SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૧૨૦-૧૨૨ ૨૭૩ જાય તેમ નહિ; પરંતુ હું કયા ધર્મવાળો છું? મારું કુળ કયું? મારે કયા કયા વ્રતો છે ? એ સર્વને ભાવથી સ્મરણ કરતો જાગ્રત થાય. ઉપલક્ષણથી દ્રવ્યથી મારા ગુરુ કોણ ? ક્ષેત્રથી હું કયા ગામમાં કે નગરમાં વસું છું? કાલથી આ પ્રભાત કાલ છે, જૈન ધર્મ, ઈક્વાકુ કુલ, અણુવ્રતાદિક વ્રતોનું સ્મરણ કરે, તેથી વિરૂદ્ધનો ત્યાગ કરે, / ૧૨૧ // ત્યાર પછી– २९३ शुचिः पुष्पामिषस्तोत्रै-र्देवमभ्यर्च्य वेश्मनि । प्रत्याख्यानं यथाशक्ति, कृत्वा देवगृहं व्रजेत् ॥ १२२ ॥ અર્થ : શરીર તથા મુખ શુદ્ધિ દ્વારા પવિત્ર બની પોતાના ઘર-દેહરાસરના પ્રભુને પુષ્પ, નૈવેદ્ય, સ્તોત્રોથી પૂજા કરી પોતાની શક્તિ અનુસાર નવકારશી આદિના પચ્ચક્ખાણ કરી મોટા દેહરાસરે દર્શન માટે જાય. || ૧૨૨ છે. ટીકાર્થ : જંગલ જેવું, દાતણ કરી મુખશુદ્ધિ કરવી, જીભ પરથી ઉલ ઉતારવી, કોગળા કરવા. સ્નાન આદિકથી શરીરની પવિત્રતા કરી. અહીં પવિત્ર બનવાની વાત એ શાસ્ત્રકાર કહેતા નથી પણ એ લોકસિદ્ધ માર્ગ હોવાથી માત્ર તેનો અનુવાદ કર્યો છે. લોક-સિદ્ધ પદાર્થમાં ઉપદેશની જરૂર હોતી નથી. નહીં પ્રાપ્ત થયેલા પદાર્થમાં શાસ્ત્રની સફળતા છે. મલિન દેહવાળાએ સ્નાન કરવું. ભૂખ્યાએ જમવું-તેવા કાર્યમાં શાસ્ત્રની જરૂર પડતી નથી. આવતા ભવ માટે ધર્મ માર્ગ પ્રાપ્ત કર્યો ન હોય અને સ્વાભાવિક મોહાન્ધકારમાં જેનો જ્ઞાન-પ્રકાશ ચાલ્યો ગયો છે, તેવા લોકો માટે શાસ્ત્ર એ જ ચહ્યું છે. આ પ્રમાણે આગળ પણ અપ્રાપ્ત વિષયમાં ઉપદેશ સફળ છે–એમ વિચારવું. પાપવાળા આરંભ-કાર્યમાં શાસ્ત્રોના વચનોની અનુમોદના હોઈ શકતી નથી જે માટે કહેલું છે : સાવદ્ય એટલે પાપવાળા અને પાપ વગરના વચનનો તફાવત જે જાણતો નથી, તેને બોલવું પણ યોગ્ય ન ગણાય, તો પછી દેશના કરવાનો અધિકાર તો ક્યાંથી હોય ?” એટલે શુચિપણાની વાત છોડીને હવે ગૃહચૈત્યરૂપ, મંગલ ચૈત્યરૂપ અરિહંત ભગવંતની પૂજા કરીને પૂજાના પ્રકારો જણાવતાં કહે છે કે :પુષ્પો, નૈવેદ્ય અને સ્તોત્રો વડે, અહીં પુષ્પ કહેવાથી સર્વ સુગંધી પદાર્થો સમજી લેવા, જેવા કે, વિલેપન, ધૂપ, ગંધવાસ અને ઉપલક્ષણથી વસ્ત્ર, આભૂષણ લેવા. આમિષ એટલે નૈવેદ્ય અને પીવા યોગ્ય જેવા કે પકવાન, ફલ, અક્ષત, દીપ, જળ, ઘીથી ભરેલા પાત્રો, સ્તોત્રમાં શક્રસ્તવાદિ સદભૂત ગુણોન કીર્તન સ્વરૂપ કાવ્યો ત્યાર પછી પચ્ચક્ખાણ ઉચ્ચરવા-જેવા કે નમસ્કાર સહિત અથવા નવકારશી, પોરિસી આદિ અદ્ધારૂપ તથા ગંઠશી આદિ સંકેતરૂપ યથાશક્તિ કરીને, પછી ભક્તિચૈત્યરૂપ સંઘના દેવમંદિરમાં જાય. અહીં સ્નાન વિલેપન, પીઠી ચોળવી, વિશિષ્ટ વસ્ત્રાભરણ, અલંકાર ધારણ કરવા, શસ્ત્રો લેવાં વાહનમાં બેસવું આદિ સ્વતઃસિદ્ધ પદાર્થોનો ઉપદેશ આપવાની જરૂર ન હોવાથી તેવા વિધાનો કર્યા નથી કે ઉપદેશ આપ્યો નથી, ન સમજાય તેવા જ વિષયમાં શાસ્ત્ર સફળ છે, અને તે વાત અમો જણાવી ગયા છીએ જે દેહરાસરે જવાનો વિધિ આ પ્રમાણે – “જો રાજા હોય તો સર્વ ઋદ્રિપૂર્વક સર્વ દીપ્તિ, સર્વ ધૃતિ, સર્વ સૈન્ય પરિવાર, સર્વ પરાક્રમથી અને માર્ગમાં દાન આપતો, છત્ર-ચામરાદિ રાજઋદ્ધિ સાથે, સર્વકાન્તિ એટલે વસ્ત્રો, આભરણ, અલંકારો સાથે સર્વ ચતુરંગી સેના વાજિંત્ર, મહાજન, આદિથી પરિવરેલો એ વચનથી પ્રભાવના નિમિત્તે મોટી ઋદ્ધિથી જાય. હવે જો સામાન્ય વૈભવવાળો હોય તો ખોટો આડંબર કર્યા વગર લોકોમાં હાંસીપાત્ર ન થાય તેવી રીતે જાય. || ૧૨૨ || ત્યાર પછી –
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy