________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૩૨-૧૩૪
૩૫૧ ચરબી, રૂધિર, હાડકાં આદિ ભરપૂર ભરેલા છે. / ૧૩૨ | તથા
३०४ बहिरन्तर्विपर्यासः स्त्रीशरीरस्य चेद् भवेत् ।
तस्यैव कामुकः कुर्याद्-गृध्रगोमायुगोपनम् ॥ १३३ ॥ અર્થ : જો સ્ત્રીના શરીરના બહારના અને અંદરના ભાગના વિપર્યાસ (ઉલટસુલટ) કરવામાં આવે તો કામીપુરૂષે ગીધ અને શિયાળથી તે શરીરનું રક્ષણ કરવામાં જ લીન થઈ જાય. || ૧૩૩ //
ટીકાર્થ : કદાચ જો સ્ત્રી-શરીરનો પલટો થઈ બહારનો ભાગ અંદર જાય અને અંદરનો ભાગ બહાર આવે, તો કામીઓએ રાત-દિવસ ગીધડા અને શિયાળથી તેનું રક્ષણ કરવું પડે. દિવસે ગીધડા માંસ દેખી ખાવા આવે અને રાત્રે શિયાળો આવે, તેઓને દૂર કરવામાં જ વ્યાકુળ બનવું પડે. પછી ભોગની વાત તો ક્યાં રહી? રાત-દિવસ રક્ષણ કરવામાં એવો વ્યાકુળ બની જાય, જેથી બીભત્સ શરીર સાથે ભોગની ચાહના ન કરે-ભોગકાળ મેળવી શકે નહિ. ૧૩૩ તથી
३०५ स्त्रीशस्त्रेणापि चेत् कामो-जगदेतज्जिगीषति ।
___ तुच्छपिच्छमयं शस्त्रं, किं नादत्ते स मूढधी: ? ॥ १३४ ॥ અર્થ કામદેવ જો સ્ત્રીરૂપ શસ્ત્રથી જ આ જગતને જીતવા ઈચ્છે છે, તો પછી મૂઢબુદ્ધિવાળો તે તુચ્છ પીંછાથી બનેલા શસ્ત્રને ગ્રહણ કેમ નથી કરતો ? || ૧૩૪ |
ટીકાર્થઃ જો કામદેવ, આ ત્રણલોકરૂપ જગતને સ્ત્રીરૂપ હથિયારથી જીતવાની ઈચ્છા રાખતો હોય, તો મૂઢબુદ્ધિવાળો તે સુલભ કાગડા આદિકના પીંછાવાળા તુચ્છ શસ્ત્રને ક્યા કારણથી ગ્રહણ કરતો નથી? અમારા કહેવાનું તાત્પર્ય એ છે કે – જો સંસાર શ્લેષ્મ કફ આદિક, રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા શુક્ર આદિ અશુચિ પદાર્થોની ભરેલ ઘણા પ્રયાસથી મેળવી શકાય તેવા સ્ત્રીરૂપ હથિયારથી કામદેવ જીતવાની અભિલાષા કરે છે, તો પછી વગર મહેનતે સહેલાઈથી લભ્ય અને અપવિત્રતા રહિત એવા પીછો કેમ ગ્રહણ કરતો નથી ? ખરેખર તે મૂર્ખ આ વાત ભૂલી ગએલ જણાય છે. લોકો આ પ્રમાણે બોલે છે. કે પોતાના ઘર-આંગણે મધ મળી જતું હોય, તો કયો મૂર્ખ તે પર્વત ઉપર લેવા જવાનો પરિશ્રમ કરે ? ઈષ્ટ પદાર્થની સિદ્ધિ થયા પછી કોઈ પણ પંડિત પ્રયત્ન કરતો નથી ? | ૧૩૪ ] તથા નિંદ્રા ઉડી ગયા પછી આ પણ ચિંતવે– ३०६ सङ्कल्पयोनिनाऽनेन हहा ! विश्वं विडम्बितम् ।
तदुत्खनामि सङ्कल्पं, मूलमस्येति चिन्तयेत् ॥ १३५ ॥ અર્થ : “સંકલ્પરૂપ કારણને ધરનારાં આ કામદેવ આખાય વિશ્વને વિડંબિત કર્યું છે–મલિન કર્યુ છે તેથી હું તેના કામદેવના) મૂળભૂત સંકલ્પોને ઉખેડી નાખું. તે શ્રાવક આવી ભાવના પણ ભાવે. // ૧૩૫ //.
ટીકાર્થ : “કામની કલ્પના કે વિચાર માત્ર કરવો તે વાસ્તવિક કારણ ન ગણાય. છતાં પણ સંકલ્પ એ પણ તેની યોનિકારણ છે, તેવી સમગ્ર જગતને અનુભવસિદ્ધ એવા આ કામદેવે સમગ્ર જગતને પરેશાન કરવામાં કશી કમીના રાખી નથી માટે હું તેમના સંકલ્પરૂપ મૂળને જ ઉખેડી નાખું.” એમ ભાવના ભાવે.