________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૩
૨૮૫ ગંધ માત્રથી તે પ્રદેશમાં ફરતા-રહેતા બીજા શુદ્ધ સામાન્ય હાથીઓ ભાગી જાય છે, તેમ ધાન્યને નુકશાન કરનાર તીડ, પોપટ, મૂષક-ઉંદર વગેરે ઈતિઓ, કોલેરા, મરકી, પ્લેગ, આદિ જીવલેણ રોગો રૂપ મારીઓ, પરરાજ્યના આક્રમણ અથવા લોકોનો બળવો, દુષ્કાળ એ સર્વ ઉપદ્રવરૂપ તુચ્છ હાથીઓ ભગવંતના અચિજ્ય પુણ્યપ્રભાવથી અને તેમના વિહારના પવનની ગંધથી નાસી જાય છે. આ પ્રમાણે અરિહંત ભગવંત શ્રેષ્ઠ ગંધહસ્તિ સમાન છે. અહીં પ્રથમ સિંહ, પછી કમલ, પછી ગંધહસ્તિની ઉપમા આપી તેમાં ગંધહસ્તિથી પણ સિંહ બલવાન છે, જ્યારે કમલો તો સામાન્ય છે, એથી અહીં પ્રથમસિંહ છેલ્લે ગંધહસ્તિની ઉપમા આપી તે તેમના મતે અક્રમ છે, છતાં તે દોષરૂપ નથી, કારણકે તેઓ કહે છે તેમ ‘વ્યાખ્યામાં ક્રમ ન હોય તો, વ્યાખ્યય-પદાર્થ અસત્ કરે છે એ વાત ઘટતી નથી, વસ્તુતઃ સામાન્ય કે વિશિષ્ટ સમસ્ત ગુણો આત્મામાં પરસ્પર સાપેક્ષપણે સાથે જ રહેલા છે અને તેથી તે ગુણો કે તે ગુણવાળા ગુણી એવા ભગવંતની સ્તુતિ ક્રમથી કે ઉત્ક્રમથી ગમે તે રીતિએ કરવામાં કોઈ દોષ નથી. આ પ્રમાણે “પરિગુત્તમા '' વગેરે ચાર પદોથી શ્રીઅરિહંત ભગવંતોની સ્તુતિ કરવામાં કયા વિશેષ હેતુ છે તે જણાવ્યું. આથી આ ત્રીજી સંપદાનું નામ સ્તોતવિશેષહેતુ સંપદા” છે.
હવે તે સ્તુતિ કરવા યોગ્ય શ્રીઅરિહંત દેવો સામાન્ય રીતિએ લોકમાં કેવા ઉપયોગી છે ? તે જણાવનારાં પાંચ પદોથી ‘સ્તોતવ્ય સામાન્ય ઉપયોગ” નામની ચોથી સંપદાનું વર્ણન કરે છે –
‘નોપુત્તમvi, નાનીરાઈ, નોદિયા, નોકપિવાdi નો પનીર' એમાં ‘નોલોત્તમ્યઃ એટલે લોકોમાં જેઓ ઉત્તમ છે, તેઓને નમસ્કાર થાઓ. “જે શબ્દો સમૂહના વાચક હોય છે, તે શબ્દો તે સમૂહના અમુક અવયવો-અંશ વિભાગના પણ વાચક હોય છે.” એવો વ્યાકરણશાસ્ત્રનો ન્યાય હોવાથી જો કે ધર્માસ્તિકાયાદિ પાંચ અસ્તિકાયોના સમૂહવાળા ક્ષેત્ર (ચૌદ રાજ) લોક કહેવાય છે. કહેલું છે કે, ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો જે ક્ષેત્ર અર્થાત્ આકાશમાં હોય, તે આકાશાસ્તિકાય ક્ષેત્ર, તે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સાથે ‘લોક' કહેવાય છે અને તેથી વિપરીત એટલે જ્યાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો ન વર્તતા હોય, તે ક્ષેત્રને એકલાં આકાશને “અલોક' કહેવાય છે.” તો પણ અહિ લોક શબ્દથી “સર્વ ભવ્ય પ્રાણીઓ રૂપ લોક સમજવો. એમ કહેવામાં એ કારણ છે કે ભગવંતને અહિ ઉત્તમ કહ્યા, તે સમાન જાતિવાળાઓમાં ઉત્તમતા હોય તે વાસ્તવિક છે, હલ્કી જાતિથી ઉચ્ચ જાતિમાં ઉત્તમતા હોવી-એમાં ખાસ વિશેષ નથી, એમ તો અભવ્યની અપેક્ષાએ સર્વ ભવ્યો ઉત્તમ છે જ, તે અપેક્ષાએ ભગવંતની ઉત્તમતા જણાવવામાં કશો જ અતિશય નથી. એટલા માટે તેઓ સજાતીય એવા ભવ્ય જીવોમાં ઉત્તમ છે–એમ કહ્યું, કારણકે, સર્વ ભવ્ય પ્રાણીઓમાં સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વ નામનો ભાવ તો માત્ર ભગવંતમાં જ રહેલો છે, એવા લોકોત્તમ ભગવંતોને નમસ્કાર થાઓ.
નોનાથેભ્યઃ' એટલે લોકના નાથોને અપ્રાપ્ત વસ્તુને પ્રાપ્ત કરાવવી, તે યોગ અને પ્રાપ્ત થયેલી વસ્તુનું રક્ષણ કરવું, તે ક્ષેમ કહેવાય. એ યોગ અને ક્ષેમને કરનારા તેઓ નાથ કહેવાય. અહીં ભગવંતોને લોકના નાથ કહ્યા છે, તે સર્વ ભવ્ય પ્રાણી રૂપ લોકની અપેક્ષાએ નહિ, કારણકે ભવ્યોમાં પણ જે જાતિભવ્ય વગેરે હોય છે, તેઓને ભગવંતથી યોગ-ક્ષેમ થઈ શકે નહિ, જો તેમ થાય તો સમગ્ર જીવોનો મોક્ષ થઈ જાય, માટે અહીં ભગવાન તે ભવ્ય પ્રાણીઓના યોગ-ક્ષેમરૂપે નાથ ઘટી શકે છે, કે જેઓમાં ધર્મબીજની સ્થાપના વગેરે ગુણો પ્રગટ થઈ શકે તેવી વિશિષ્ટતા હોય, તેથી અહીં તેવા વિશિષ્ટ ભવ્ય પ્રાણીઓ રૂપ “લોક' સમજવો. તેવા ભવ્ય જીવોમાં ભગવંતો ધર્મબીજનું આધાન-સ્થાપન, ધર્મ-અંકુરનો પ્રાદુર્ભાવ અને તેનું પોષણ વગેરે કરાવનાર હોવાથી યોગને કરનારા છે, તથા તેનું રાગ-દ્વેષાદિ આન્તરિક