SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ २९४ प्रविश्य विधिना तत्र, त्रिःप्रदक्षिणयेज्जिनम् । पुष्पादिभिस्तमभ्यर्च्य स्तवनैरूत्तमैः स्तुयात् ॥ १२३ ॥ અર્થ : વિધિથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, પુષ્પ આદિ વડે પ્રભુની પૂજા કરી ઉત્તમ સ્તવનો વડે સ્તુતિ કરવી / ૧૨૩ || ટીકાર્થ : પ્રભુ-મંદિરમાં વિધિપૂર્વક પ્રવેશ કરી જિનેશ્વર ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરવી. પ્રવેશ વિધિ આ પ્રમાણે – પુષ્પ, તાબૂલ, આદિ સચિત્ત દ્રવ્યો તથા છરી, પાદુકા આદિ અચિત્ત પદાર્થોનો ત્યાગ કરી ઉત્તરાસંગ (એસ) નાંખીને પ્રભુ દર્શન થતાં જ હાથને અંજલિબદ્ધ કરીને તેને મસ્તક પર સ્થાપન કરતો, મનની એકાગ્રતા કરતો, પાંચ અભિગમ સાચવવા સાથે નિસિહિ કહેતા પ્રવેશ કરે. કહેલું છે કે :- સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરીને, અચિત્તનો ત્યાગ કર્યા વગર. એક અખંડ વસ્ત્રનું ઉત્તરાસંગ કરીને ચક્ષુથી દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડીને અને મનની એકાગ્રતા કરીને (ભગવતી સૂત્ર ર-૫), જે રાજા હોય તેણે ચૈત્યભવનમાં પ્રવેશ કરતી વખતે તરત રાજાચિહ્નોનો ત્યાગ કરવા (વિચાર-સાર ગા.૬૬૫) કહેલું છે કે – “ખડ્ઝ, છત્ર, પાદરક્ષક, મુગટ અને ચામર એ પાંચ રાજચિહ્નોનો ત્યાગ કરીને, “પુષ્પો વડે’ પુષ્પ કહેવાથી “મધ્ય ગ્રહણ કર્યું તેથી (આદિ અને અંતની વચ્ચેનું ગ્રહણ કર્યું તેથી) આજુબાજુના પદાર્થ પણ ગ્રહણ કરી શકાય તે ન્યાયે-હંમેશા અને પર્વદિવસે વિશેષ પ્રકારે સ્નાત્ર-પૂર્વક પૂજા કરવી. સ્નાત્ર-સમયે સુગંધી સુખડ વડે જિનબિંબને તિલક કરવું. ત્યાર પછી કસૂરી અગરથી સારભૂત સુગંધી કપૂરથી સારી રીતે મિશ્રણ કરેલ ચંદનના વિકારવાળા ઉત્તમ ધૂપને પ્રભુ આગળ ઉખેવવો-બાળવો. (અહંદુ અભિષેક ૩ ૭૭) એ વચનથી ધૂપનો ઉલ્લેપ કરવો. તે પછી સર્વોષધિ આદિ દ્રવ્યો જલપૂર્ણ કલશમાં નાંખવા. પછી એ કુસુમાંજલિ નાંખવાપૂર્વક સર્વોષધિ કપૂર, કેશર, સુખડ, અગરુ વગેરે યુક્ત જળથી, તથા ઘી, દૂધ, આદિથી ભગવંતનું સ્નાન કરવું. ત્યાર પછી સુખડ ઘસી પ્રભુને વિલેપન કરવું પછી સુગંધવાલા જાસુદ, ચંપક શતપત્ર મોગરો, ગુલાબ, કમલ આદિની પુષ્પમાલાઓથી ભગવંતની પૂજા કરવી. રત્ન, સુવર્ણ, મોતીનાં આભૂષણોથી અલંકૃત કરવા. વસ્ત્રાદિની પહેરામણી કરવી. પ્રભુની આગળ સિદ્ધાર્થ (સરસવ) શાલિ, તંદુલ, ચોખા આદિથી અષ્ટમંગલનું આલેખન કરવું તથા આગળ બલિ (નૈવેદ્ય) મંગલદીવો, દહીં ઘી આદિ ધરાવવા, ભગવંતના ભાલતમાં ગોરોચનથી તિલક કરવું ત્યાર પછી આરાત્રિકા (આરતી) ઉતારવી જે માટે કહ્યું છે કે – શ્રેષ્ઠ ગંધવાળો ધૂપ, સર્વોષધિ મિશ્રિત જળ, વિવિધ સુગંધી વિલેપન, શ્રેષ્ઠ પુષ્પોની માળા, નૈવેદ્ય, દીપક, સિદ્ધાર્થક, દહી, અક્ષત, ગોરોચન, વિવિધ સુવર્ણ, મોતી, રત્નના હાર આદિ ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવી. કારણકે શ્રેષ્ઠ સામગ્રીથી કરેલી પૂજા ઉત્તમ ભાવ પ્રગટાવનાર થાય છે. મળેલી લક્ષ્મીનો આ કરતાં બીજો કયો સારો ઉપયોગ હોઈ શકે ?” આ પ્રમાણે જિનેશ્વર ભગવંતની ભક્તિથી પૂજા કરીને ઐર્યાપથિકી-પ્રતિક્રમણ કહેવા પૂર્વક શક્રસ્તવ આદિ દંડકો વડે ચૈત્યવંદન કરી ઉત્તમ કવિઓએ રચેલા સ્તોત્રો વડે ભગવંતના ગુણોનું કીર્તન કરવું. સ્તોત્રોનું ઉત્તમપણું આ પ્રમાણે કહેલું છે – જેમ કે- “ભગવંતના દેહ, ક્રિયા, ગુણો જણાવનારાં, ગંભીર, વિવિધ વર્ગોની ગોઠવણી કરી, રચેલાં, નિર્મળ આશય ઉત્પન્ન કરનારાં, સંવેગ-વૈરાગ્ય કરાવે તેવા અને પવિત્ર, પોતાના પાપ-નિવેદન કરનાર, ચિત્તની એકાગ્રતા કરાવનાર આશ્ચર્યકારી અર્થોવાળાં, અસ્મલિત આદિ ગુણયુક્ત, મહાબુદ્ધિશાળી કવિવરોએ ગુંથેલા સ્તોત્રો વડે પ્રભુની સ્તવના કરવી.” (ષોડશક ૯/૬૭) પરંતુ આગળ કહીએ તેવાં દોષવાળો સ્તોત્રો ન કહેવા. “ધ્યાન મગ્ન હોવાથી એક નેત્ર અર્ધ બીડાયેલું વળી પાર્વતીના વિશાલ નિતંબ-ફલક ઉપર શૃંગારરસના
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy