SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૯ ૩૧૭ ધાતુને કર્તા અર્થમાં મન' પ્રત્યય લાગતાં શ્રમણરૂપ તૈયાર થયું. તેનો અર્થ સંસારના વિષયમાં ખેદ વાળો થઈ તપ કરે, તે શ્રમણ એ બંને શબ્દો એકઠા કર્યા એટલે ક્ષમાપૂર્વક જેઓ તપ કરે, તે ક્ષમાશ્રમણ તેનું સંબોધન પ્રાકૃતમાં ઘમાસમો ! ક્ષમા ગ્રહણ કરવાથી માદવ, આર્જવ આદિ ગુણોમાં પણ સાથે ગ્રહણ કરવા તાત્પર્ય કે ક્ષમા આદિ ગુણોથી પ્રધાન શ્રમણ એટલે યતિ-સાધુ, તે ક્ષમાશ્રમણ, આ વિશેષણથી તેઓ પોતાના આવા ગુણોને યોગે સાચા વંદનીય છે–એમ સૂચવ્યું. હવે શું કરવા ઈચ્છું છું, તો કે “વન્વિતમ્' = આપને વંદન કરવાને કેવી રીતે ? યાપનીયા નધિક્યા એમાં નિષfધક્યાં એ વિશેષ્ય છે અને થાપનીયા એ વિશેષણ છે. નૈષધક્ય પ્રાણાતિપાતાદિ પાપો જેમાં નથી એવી કાયા વડે, અને યાપનીય = સશક્ત કાયા વડે, સમગ્ર વાક્યોનો અર્થ એ છે કે- “ક્ષમાદિ ગુણયુક્ત હે તપસ્વિન્! વંદન કરવામાં હિંસાદિ ન થાય, તે રીતે મારી સશક્ત કાયા વડે હું તમોને વંદન કરવા ઈચ્છું છું. અહિં વિશ્રામ કરવો આ વંદન સમયે જો ગુરુ બીજા કાર્યમાં રોકાએલા હોય, અગર બીજી બાધાવાળા હોય તો, તે કહે કે થોડીવાર પછી. હાલ રાહ જો. કારણ કહેવા યોગ્ય હોય તો તે જણાવે, નહીંતર ન જણાવે એવો ચૂર્ણિકારનો મત છે. ટીકાકારનો મત મન, વચન અને કાયા એમ ત્રિવિધિ વંદન કરવાનો નિષેધ કરે છે. ત્યારે શિષ્ય સંક્ષેપ-વંદન કરે. બીજા કાર્યમાં રોકાયેલા ન હોય તો તેને વંદન કરવાની રજા આપવા માટે ગુરુ “છત્તેર = fમપ્રા ' = તું મને વંદન કરે, તો મને હરકત નથી માટે ખુશીથી તારી ઈચ્છા પ્રમાણે કર. ત્યાર પછી વંદન કરનાર સાડા ત્રણ હાથ દૂર ઉભો રહી કહે છે કે- ‘મનુગાનીત મેં મિતાશ્વગ્રામ્' = મને આપના અવગ્રહમાં પ્રવેશ કરવાની રજા આપો. અહીં આચાર્ય મહારાજથી ચારે ય દિશામાં પોતાના શરીર પ્રમાણ- સાડા ત્રણ હાથ જમીન તે અવગ્રહ કહેવાય. તેમાં તેઓની અનુમતિ વગર પ્રવેશ કરાય નહિ. કહેલું છે કે- ચારેય દિશામાં સ્વશરીર પ્રમાણ માપવાળી ભૂમિ. તે ગુરુનો અવગ્રહ કહેવાય. અનુમતિ-રજા મેળવ્યા વગર કદાપિ ત્યાં પ્રવેશ કરવો કલ્પ નહિ.” ત્યાર પછી ગુરુ કહે છે કે- 'અનામિ' = હું પ્રવેશ કરવાની અનુમતિ આપું છું ત્યાર પછી શિષ્ય ભૂમિ પ્રમાર્જન કરીને ‘નિસદિ' કહીને અવગ્રહમાં પ્રવેશ કરે-ગુરુ નજીક જાય. અહીં નિસહિનો અર્થ “સર્વ અશુભ વ્યાપારનો ત્યાગ કરવા પૂર્વક એમ જાણવો. પછી સંડાસાની પ્રમાર્જના પૂર્વક નીચે બેસે અને ગુરુ મહારાજના ચરણો પાસે જમીન ઉપર ઓધો મૂકીને, તે ઓઘામાં દશાઓના મધ્યભાગમાં ગુરુના ચરણ-યુગલની કલ્પનાથી સ્થાપના કરી, ડાબા હાથે પકડેલી મુહપત્તિ વડે ડાબા કાનથી જમણા કાન સુધી લલાટને તથા ડાબા ઢીંચણને ત્રણ વખત પ્રમાર્જીને મુહપત્તિ ડાબા ઢીંચણ ઉપર સ્થાપવી તે પછી એ કાર ઉચ્ચારણ વખતે જ રજોહરણને બે હાથથી સ્પર્શ કરીને દો કાર ઉચ્ચારણ વખતે જ લલાટને સ્પર્શ કરે છે તે પછી ઋl અક્ષરનો ઉચ્ચાર કરતાં પુનઃ તે જ પ્રમાણે બે હાથની દશ અંગુલીઓથી ઓઘાની દશીઓનો સ્પર્શ કરવો. ચું બોલતાં બીજી વખતે લલાટે મધ્યમાં સ્પર્શ કરવો, તે પછી સંફાસ બોલતા બે હાથઅને મસ્તકથી રજોહરણને સ્પર્શ કરે. પછી ગુરુમુખ સામે દષ્ટિ રાખી “વિવો વરૂક્ષતો સુધીનો પાઠ બોલે. એ પદોનો અર્થ આ પ્રમાણે છે – “વમળ્યો છે વિનામો આ પ્રમાણે છે. બે હાથ અને મસ્તકરૂપ મારી કાયા વડે સંસ્પર્શ = સ્પર્શ કરું છું એ અધ્યાહારથી લેવું અર્થાત્ આપના ચરણોને હું બે હાથ અને મસ્તક વડે પ્રણામ કરું છું, એની મને અનુમતિ આપો. આગળ માંગેલી રજા સાથે આનો સંબંધ પણ સમજવો. કારણકે અનુમતિ વગર ગુરુને સ્પર્શ કરવાનો પણ અધિકાર નથી, તે પછી “ક્ષમાળા' = ક્ષમા કરવા યોગ્ય છે.” “મવઃ “હે ભગવંત ! આપ નમ: = મારા સ્પર્શથી આપના શરીરે થતી બાધાની આપે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy