________________
૨૭)
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વગેરે થાય છે. અર્થાત સ્ત્રીને પણ સમ્યક્ત્વ પ્રાપ્તિ કાળે મિથ્યાત્વ આદિનો ઉદય ટળી જાય છે એટલે સ્ત્રીને સમ્યક્ત્વની અસંભાવના કહી શકાય નહિ તેથી સ્ત્રી મોક્ષની સાધના ન કરી શકે-તેમ બોલી શકાય નહિ. કહ્યું કે:- અર્થાતુ સાધ્વીજી જિનવચન જાણે છે, શ્રદ્ધા કરે છે, સમગ્ર ચારિત્રનું પાલન કરે છે, આ કારણે તેમને મોક્ષનો અસંભવ નથી. અષ્ટ-વિરોધ ગતિ હોઈ શકે નહિ-અર્થાત મોક્ષના અસંભવનું કારણ દેખાયા વિના મોક્ષનો અસંભવ માનવો યોગ્ય ન ગણાય” (સ્ત્રી-નિર્વાણ ૪)
તેથી સિદ્ધ થયું કે, મુક્તિ-સાધનારૂપ ધનવતી સાધ્વીઓ વિષે પણ સાધુ માફક સ્વધન વાવવું યોગ્ય ગણાય” સાધ્વીઓ માટે આટલી વિશેષતા, કે દુરાચારી નાસ્તિકના પરાભવથી સાધ્વીઓની રક્ષા કરવી. તેમને પોતાના ઘરની નજીક દરેક બાજુથી સુરક્ષિત અને ગુપ્ત ધારવાળી વસતિ મકાનનું દાન કરવું એટલે ઉતરવા-રહેવા માટે સ્થાન આપવું. પોતાના ઘરની સ્ત્રીઓ દ્વારા તેમની સેવા કરાવવી. પોતાની પુત્રીઓને તેમની પાસે રાખવી, અને પરિચય કરતા દીક્ષા લેવા ભાવના થાય તો તેમને સમર્પણ કરવી, તેઓ કોઈ કાર્ય ભૂલી જાય, તો પછી યાદ કરી આપવું. ખોટી પ્રવૃત્તિ કરતાં જણાય, તો તેમને રોકવા. એક વખતની ભૂલમાં શિખામણ, વારંવાર ભૂલ કરે, તો આકરાં વચન કહીને રોકવા અને સંયમોચિત્ત વસ્તુથી તેમની સેવા કરવી.
(૬) શ્રાવક ક્ષેત્ર - શ્રાવક ક્ષેત્રમાં ધન આ પ્રમાણે વાવવું. શ્રાવકને શ્રાવક એ સાધર્મિક ગણાય. સમાન ધર્મવાળાઓનો સમાગમ મહાપુણ્ય માટે થાય છે, તો પછી તેને અનુરૂપ સેવાની તો વાત જ શી કરવી ? તેઓની ભક્તિ કરવા માટે પોતાના પુત્ર, પુત્રી આદિકના જન્મોત્સવ, વિવાહાદિ જેવા પ્રસંગે કે તેવા નિમિત્તો હોય, ત્યારે સાધર્મિકોને નિમંત્રણ કરવું. વિશિષ્ટ પ્રકારના ભોજન, તાબૂલ, વસ્ત્ર, આભૂષણ આદિ આપવું. આપત્તિમાં આવી પડેલાનો પોતાનું ધન ખરચીને પણ તેનો ઉદ્ધાર કરવો. અંતરાયકર્મના ઉદયથી તેનો વૈભવ ચાલ્યો ગયો હોય તો ફરી પહેલાંની સ્થિતિ પમાડવી. ધર્મમાં સીદાતા હોય તો તેને તે તે પ્રકારે સ્થિરતા પમાડવા. પ્રમાદ કરતા હોય તેવાને યાદ કરી આપવું, નિવારણ કરવું. પ્રેરણા કરવી, વારંવાર ટોકવા, ધાર્મિક અભ્યાસ કરાવવો, પ્રશ્નોના જવાબો આપવા, ભણેલાનું પરાવર્તન, ચિંતન, ધર્મકથા, આદિકમાં યથાયોગ્ય જોડવા, વિશિષ્ટ ધર્માનુષ્ઠાનની ક્રિયાઓ-સામુદાયિક આરાધના થાય, તે માટે દરેકના ઉપયોગમાં આવે તેવી પૌષધશાલા-વ્યાખ્યાનસભા કરાવે.
(૭) શ્રાવિકા ક્ષેત્ર - શ્રાવિકારૂપ સાતમા ક્ષેત્રમાં શ્રાવક માફક લગાર પણ ઓછું કે વધારે નહિ તેવી રીતે પોતાનું ધન વાવવું. તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળી, શીલ અને સંતોષ ગુણ ધારણ કરનારી ચાહ સધવા કે વિધવા હોય, જિનશાસનમાં અનુરાગવાળી હોય, તેને સાધાર્મિકપણે માનવી શંકા કરી કે સ્ત્રીઓમાં શીલ-પાલન કેવી રીતે ઘટી શકે ? અથવા તો તેને ત્રણ રત્નોવાળી કેમ ગણવી ? કારણ કે લોકમાં અને લોકોત્તરમાં તથા અનુભવથી સ્ત્રીઓ દોષ-ભાજન તરીકે પ્રસિદ્ધિ પામેલી છે. ખરેખર આ સ્ત્રીઓ ભૂમિ વગર થએલી વિષ-કંદલી, વગર વાદળામાં થએલી “વભ્રશનિ-વીજળી, નામ વગરની વ્યાધિ, નિષ્કારણ મૃત્યુ, ગુફા વગરની વાઘણ, પ્રત્યક્ષ રાક્ષસી, અસત્ય વચન, સાહસ, બંધુનેહ-વિઘાત અને સંતાપ-હેતુ, નિર્વિકપણાના મહાકારણભૂત હોવાથી દૂરથી જ ત્યાગ કરવા યોગ્ય છે તો પછી તેઓનું દાન સન્માન, વાત્સલ્ય કરવું કેવી રીતે ઉચિત ગણાય ?” તેના સમાધાનમાં જણાવે છે કે –
સ્ત્રીઓમાં જે દોષ-બહુલતા હોય છે, તે વાત એકપાક્ષિક ન સમજવી, પુરૂષોમાં પણ આ વાત સમાન છે, તેઓમાં પણ કેટલાંક ક્રાશયવાળા, નાસ્તિક, કૃતઘ્ન, સ્વામીનો દ્રોહ કરનારા, દેવ-ગુરુને ઠગનારા જણાય છે. એવા કેટલાંક દેખાય, તેથી મહાપુરૂષોની અવજ્ઞા કરવી યોગ્ય નથી. એવી રીતે સ્ત્રીઓમાં