________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૨૯૧ તેઓને નમસ્કાર થાઓ. હવે જેઓ એમ માને છે કે, “જગત કર્તા-બ્રહ્મામાં મળી જવું-એ જ મુક્તિ છે.” તે સંતપનના શિષ્યો ભગવંતને પણ વાસ્તવિક “મુક્ત” માનતા નથી તેઓ કહે છે કે– “વ્રદાવત્ દ્રહાસક્તાનાં સ્થિતિઃ અર્થાત્ “જેવી બ્રહ્મની સ્થિતિ છે, તેવી બ્રહ્મમાં મળી ગએલાની પણ સ્થિતિ થાય છે.' તેઓના એ મતનું ખંડન કરતા કહે છે- “મુવોચ્ચ: વચ્ચ: અર્થાત્ કર્મ-બંધનથી પોતે મુક્ત થયેલા અને બીજાઓને મુક્ત કરાવનારાઓને નમસ્કાર થાઓ. જે કર્મોનું ફળ ચારગતિ સ્વરૂપ સંસાર છે, તે વિચિત્ર કર્મોના બંધનથી છુટેલા હોવાથી ભગવંતો મુક્ત છે. કૃતકૃત્ય અને તેઓનું કાર્ય પૂર્ણ સિદ્ધ થએલું છે. તેઓ માને છે તેમ જગતકર્તા-બ્રહ્મમાં મળી જવાથી આત્માની કાર્ય-પૂર્ણતા થતી નથી. કારણકે-બ્રહ્માને તો પુનઃ જગત રચવાનું હોવાથી તેઓના મતે તેનું કાર્ય અધુરૂં જ હોય છે. એટલું જ નહિ પણ જગત રચવામાં એકની હીન, એકની ઉત્તમ વગેરે અવસ્થાઓ બનાવવાથી રાગ-દ્વેષની પણ સિદ્ધિ થાય છે. કારણકે રાગદ્વેષ વિના જીવોની એવી સુખી, દુઃખી વગેરે અવસ્થાઓ કેમ કરી શકાય ? વળી કોઈ કોઈનામાં ભળી જાય તે પણ અસત્ય છે, કારણકે તેમ થવામાં કાં તો બ્રહ્મામાં ભળનાર આત્માનો અભાવ થાય છે, માટે જગતકર્તાઓમાં ભળવાનું માનવું તે અજ્ઞાન-મૂલક છે-અસત્ય છે, તેથી આત્મા સ્વયં કર્મથી મુક્ત થાય છે. એવી જ રીતે ભગવંતો બીજાઓને પણ કર્મબંધનોથી મુક્ત કરાવે છે એ સિદ્ધ છે– માટે જ ભગવંતો પોતે મુક્ત છે અને મૂકાવનારા છે. તેમને નમસ્કાર થાઓ. એમ જિતેલા જીતાડનારા, તરેલા-તારનારા બોધ પામેલા બોધ પમાડનારા. મુક્ત અને મુકાવનારા હોઈ પોતાની જેમ બીજાને પણ સમાન સુખ-ફળ આપનારા છે, એમ જણાવતી આ ચાર પદની ‘પોતાના સરખા બીજાને ફળ કરનારા' નામની આઠમી સંપદા કહી. હવે બુદ્ધિને યોગે જ્ઞાન થાય છે.” એમ માનનારા કાપિલો-સાંખ્યદર્શનવાળા ભગવંતોને સર્વજ્ઞ અને સર્વદર્શી માનતા નથી. તેઓ એમ માને છે કે વૃદ્ધવસિતમથે પુરૂષતત્તે અર્થાત્ ‘બુદ્ધિએ વિચારેલા અર્થને આત્મા જાણે છે' અર્થાત્ સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતો નથી, પણ બુદ્ધિ દ્વારા થતાં અધ્યવસાયોથી પદાર્થો જાણે છે–એવી તેઓની માન્યતાનું ખંડન કરતાં જણાવે છે– ‘સર્વેનૂ સબ્રરિસી' અર્થાત “સર્વને જાણે તે સર્વજ્ઞ અને સર્વને દેખવાનો જેમનો સ્વભાવ છે, તે સર્વદર્શી તેઓને નમસ્કાર થાઓ, આત્માનો સ્વભાવ સ્વયં જાણવા-દેખવાનો છે જ, પણ કમરૂપ આવરણોનો પડદો આડો આવતાં તે પોતાના સ્વભાવનો ઉપયોગ કરી શકતો નથી. જ્યારે એ કર્માવરણો ખસી જાય ત્યારે કોઈની સહાય વગર જ જ્ઞાન-દર્શનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે અને દેખે છે. કહેલું છે કે- “જીવ’ પોતે પ્રકૃતિથી જ નિર્મલ ચંદ્ર સરખો છે, ચંદ્રના કિરણોની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળોની જેમ જીવને કર્મરૂપ વાદળો છે,” વળી એમ પણ એકાંત નથી કે બુદ્ધિરૂપી કારણ વિના આત્માને બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન ન જ થાય” વસ્તુતઃ કારણો કાર્યની સિદ્ધિ સુધી જ ઉપયોગી હોય છે. પછી તેની આવશ્યકતા રહેતી નથી. જીવને પણ કર્મ-આવરણો જ્યાં સુધી તૂટ્યાં ન હોય, ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણો તૂટ્યા પછી આત્માનો જ્ઞાન-સ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ તેઓને ઉપયોગી થતી નથી. જેઓને તરવાની સહજ શક્તિ નથી. તેઓને ભલે તુંબડું, નાવડી વગેરે ઉપયોગી હોય, પણ જેઓને તરવાની સહજ શક્તિ પ્રગટી છે, તેવા તારુ મનુષ્યો મત્સ્ય આદિ જળચરોની જેમ નાવડી વગર જ તરી શકે છે, તેમ ભગવંતો સહજ જ્ઞાન દર્શન ગુણો પ્રગટ થયા પછી બુદ્ધિ વિના જ સર્વ જાણી-દેખી શકે છે, માટે બુદ્ધિરૂપ કારણ વિના જ તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી છે– એ પ્રગટ સત્ય છે.