________________
તૃતીય પ્રકાશ, શ્લો.૧૧૯
૨૭૧
કોઈક તેવી હોય, તેટલા માત્રથી આખી જાતિને દૂષિત ન કરાય. કોઈક બહુદોષવાળી હોય, તો પણ કેટલીક ઘણાગુણવાળી પણ હોય છે, તીર્થંકર પરમાત્માની માતાઓ સ્ત્રી હોવા છતાં પણ તેમના અતિશાયી ગુણોના યોગથી ઈન્દ્રો પણ તેમની પૂજા કરે છે, અને મુનિવરો પણ તેમની સ્તુતિ કરે છે. લોકો પણ કહે છે કે:- “તે યુવતી સ્ત્રી તેવા કોઈ ઉત્તમ ગર્ભને ધારણ કરે છે, કે જે ત્રણ જગતના પણ ગુરૂ થાય છે. આ કારણે વિદ્વાન પંડિતો અતિશયોક્ત વગર યુવતી સ્ત્રીનું ગૌરવ કથન કરે છે. કેટલીક પ્રભાવશાળી સ્ત્રીઓ પોતાના શીલના સામર્થ્યથી અગ્નિને જળ જેવો શીતલ, સર્પને દોરડા માફક ઝેર વગરનો, નદીને સ્થળ માફક અને ઝેરને અમૃત માફક બનાવે છે. ચાર વર્ણવાળા શ્રીચતુર્વિધ સંઘમાં ચોથું અંગ ગૃહસ્થ સ્ત્રીઓ છે. તીર્થકર ભગવંતોએ પણ પ્રશંસવા લાયક ગુણવાળી સુલસા આદિકને વખાણી છે. ઈન્દ્રો પણ સ્વર્ગલોકમાં વારંવાર તેમના ચારિત્રોનું બહુમાન કર્યું છે અને પ્રબલમિથ્યાદષ્ટિ દેવોએ પણ સમ્યક્ત્વાદિકમાંથી ચલાયમાન કરવા પ્રયત્ન કર્યો છતાં તે ક્ષોભાયમાન બની નથી. કોઈ કોઈ તો તે ભવમાં મોક્ષ પામનારી
ય છે, વળી બીજી કેટલીક તો બે ત્રણ ભવ પછી મુક્તિ પામનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે તેઓનું માતાઓની જેમ, બહેનની જેમ કે પોતાની પુત્રીની જેમ વાત્સલ્ય કરવું જોઈએ, એમ યુક્તિયુક્ત સમજીએ છીએ. પાંચમા આરાના અંતે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા થવાના છે, તે અનુક્રમે દુખસહસૂરિ યક્ષિણી સાથ્વી, નાગિલ શ્રાવક અને છેલ્લી સત્યશ્રી શ્રાવિકા થવાની
વનિતાના દૃષ્ટાંતો આપીને દૂષિત કેમ કરાય ? માટે તેમનો બિલકુલ પરિહાર ન કરવો પરંતુ તેઓનું વાત્સલ્ય કરવું, વધારે કહેવાથી સર્યું. માત્ર એકલા સાત ક્ષેત્રોમાં ધન વાવવાથી મહાશ્રાવક કહેવાતો નથી, પરંતુ ધન વગરના નિર્ધન, આંધળા બહેરા, લંગડા, રોગથી પરાભવ પામેલા-એવા-દીન:ખીયા આદિકમાં અનુકંપા-દયાબદ્ધિથી ધન વાવે તે મહાશ્રાવક કહેવાય. દીનાદિકમાં ભક્તિથી નહીં. ભક્તિપૂર્વક દાન તો સાત ક્ષેત્રોમાં યથા ઉચિત આપવાનું કહેલું છે. અતિદીન-દુ:ખીયાને વિષે તો વિચાર કર્યા વગર તેમજ કલ્પ ન કલ્પે તેવી વિચારણા વગર માત્ર કરૂણાથી જ પોતાનું ધન વાવવું યોગ્ય માનેલું છે. દીક્ષા-સમયે તીર્થકર ભગવંતોએ પણ પાત્રાપાત્રની અપેક્ષા રાખ્યા વગર કે વિભાગ કર્યા વગર માત્ર એક કરૂણતાથી જ સાંવત્સરિક દાન આપ્યું હતું તેથી કરીને સાત ક્ષેત્રમાં ભક્તિથી અને દીનદુઃખીયામાં અતિકરૂણાથી પોતાનું ધન વાવતો હોય અર્થાત્ વાપરતો હોય તે મહાશ્રાવકની કોટિમાં ગણાય. શંકા કરી કે “શ્રાવક' એટલું જ માત્ર કહો. “મહાશ્રાવક' એમ કહીને “મહા વિશેષણ કયા કારણથી જણાવ્યું ? તેનું સમાધાન કરતાં જણાવે છે કે- અવિરતિવાળા અગર એકાદ અણુવ્રત ધારણ કરનાર અથવા જિનવચન સાંભળે, તે વ્યુત્પત્તિથી શ્રાવક કહેવાય છે. માટે કહેવું છે કે – સમ્યગ્દર્શન પ્રાપ્ત થયું હોય અને જેઓ હંમેશા સાધુના મુખે ઉત્તમ શ્રાવકધર્મની સામાચારી સાંભળતા હોય, તે ખરેખર શ્રાવક કહેવાય” (શ્રા.પ્ર.ગા.૨.) તથા પ્રભુ કથિત પદાર્થોનું ચિંતન કરવાથી સ્વશ્રદ્ધાને જેઓ સ્થિર કરે છે. દરરોજ સુપાત્રમાં ધન વાવે છે, ઉત્તમ સાધુઓની સેવાથી પાપને વિખેરી નાંખે છે. તેને આજે પણ જરૂર શ્રાવક કહી શકાય છે.
આ નિરુક્તિ-જોડણી વ્યાખ્યાથી સામાન્ય શ્રાવકપણું પ્રસિદ્ધ છે. જેની અહીં વિવેક્ષા કરી છે, તે તો નિરરિચાર સમગ્ર વ્રત ધારણ કરનારો ક્ષેત્રોમાં ધન વાપરતો, જૈન દર્શનની પ્રભાવના કરતો, દીન દુઃખીયા જીવો પ્રત્યે અત્યંત કૃપાવાળો હોય, તે “મહાશ્રાવક' કહેવાય, તેમાં હરકત નથી. / ૧૧૯ ||
સાત ક્ષેત્રોમાં ધન વાવતો' એ વાત ઉલટાવીને સમર્થન કરે છે–