેલો આ આત્મા જ સંસાર છે તથા ઈન્દ્રિયોનો વિજય કરનારા અત્માને જ પંડિત પુરૂષોએ મોક્ષ કહ્યો છે || ૫ |
ટીકાર્થ : કષાયો અને ઈન્દ્રિયોને વશ બનેલો આ આત્મા જ નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવરૂપ સંસાર છે, અને તેનો તે જ આત્મા જો કષાયો અને ઈન્દ્રિયોને જિતનાર થાય, તો તે જ મોક્ષ છે. સ્વસ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજો કોઈ મોક્ષ નથી.” જે આનંદસ્વરૂપતા છે. તે આત્માનું પોતાનું સ્વરૂપ