________________
૨૮૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
શત્રુઓના ઉપદ્રવથી રક્ષણ કરનારા હોવાથી ક્ષેમ કરનાર છે, એટલે તેવા વિશિષ્ટ ભવ્ય પ્રાણી રૂપ લોકના તેઓ નાથ છે, “તે લોકનાથોને નમસ્કાર થાઓ.”
નોદિગિઃ “એટલે કે “લોકના હિતકારકોને અહીં લોકશબ્દથી “ચોદરાજ લોકવાર્તા' એકેન્દ્રિય માંડી પંચેન્દ્રિય સુધીના સર્વ વ્યવહારરાશિના જીવો એમ અર્થ કરવો. કારણ કે, ભગવંત સમ્યગ્દર્શન વગેરે મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને તે સર્વ જીવોનું સ્વ કે પરથી થતા દુઃખોથી રક્ષણ કરવા રૂપ હિત કરનારા છે. માટે તેઓ “સર્વ વ્યવહાર રાશિના જીવો રૂપ લોકના હિતકારક છે, તેઓને મારા નમસ્કાર થાઓ.'
‘નોપ્રવીગ” એટલે “લોકને દીપકની માફક પ્રકાશ આપનારા ભગવંતોને નમસ્કાર થાઓ' અહીં લોક શબ્દથી “વિશિષ્ટ સંજ્ઞી પંચેન્દ્રિયજીવો રૂપ લોક' અર્થ કરવો, કારણકે, ભગવંતો તેવા વિશિષ્ટ સંજ્ઞીજીવોને તે તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનના કિરણો વડે મિથ્યાત્વઅજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરીને યથાયોગ્ય શેયભાવનો પ્રકાશ કરે છે. તેથી વિશિષ્ટ સંજ્ઞી લોકને અંગે ભગવંતોનું પ્રકાશ કરવા રૂપ પ્રદીપપણું ઘટે છે. જેમ દીપક પણ અંધને પ્રકાશ કરી શકતો નથી, તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ અહીં ભગવંતો પણ તેવા ઘનમિથ્યાત્વાદિ-રૂપ અંધત્વવાળા જીવોને પ્રતિબોધ કરી શકે નહિ. તેમાં તેના મિથ્યાત્વાદિરૂપ અંધત્વ કારણ સમજવું. માટે વિશિષ્ટ સંજ્ઞી પ્રાણીઓ રૂપ લોકમાં પ્રદીપ સમાન હોવાથી ભગવંતો ‘લોકપ્રદીપ છે. તેમને નમસ્કાર હો તથા–
નોક્સપ્રદોતઋગ્ય: “લોકને સૂર્ય માફક પ્રદ્યોત કરનારા ભગવંતોને નમસ્કાર થાઓ' અહીં લોક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વના જ્ઞાનવાળા (ગણધર) ભગવંત લેવા. કારણકે તેઓમાં વાસ્તવિક પ્રદ્યોત કરવાપણું ઘટે છે. અહીં પ્રકાશ કરવા યોગ્ય સાત કે નવ તત્ત્વો સમજવો. તે તત્ત્વોને યથાર્થપણે તેઓ જ જાણી શકે છે કે, જેઓમાં વિશિષ્ટ યોગ્યતા હોય. આ તત્ત્વોનો પ્રકાશ દરેક પૂર્વધરોમાં પણ સરખો હોતો નથી. કારણકે પૂર્વધરો પણ માંહોમાંહે છે સ્થાન વૃદ્ધિ-હાનિ-તારતમ્યવાળા હોય છે. તેમાં પણ નવપૂર્વથી અધિકજ્ઞાનવાળા સર્વે નક્કી સમ્યગુદૃષ્ટિ હોય જ. અહીં ‘પ્રદ્યોત” એટલે “વિશિષ્ટ પ્રકારના નયનિપાદિકથી સંપૂર્ણ તત્ત્વજ્ઞાનના અનુભવની યોગ્યતા વિશિષ્ટ ચૌદપૂર્વધરોને જ હોય. માટે અહીં વિશિષ્ટ ચૌદપૂર્વધરો રૂપી લોક “સૂર્યથી જેમ સૂર્યવિકાસી કમળ ખીલે, તેમ ગણધર સરખા વિશિષ્ટ ચૌદપૂર્વોને જીવાદિ તત્ત્વોનો પ્રઘાત કરનાર ભગવંતોને “લોકપ્રદ્યોતકર' જાણવા. સામાન્ય કમળો કે બીજા પુષ્પો માટે જેમ સૂર્ય પ્રદ્યોત કરનાર બનતો નથી, જેટલો સૂર્યવિકાસી કમલ માટે પ્રદ્યોતકર બને છે, તેમ ગણધર ભગવંતોના અંગે તીર્થકર ભગવંતો જેટલા પ્રમાણમાં જીવાદિક તત્ત્વોને પ્રઘાત કરનાર થાય છે, તેટલા સામાન્ય ચૌદપૂર્વીઓ માટે પ્રદ્યોતકર બનતા નથી. એમ લોકોત્તમ વગેરે પાંચ પ્રકારોથી પરોપકાર કરનાર હોવાથી સ્તોતવ્ય-સંપદાની સામાન્ય ઉપયોગ' નામની પાંચ પદવાળી આ ચોથી સંપદા કહી. હવે આ પાંચ પદવાળી ઉપયોગ-સંપદાના જે હેતુઓ જણાવનારી “ઉપયોગ-હેતુ-સંપદા' નામની પાંચમી સંપદા કહે છે–
અમાપ, gયા" માયા, સUTU, વોદિયા' તેમાં ‘અમય એટલે અભય દેનાર ભગવંતોને નમસ્કાર થાઓ. અહીં આલોકભય, પરલોકભય, આદાનભય, અકસ્માતભય, આજીવિકાભય, મરણભય, અને અપયશભય-એમ સાત પ્રકારના ભય કહ્યા છે, તેનાથી પ્રતિપક્ષમાં ભયના અભાવને અભય કહે છે. એટલે કે સંપૂર્ણ કલ્યાણકારી એવા ધર્મની ભૂમિકામાં કારણભૂત જે વિશિષ્ટ આત્મસ્વાથ્ય તે અભય કહેવાય. કેટલાંક તેને વૈર્ય પણ કહે છે. આવા પ્રકારનું અભય દેનારા તીર્થકર ભગવંતો જ છે. કારણકે તેઓ પોતાના ગુણોના પ્રકર્મયોગે અચિન્ય શક્તિવાળા હોય છે. તથા