SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વિશેષ સ્વરૂપ જણાવવા માટે આ ઉસૂત્રથી ઉન્માર્ગથી વગેરે કહ્યું હવે માનસિક અતિચારો અંગે વિશેષ કહે છે “૩ામો' = એકાગ્રચિત્તે દુષ્ટ ધ્યાન કરવાથી થએલા આર્તધ્યાન રૌદ્રધ્યાનરૂપ અતિચાર તથા બ્રતિ = ચંચળ ચિત્તથી દુષ્ટ ચિંતન કરવા રૂપ અતિચાર. કહ્યું છે કે – નંથિમવસTUર્તિા નં રત્ન તથં વિત્ત' = મનનો જે સ્થિર અધ્યવ્યવસાય, તે ધ્યાન’ અને જે ચંચળ અધ્યવસાય તે 'ચિત્ત' કહેવાય અહીં તે સ્થિર અને ચંચળ ભેદ સમજવા. જે આવા પ્રકારના છે. તેની અનાચરણીયઆદિ કહે છે.– 'મUTયારો' = શ્રાવકને આચરવા લાયક નહિ માટે અનાચરણીય જાણવા. વળી અનાચરણીય માટે જે “ = “ છાવ્યો' = કરવા યોગ્ય તો નથી જ પણ મનથી પણ અલ્પમાત્ર ઈચ્છવા યોગ્ય નથી. ઈચ્છવા યોગ્ય નથી માટે જ ‘મસાવI-પાડો એટલે સમ્યકત્વ અંગીકાર કર્યું હોય, અણુવ્રતાદિક અંગીકાર કર્યા હોય, દરરોજ સાધુ પાસે સાધુઓની અને શ્રાવકોની સામાચારી-કર્તવ્યો સાંભળતો હોય, તે શ્રાવક તે માટે અઘટિત છે એ કહીને હવે અતિચાર જણાવવા માટે કહે છે– UTUછે, હંસ, વરિત્તારિત્તે એટલે જ્ઞાન, તથા દર્શનના વિષયમાં દેશવિરતિરૂપ ચારિત્રાચારિત્રના વિષયમાં લાગેલા અતિચારો. હવે તે જ્ઞાનાદિના વિષયના અતિચારોને ભેદથી જુદા જુદા પ્રકારે જણાવે છે– “સુ' - શ્રુત્તેિ વિષયે શ્રુત જ્ઞાન વિષયમાં, ઉપલક્ષણથી બાકીના ચાર જ્ઞાનોને અંગે પણ ઉસૂત્રપ્રરૂપણા કે કાળે સ્વાધ્યાય કરવો વગેરે જ્ઞાનાચારના આઠ આચારોને નહિ પાળવાથી લાગેલા અતિચાર તથા સામફિg' = સામાયિકના વિષયમાં અહીં સામાયિક વિષયથી સમ્યક્ત અને દેશવિરતિ એમ બે સામાયિક જાણવા. સમ્યક્તમાં શંકા, કાંક્ષા આદિ, અતિચાર અને દેશવિરતિ-સામાયિકના અતિચારો કહે છે- 'તિષ્ઠ પુત્તી' = ત્રણ ગુપ્તિમાં જે ખંડના કરી હોય, તે રૂપ અતિચાર, અહીં મન, વચન અને કાયાના યોગોને ગોપવવા રૂપ ત્રણ ગુપ્તિને અંગે શ્રદ્ધા નહિ કરવાથી તથા વિપરીત પ્રરૂપણા કરવાથી-એ બે પ્રકારે ખંડના-વિરાધના કરવાથી તથા વતુur aોધ-માન-માયા-ત્નોમ-નક્ષUIનાં વષાથા એટલે ક્રોધ, માન, માયા, અને લોભ એ ચાર કષાયોમાં જે અપ્રશસ્ત કષાયો કરવાનો નિષેધ છે, તે કરવાથી તથા કષાયોના સ્વરૂપની શ્રદ્ધા ન કરવાથી કે તેની વિપરીત પ્રરૂપણા કરવાથી લાગેલા અતિચારો, “પઝાનામUણુવ્રતાનાં ત્રયાનાં ગુણવ્રતાનાં સંતુif શિક્ષાવ્રતાન' એટલે શ્રાવકનાં પાંચ અણુવ્રતો ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો જેનું સ્વરૂપ પહેલાં કહેવાઈ ગયું છે. અણુવ્રતાદિ ભેગા કરતાં બાર પ્રકારનો શ્રાવક ધર્મ તેનું દેશથી ખંડન કર્યું હોય, ઘણું ખંડન કર્યું હોય, મૂળથી ભંગ ન થવા છતાં વધારે વ્રત-વિરાધના થઈ હોય, તે વિરાધના કરી હોય, “તસ્ત મિચ્છા મિ તુવ૬ = તેવા દિવસ સંબંધી જ્ઞાનાદિક વિષયના તથા ત્રણ ગુપ્તિ ચાર કષાયો બાર પ્રકારના શ્રાવકધર્મો જે ખંડના-વિરાધના રૂપ અતિચારો લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ, આ પ્રમાણે પાપનું પ્રતિક્રમણ કરું છું. મારે તે કરવા લાયક નથી; કારણકે દુષ્કર્તવ્ય છે. અહિ શિષ્ય અધું અંગ નમાવીને ઉત્તરોત્તર વધતા વૈરાગ્યવાળો માયા, અભિમાન આદિથી રહિત બની પોતાના સર્વ અતિચારની સવિશેષ વિશુદ્ધિની માટે આ પ્રમાણે સૂત્ર પાઠ બોલે – સવ્વસ વિ ટેસિય ચિંતિય કુમાસિય ક્રિય રૂછી રેપ વિ !' આ સર્વ પદોમાં છઠ્ઠી વિભક્તિનો લોપ થયો છે, તેના અર્થ આ પ્રમાણે– આખા દિવસ સંબંધી અણુવ્રત વિગેરેમાં કરવા યોગ્ય કરવાથી અને કરવા યોગ્ય ન કરવાથી જે જે અતિચારો લાગ્યા હોય, તે કેવા પ્રકારના ? તે કહે છે– “વ્યતિય = આર્ત રૌદ્ર ધ્યાનરૂપ દુષ્ટ ચિંતવન કરવાથી, આથી માનસિક અતિચાર કહ્યા તથા કુમ્ભાસિય' = પાપ દુર્ભાષણ કરવા રૂપ અતિચાર. એ વચન-વિષયક અતિચારો કહ્યા તથા
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy