SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ જિનેશ્વર ભગવંત કહે, તો જ મારા હૃદયને શાંતિ થાય, નહિતર મારું શલ્ય નહિ જાય. આ વિષયમાં સમગ્ર શ્રમણસંઘે કાર્યોત્સર્ગ કર્યો. એટલે શાસનદેવી હાજર થઈ કહેવા લાગી કે“બોલો, તમારું શું કાર્ય કરું ?” સંઘે કહ્યું કે, “આ સાધ્વીજીને પ્રભુ પાસે લઈ જાવ. દેવીએ કહ્યું નિર્વિન ગતિ માટે તમારે કાઉગ્નમાં જ રહેવું. સંઘે પણ તે વાત કબૂલ રાખી અને મને જિનેશ્વરની પાસે લઈ ગઈ. ત્યાં મે સીમંધર સ્વામીને વંદના કરી, પછી જિનેશ્વર સીમંધર સ્વામીએ કહ્યું કે, “ભરત ક્ષેત્રથી આવેલી આ આર્યા નિર્દોષ છે.' કૃપાથી મારા માટે તેમણે બે ચૂલિકાની રચના કરી. ત્યાર પછી નિઃસંદેહવાળી હું દેવી સાથે પાછી અહી મારા સ્થાનમાં આવી અને બે ચૂલિકા મેં સંઘને અર્પણ કરી. એ પ્રમાણે કહીને સ્થૂલભદ્રથી રજા પામેલી તે પોતાના ઉપાશ્રયે ગઈ. ત્યાર પછી સ્થૂલભદ્ર પણ વાચના માટે ગુરુ પાસે ગયા. “તું વાચના માટે અયોગ્ય છે.” એમ કહી ગુરુએ વાચના ન આપી એટલે તેણે દીક્ષાથી માંડી આજ સુધીના અપરાધો યાદ કર્યા. વિચાર કર્યા છતાં પોતાની એક પણ ભૂલ યાદ ન આવી એટલે તેણે કહ્યું કે, મને કંઈ અપરાધ યાદ આવતો નથી ? એટલે ગુરુએ કહ્યું કે, અપરાધ કરીને હવે યાદ આવતો નથી ? “શાન્ત પાપમ્' એમ ગુરુએ કહ્યું ત્યાર પછી સ્થૂલભદ્ર ગુનો યાદ કરીને ગુરુના પગમાં પડ્યા અને કહ્યું કે “ફરી હવે આમ નહીં કરીશ, માટે મને માફ કરો” “હવે તું નહિ કરીશ. પરંતુ હમણાં તો તે અપરાધ કર્યો છે, માટે હવે તને વાચના આપીશ નહિ એ પ્રમાણે આચાર્યે તેને કહ્યું ત્યાર પછી સ્થૂલભદ્રની વિજ્ઞપ્તિથી સર્વ સંધે ગુરુને વિનવણી કરી, “મોટા કોપ પામે તેને પ્રસન્ન કરવા માટે મહાપુરુષો જ સમર્થ બને છે. “સૂરિએ સંઘને કહ્યું કે, “અત્યારે આમણે આમ કર્યું. હવે પછીના મન્દસત્ત્વવાળા આત્માઓ પણ આમ દુરુપયોગ કરશે. માટે બાકીના પૂર્વો હવે મારી પાસે ભલે રહેતા. આ ભૂલનો તેને આ જ દંડ હો, અને બીજાને ભણાવવા માટે પણ આ દંડ” પછી શ્રમણ-સંઘના આગ્રહથી અને ઉપયોગ મૂક્યો એટલે જાણ્યું કે, બાકીના પૂર્વોના વિચ્છેદ મારાથી નહિ પણ ભાવમાં વિચ્છેદ થવાનો છે. હવે બાકીના પૂર્વે તારે બીજાને ન આપવા.' એમ નક્કી કરાવવા પૂર્વક ભદ્રબાહુસ્વામીએ સ્થૂલભદ્રને વાચના આપી. આ સ્થૂલભદ્ર મહામુનિ સર્વ પૂર્વને ધારણ કરનારા થઈ ગયા, આચાર્ય પદ પ્રાપ્ત કરીને તેઓએ ભાવિ કલ્યાણ પામનારા જીવોને પ્રતિબોધ પમાડ્યા. સ્ત્રી-સંબંધથી નિવૃત્તિ પામીને સમાધિ ભાવમાં લીન બનેલા શ્રીસ્થૂલભદ્રમુનિ ક્રમે કરીને દેવલોક પામ્યા. એ પ્રમાણે એ ઉત્તમ સાધુ-વર્ગની સર્વ પ્રકારની સંસાર-સુખના ત્યાગરૂપ વિરતિની ભાવના બુદ્ધિશાળી ભવ્યાત્મા ભાવે + ૧૩૧ || એ પ્રમાણે સ્થૂલભદ્ર-કથાનક પૂર્ણ થયું. હવે સ્ત્રીના અંગોની યથાર્થતા જણાવે છે – ३०३ यकृच्छकृन्मल-श्लेष्म-मज्जाऽस्थिपरिपूरिताः । स्नायुस्यूता बही रम्याः, स्त्रियश्चर्मप्रसेविकाः ॥ १३२ ॥ અર્થ: કલેજું-વિષ્ટા-મેલ-કફ-ચરબી અને હાડકાઓથી ભરેલી સ્નાયુના સમૂહથી સંધાયેલી, ચામડાની ધમણ જેવી સ્ત્રીઓ બહારથી જ રમ્ય દેખાય છે. જે ૧૩ર / ટીકાર્થ : જેમ ચામડાની મશક ભીસ્તી-પખાળમાં કાલખંડ-માંસ-ટુકડા, વિષ્ટા, દાંત-કાન-જીભનો મલ, શ્લેષ્મ મજ્જા, વીર્ય, રૂધિર, હાડકાં આદિ ભરપૂર ભરીને સીવી લીધી હોય તો બહારથી સુંદર દેખાય, તેમ સ્ત્રીઓ બહારનાં દેખાવથી સુંદર લાગે પણ સ્નાયુઓ વડે જાણે સીવાએલી હોય, તેમ બહારથી સુંદર દેખાય, પરંતુ તેના શરીરમાં તો માંસ, વિષ્ટા, ઈન્દ્રિયોના મેલ, શ્લેષ્મ, કફ, મજ્જા,
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy