SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨. યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અહીં બીજાઓ એમ પણ કહે છે કે— “જ્ઞાનથી સર્વ પદાર્થોમાં વિશેષ ધર્મોરૂપ ફરક જણાય છે અને દર્શનથી સર્વ પદાર્થોના સામાન્ય ધર્મો અથવા સમાનતા દેખાય છે, માટે એક બીજાનો વિષય નહિ હોવાથી “સર્વ જાણે છે અને સર્વ દેખે છે” એમ કહેવું અયુક્ત છે, હજુ જ્ઞાન અને દર્શન બંને ભેગા મળીને સર્વ જાણી-દેખી શકે છે, તે ઘટે છે. સ્વતંત્રપણે તો નહિ જ.' આ કથન પણ વ્યાજબી નથી. કારણકે વસ્તુતઃ સામાન્ય અને વિશેષએ કાંઈ ભિન્ન નથી જે પદાર્થોમાં સમાનતા ધર્મ છે, તે જ પદાર્થોમાં વિષમતા ધર્મ પણ છે, એટલે કે સમાનતા અને તરતમતા ધર્મો જે પદાર્થના છે, તે તે પદાર્થરૂપ આધાર (ધર્મી) તો એક જ છે, અને તેથી તે જ ભાવોને જીવ જ્ઞાન-સ્વભાવથી તરતમતારૂપે અને દર્શન સ્વભાવથી સમાનરૂપે જાણે-દેખે છે. એ રીતિએ જ્ઞાન-દર્શનથી સર્વ ભાવોને જાણે-દેખે છે, કારણકે સર્વ પદાર્થો જ્ઞાનદર્શનના વિષય બને છે, એ સમાધાનમાં ફરી શંકા કરે છે કે એમ છતાં પણ જ્ઞાનથી સર્વ પદાર્થોનો વિશેષ તરતમતારૂપે ધર્મો જણાય છે. પરંતુ તેમાં રહેલો છતાં સામાન્ય ધર્મ જણાતો નથી. અને દર્શનથી સર્વપદાર્થોમાં સમાનતા ધર્મ દેખાય છે. પણ તેમાં રહેલો તરતમતા ધર્મ દેખાતો નથી. એમ બેય ધર્મોને નહિ જણાવનારા બેમાંથી માત્ર એક જ ધર્મને જણાવનારા જ્ઞાનને સર્વ જણાવનારું તથા એક જ ધર્મને દેખાડનારા દર્શનને સર્વ દેખાડનારું કહેવું તે અયોગ્ય છે.” તેના સમાધાનમાં કહે છે કે, એ કથન પણ અયોગ્ય છે, કારણકે સમાનતા અને તારતમ્યતા રૂપ ધર્મો અને તેના આધારભૂત પદાર્થો રૂપ ધર્મીઓ એકાન્ત ભિન્ન જ છે. એમ નથી; તે ગૌણપણે સમાનતા પણ જેમાં છે, તેવા સર્વ પદાર્થો જ્ઞાનથી વિશેષ સ્વરૂપે જણાવે છે અને ગૌણપણે વિશેષતા પણ જેમાં છે, તેવા સર્વ પદાર્થો દર્શનથી સમાનરૂપે દેખાય છે. એમ જ્ઞાન પણ સર્વ પદાર્થોનું જ્ઞાપક છે અને દર્શન પણ સર્વ પદાર્થોનું દર્શક છે માટે, તે રીતે ભગવંતો સંપૂર્ણ જ્ઞાન દર્શન ગુણવાળા છે, તેથી સર્વજ્ઞ સર્વદર્શી છે– એમ કહેવામાં ખોટું નથી. તેઓને અમારો નમસ્કાર થાઓ. એમ છતાં પણ આત્માને સર્વગત-વ્યાપક માનનારાઓ મુક્ત થયા પછી પણ આત્માને સર્વગત માને છે, પરંતુ અમુક સ્થાને જ રહે છે, એમ માનતા નથી, તેઓ કહે છે કે- “મુ: સર્વત્ર તિત્તિ, વ્યોમવત્ તાપર્વવતા:' અર્થાત્ મુક્ત આત્માઓ આકાશની જેમ સર્વ સંતાપ રહિત સર્વત્ર (વ્યાપકપણે) રહે છે, તેમના એ મતનું ખંડન કરતાં કહે છે – ‘શિવમયત્નમયમviતમgયમત્રીવહિંમપુરાવિત્તિ-સિદ્ધારૂનામથેય ટાઇ સંપત્તા' અર્થાત્ નિરુપદ્રવ ગુણોવાળા મોક્ષસ્થાનને પામેલા તેઓને મારા નમસ્કાર થાઓ. તે મોક્ષસ્થાનનું સ્વરૂપ જણાવે છે કે, “શિવમ્' એટલે સર્વપ્રકારના ઉપદ્રવો વગરનું ‘મનમ' એટલે પોતાના સ્વભાવથી કે કોઈ પ્રયોગથી પણ જે ચલાયમાન થતું નથી, અચલ છે, ‘મરૂન' એટલે “વ્યાધિ અને વેદનાના કારણભૂત શરીર અને મન'નો ત્યાં અભાવ હોવાથી જ્યાં કોઈ પ્રકારની વ્યાધિ કે વેદના નથી. ‘અનંતમૂ' એટલે ત્યાં રહેલા આત્માઓને અનંત જ્ઞાન હોય છે, માટે તે સ્થાન અનંત છે. અક્ષયમ્ એટલે નાશ પામવાના કારણો ન હોવાથી કદી નાશ નહિ થનારું-શાશ્વત છે, “મવ્યાવથમ્' એટલે કર્મો નહિ હોવાથી કોઈ પ્રકારની પીડા વિનાનું પુનરાવૃત્તિ' એટલે જે સ્થાનેથી ફરી સંસારમાં આવવાનું કે અવતરવાનું નથી, તથા “સિદ્ધિવિનામધેયમ્' એટલે ત્યાં પ્રાણીઓ સમાપ્ત પ્રયોજનવાળા એટલે કે કૃતકૃત્ય હોય છે. માટે તે સ્થાન ચૌદ રાજલોકની ઉપર અંતભાગમાં છે, તે “સિદ્ધિગતિ' એવા નામથી બોલાય છે– કર્મથી મુક્ત થએલા આત્માઓનું જ ત્યાં ગમન હોવાથી તે પાંચમી કે આઠમી ગતિ કહેવાય છે, એ રીતિએ સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું “સ્થાનમ્' એટલે આત્માઓ ત્યાં સ્થિર રહે તે માટે “સ્થાન' વ્યવહારનયથી જે
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy