SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રીૐકારસૂરિ જીવનચરિત્ર ૩૯ મુનિવરનું મને સંતુષ્ટ થયું. બીજાની વાતનું સમન્વય સ્વીકારવાની ઉદારદષ્ટિની સાથો સાથ પોતાની વાતને તર્ક શુદ્ધ પ્રસ્થાપિત કરવાની કુનેહ પૂજ્યશ્રીમાં હતી. વાદ નિપુણતા વિ. સં. ૨૦૧૪ની સાલ અમદાવાદમાં મુનિ સંમેલનની કાર્યવાહી ચાલતી હતી. પૂજ્યશ્રી સંમેલનમાં ઉપસ્થિત હતા. વિદ્યાશાળાએ પૂજ્યપાદ બાપજી મહારાજ સાહેબને વંદન કરવા પ્રતિદિન જતા. તે વખતે વિદ્યાશાળામાં પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મહારાજ બિરાજમાન હતા. એક વખત આચાર્યદેવો તિથિ ચર્ચાની વાતે વળગ્યા, સંમેલન તિથિ ચર્ચા અંગે જ હતું. લક્ષ્મણસૂરિ મહારાજ કહે, આમા તમે કેટલા ઊંડા ઉતર્યા ? પૂજ્યશ્રી કહે, ચાલો આપણે ચર્ચા કરીએ, તમે રામચંદ્રસૂરિ મહારાજ થાવ અને હું બનું સાગરજી મહારાજ. દલીલોને એ રીતે આપણે જોઈએ. વાત સ્વીકારાઈ અને સામસામી દલીલો ચાલી. લક્ષ્મણસૂરિ મહારાજે કહ્યું તમે ગજબની દલીલો કરો છો ? તમને જીતવા મુશ્કેલ છે. પૂજ્યશ્રી એ તરત બાજી પલટી. લ્યો ત્યારે એમ કરો. હવે આપ સાગરજી મહારાજ થાવ અને હું રામચંદ્રસૂરિ મહારાજ બનું. પાછી દલીલ બાજી ચાલી. ને એમાં પણ ધારદાર અકાઢ્ય દલીલો. લક્ષ્મણ સૂરીશ્વરજી મહારાજ આશ્ચર્યચકિત થઈ ગયા. કમાલ છે તમારી શક્તિને ! આ હતી પૂજ્યશ્રીની વાદ નિપુણતા. નિર્ભિક વૃત્તિ વાવની બાજુમાં આવેલ ગામ માડકામાં બાજુ બાજુમાં બે જિનાલય. તેમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ અને શાંતિનાથ ભગવાન મૂળનાયક હતા. તેમાં શ્રી શાંતિનાથ ભગવાનનું જિનાલય જીર્ણ થયેલ હતું અને પૂજ્ય શ્રી માડકા પધાર્યા. શાંતિનાથ પ્રભુનું જિનાલય જીર્ણ થયેલ જોઈ પૂજ્યપાદશ્રીએ જીર્ણોદ્ધાર માટે પ્રેરણા કરી. સંઘના આગેવાનો કહે, સાહેબજી જિર્ણોદ્ધારનો વિચાર તો ક્યારનોય છે, પણ મંડપમાં રંગા બાપજી બિરાજમાન છે. હવે એમનું ઉત્થાપન થાય નહીં તો મંદિર નવેસર કેમ બનાવવું? ઉત્થાપન માટે એકવાર પ્રયત્ન પણ કરેલો. સોમપુરાએ ટાંકાણું હાથમાં લીધું ને તે માંદો પડ્યો. રાત્રે તે મરી ગયો. આ પછી બાપજીને ઉત્થાપન કરવાનો કોઈએ પણ વિચાર કર્યો નથી. પ્રયત્ન કરવાવાળાને તકલીફો થાય છે. પૂજ્યશ્રી કહે છે, જીર્ણોદ્ધાર માટે તીર્થંકર પ્રભુની પ્રતિમાનું ઉત્થાપન થઈ શકે તો અન્ય દેવ-દેવીઓનું કેમ ન થાય? પૂજ્યપાદશ્રીના પ્રભાવથી જાણકાર આગેવાનોએ કહ્યું, સાહેબજી આપને ઉચિત લાગે તેમ કરો. પૂજ્યશ્રીએ કહ્યું આપણે મંત્રોચ્ચાર કરી વિધિપૂર્વક ઉત્થાપન કરવું એટલે વ્યવસ્થિત કામ થઈ જશે. નિશ્ચિત કરેલો દિવસ આવી ગયો. ઝીઝુવાડાનાં બે મુમુક્ષઓ રાજેન્દ્ર (હાલ પં. રાજેશ વિ. મ. સા.) અને ભરત (હાલ પં. ભાગ્યેશ વિ. મ. સા.) પૂજ્યશ્રીની સાથે હતાં. આ મુમુક્ષુઓ સાથે પૂજ્યશ્રી દહેરાસરમાં પધાર્યા. મુમુક્ષઓના હાથે ઉત્થાપન કરાવી રંગા બાપજીને મંદિરના ચોકમાં આરસની દેરીમાં પધરાવી દીધા. પછી જિનાલયનું કાર્ય શરૂ થયું અને પરમતારક શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ પૂર્વક થઈ ધારણા શક્તિ વિ. સં. ૨૦૧૪ની સાલ અમદાવાદમાં મુનિ સંમેલનની કાર્યવાહી ચાલતી હતી. મુખ્ય આચાર્ય ભગવંતો પધારી ચૂક્યા હતા. અમદાવાદનો જ નહીં આખા ભારતનો જૈન સમાજ આ સંમેલન સામે મીટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy