________________
ચોથો પ્રકાશ
ધર્મ અને ધર્મીના ભેદનયને આશ્રીને આત્માનાં જ્ઞાનાદિ ત્રણ રત્નો મુક્તિના કારણપણે નિરૂપણ કરાયા. હવે અભેદનયને આશ્રીને આત્માના જ્ઞાનાદિ ત્રણ રત્નોનું એકત્વ જણાવે છે–
३२७ आत्मैव दर्शनज्ञान-चारित्राण्यथवा यतेः ।।
यत्तदात्मक एवैष-शरीरमधितिष्ठति ॥ १ ॥ અર્થ : સાધુનો આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. કેમ કે રત્નત્રયીરૂપ આત્મા જ શરીરમાં રહે છે. / ૧ /
ટીકાર્થ : મૂળ શ્લોકમાં “અથવા શબ્દ અભેદ એવો બીજો પ્રકાર જણાવવા માટે છે. આત્મા દર્શન, જ્ઞાન ચારિત્ર સ્વરૂપ છે, દર્શનાદિ આત્માથી જુદાં નથી. યતિનો આત્મા એમ સંબંધ જોડવો. દર્શન, જ્ઞાન, ચારિત્ર સ્વરૂપ આત્મા જ યતિના શરીરમાં રહેલો છે. જ્ઞાનાદિક આત્માથી જુદાં નથી, આત્મસ્વરૂપ છે, તેથી જ મુક્તિનાં કારણ બને છે. આત્માથી જુદાં હોય તો તે મુક્તિનાં કારણ બને નહિ. દેવદત્તનાં જ્ઞાનાદિ યજ્ઞદત્તને મુક્તિ આપનાર થાય નહિ, તેમ / ૧ // અભેદનું સમર્થન કરવા કહે છે – ३२८ आत्मानमात्मना वेत्ति, मोहत्यागाद्य आत्मनि ।
तदेव तस्य चारित्रं, तज्ज्ञानं तच्च दर्शनम् ॥ २ ॥ અર્થ : જે (આત્મા) મોહના ત્યાગથી આત્મામાં આત્મા વડે આત્માનાં સ્વરૂપને જાણે છે, તે આત્મજ્ઞાન જ આત્માનું ચારિત્ર-જ્ઞાન અને દર્શનરૂપ છે. | ૨ ||
ટીકાર્થઃ કર્મવાળા આત્માને આત્મા પોતે જ જાણે છે. આવું જ્ઞાન મૂઢજીવોને હોઈ શકતું નથી. માટે કહે છે કે મોહના ત્યાગથી થતું જ્ઞાન તે આત્મજ્ઞાન અનાશ્રવરૂપ હોવાથી ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને શ્રદ્ધારૂપ હોવાથી તે જ દર્શન છે. || ૨ || આત્મજ્ઞાનની સ્તુતિ કરે છે– ३२९ आत्माऽज्ञानभवं दुःख-मात्मज्ञानेन हन्यते ।
तपसाप्यात्मविज्ञान-हीनैश्छेत्तुं न शक्यते ॥ ३ ॥ અર્થ : આત્માના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્મજ્ઞાનથી જ નાશ પામે છે. આત્મજ્ઞાનથી રહિત જીવો વડે તપધર્મ વડે પણ તે દુ:ખનો નાશ થઈ શકતો નથી. || ૩ ||
ટીકાર્થ : આ સંસારમાં આત્માની સમજણ વગરનાને સર્વ પ્રકારનાં દુઃખો થાય છે. જેમ પ્રકાશથી