SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ४० યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ માંડી બેઠો હતો. પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબ (પૂ. સંઘસ્થવિર આ.ભ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ) વયોવૃદ્ધવયના કારણે સંમેલનના સ્થળે પધારી શકતા ન હતા, પૂજ્યશ્રી રોજના સંમેલનનો અહેવાલ વિગતવાર પૂજ્ય બાપજી મહારાજ સાહેબને સંભળાવતા. પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબ પણ પૂજ્યશ્રીના કહેવાની પદ્ધતિથી બહુ પ્રસન્ન થઈ ગયેલા. એક બે વખત પૂજ્યશ્રી મોડા પડેલા અને બીજા મુનિરાજને થયું કે હું વાત કરું પણ બાપજી મહારાજ સાહેબે ના પાડી દીધી. હમણાં 3ૐકાર આવશે અને તે વિગતે બધી વાત કરશે. તમે બધા અધૂરી અધૂરી વાત કરો છો. “ખરેખર ! પૂજ્યશ્રીની ધારણા શક્તિ અજોડ હતી. જે ક્રમમાં સંમેલનમાં ચર્ચા ચાલતી હતી તે જ ક્રમમાં પૂજ્યશ્રી બાપજી મહારાજને સંભળાવતા હતા, કેવી અદ્ભુત શક્તિ ? ભીલડીયાજી તીર્થનો પુનરુદ્ધાર તીર્થાધિપતિ ભીલડીયાજી પાર્શ્વનાથજી ભગવાનનું જિનાલય જીર્ણ-શીર્ણ હાલતમાં હતું અને તીર્થધિપતિ શ્રી ભારવટની નીચે બિરાજમાન હતા. દાદા ગુરુદેવશ્રીએ સંકલ્પ કર્યો તીર્થના પુનુરુદ્ધારનો અને તીર્થાધિપતિને મૂળનાયકના સ્થાને બિરાજિત કરવાનો. ભીલડીયાજી તીર્થના વ્યવસ્થાપકશ્રી જૂનાડીસા સંઘ અને તીર્થ કમિટીએ પૂજ્યશ્રીની વાતને વધાવી લીધી. નવા દહેરાસરની વાત નક્કી થઈ. પ્રશ્ન આવ્યો ભગવાનના ઉત્થાપનનો. લોકો જાત-જાતની ચર્ચા કરવા લાગ્યા. કોઈ કહેઃ પહેલા અમુક સંઘવાળા ભાઈઓ ભગવાનને લેવા આવેલા અને ત્યારે ભમરા છુટેલા. કોઈ કહેઃ બીજા એક આવા પ્રસંગે નાગ-નાગણીનું જોડકું નીકળેલું. પછી તેઓ ભવિષ્યવાણી કરતા. આ વખતે પણ આવું કંઈક થશે. પૂજયશ્રીની તીવ્ર મેધા આવા પ્રસંગે સરસ સમાધાન શોધી આપતી. પૂજ્યશ્રી આ બધી વાતો સાંભળ્યા પછી ટીપ્પણી કરતાં એ સમય અને આ સમય જુદો છે. ત્યારે લોકો પ્રભુને પોતાને ત્યાં લઈ જવા આવેલા જે અધિષ્ઠાયક દેવને મંજૂર ન હોય અને એ કારણે આવી ઘટનાઓ ઘટી હોય. અત્યારે આપણે પ્રભુજીને ઉત્થાપિત કરી બીજે ક્યાંય નથી લઈ જવાના. અહી જ નવીન જિનાલયમાં પરમાત્માને આપણે બિરાજમાન કરવાના છે. પછી તો એવો ભાવોલ્લાસ ઉમટ્યો કે પ્રભુની એ ચલપ્રતિષ્ઠાના ચડાવા બોલાયેલા. ભવ્ય દેવવિમાન જેવા જિનાલયમાં તીર્થાધિપતિ ભીલડીયાજી દાદાની પ્રતિષ્ઠા વિ. માં ૨૦૨૭ જેઠ સુદ ૮ના દાદા ગુરુદેવ આચાર્ય ભગવંત ભદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ૐકારસૂરીશ્વરજી મહારાજ અને પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ સુબોધસાગર સૂરીશ્વરજી મહારાજની પ્રભાવક નિશ્રામાં ખૂબ જ ઉત્સાહભેર થયેલી. બાળમુનિ 3ૐકાર વિજય મહારાજે વિ. સં. ૧૯૯૪ની સાલમાં ઝીંઝુવાડાના ચાતુર્માસમાં કલ્પસૂત્ર સુબોધિકા વાંચેલ. તેમની વાંચન - છટા અને અર્થ કરવાની નિપુણતા જોઈ શ્રોતાઓ આશ્ચર્ય વિભોર બની ગયેલા. એ ચોમાસું ઉતર્યે વિહારમાં પાટણમાં વિહર્ય પં. શ્રી કાન્તિવિજય મ.સા. મળેલા. વાતવાતમાં પંન્યાસજી મહારાજે પૂછયું, તમે કલ્પસૂત્ર ખિમશાહી જ વાંચેલુ ને? પૂજ્યશ્રી તે વખતે ચૌદ વર્ષની વયના બાળમુનિ કહે ના-ના મેં તો સુબોધિકા વૃત્તિ વાંચેલી. “અરે પણ તમને એ કેવી રીતે ફાવે ?' કેમ ન ફાવે ?' “સામો પ્રશ્ન ને લાગતું જ આમંત્રણ' કલ્પસૂત્ર સુબોધિકાનો અઘરામાં અઘરો ભાગ આપો અને જુઓ કેવું કડકડાટ વાંચુ છું. ભંડારમાંથી પ્રત મંગાવવામાં આવી. પંન્યાસજીએ સ્વપ્નવર્ણનનો સમાસપ્રચૂર ભાગ આપ્યો. આ બાજુ પ્રતનું એ પૃષ્ઠ હાથમાં આવતાં જ જાહનવીના પ્રવાહની પેઠે સૂત્રનો અને ટીકા પાઠનો અખ્ખલિત ઉચ્ચાર શરૂ થયો. એ સાથે જે મીઠી ગુજરાતીમાં અનુવાદ, પંન્યાસજી મહારાજ પ્રજ્ઞાનો આ ઉન્મેષ જોઈ પ્રસન્ન થઈ ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy