________________
૨૪૨
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
હો અને અતિચાર ન કહેતા હો, પણ એમ નથી. આગમમાં ભંગો અને અતિચારો જુદા રૂપે માનેલા હોવાથી જે વળી કહેલું છે કે – સર્વે અતિચારો સંજ્વલન કષાયના ઉદયથી જ થાય છે, તે વાત સત્ય છે, પરંતુ તે હકીક્ત સર્વવિરતિ ચારિત્રને આશ્રીને જ કહેલી છે, પણ સમ્યક્ત અને દેશવિરતિને આશ્રીને કહેલી નથી. કારણ કે “સર્વે અતિચારો સંજ્વલનના ઉદયમાં' ઇત્યાદિક ગાથામાં આ પ્રકારે વ્યાખ્યા છે– કે સંજ્વલન કષાયના ઉદયમાં સર્વવિરતિમાં અતિચારો લાગે છે અને બાકીના બાર કષાયોના ઉદયમાં તો તે સર્વવિરતિના મૂલવ્રતનો છેદ થાય છે. આ રીતે દેશવિરતિમાં અતિચારનો અભાવ નથી.” | ૮૯ || તેમાં પ્રથમ વ્રતના અતિચારો કહે છે :
२६१ क्रोधाद्बन्धश्च्छविच्छेदो-ऽधिकभाराधिरोपणम् ।
. प्रहारोऽन्नादिरोधश्चा-हिंसायापरिकीर्तिता ॥ ९० ॥ અર્થ : પ્રથમ વ્રતનાં પાંચ અતિચાર આ પ્રમાણે છે : (૧) ક્રોધથી પશુઓને બાંધવા (૨) ચામડીનો છેદ કરવો, (૩) શક્તિ કરુતાં અધિક ભાર ચઢાવવો (૪) લાકડી આદિથી પ્રહાર કરવો. (૫) પશુઓને અન્ન-પાણી ન આપવાં // ૯૦ ||
ટીકાર્થ : અહિંસારૂપ પ્રથમ અણુવ્રતમાં આ પાંચ અતિચારો-ગાય, ઢોર આદિને દોરડાં, સાંકળ આદિથી બાંધી નિયંત્રણ કરવું. વિનય ગ્રહણ કરાવવા માટે, ઉન્માર્ગે જતા રોકવા માટે પોતાના પુત્રાદિકને પણ બંધનમાં નાંખવા પડે, તે અતિચાર નથી, માટે ક્રોધથી એમ કહ્યું. પ્રબલ કષાયના ઉદયથી જે બાંધવું તે પહેલો અતિચાર. શરીરની ચામડીનો છેદ કરવો-છુટી પાડવી. તે પુત્રાદિકને પગમાં વાલ્મિક રસોળી દરદ થયું હોય અને ચામડીનો છેદ કરી કાપવી પણ પડે. આ કારણથી ‘ક્રોધથી એની અનુવૃત્તિ દરેક અતિચારમાં સમજવી. ક્રોધથી ચામડીનો છેદ કરવો, તે બીજો અતિચાર. ગાય, ઊંટ, ગધેડા, માણસ આદિના ખાંધ કે પીઠ પર કે માથા પર અથવા ગાડા-ગાડીના વાહનમાં વહન કરી શકે તે કરતાં વધારે ભાર લાદવો. અહીં પણ ક્રોધથી વધારે ભાર લાદવો અને ઉપલક્ષણથી લોભથી પણ વધારે ભાર ભરવો તે ત્રીજો અતિચાર. ક્રોધથી લાકડી, ચાબુક, લોઢાની અણીવાળી લાકડી ભોંકવી, ચાબુક મારવો ઢેફાંથી માર મારવો ઈત્યાદિક ચોથો અતિચાર, ક્રોધથી અન્નાદિક, જળ, ઘાસ-ચારો ન આપવો તે પાંચમો અતિચાર આ વિષયમાં આવશ્યક ચૂર્ણિમાં કહેલો વિધિ :- બંધ બે પગવાળા મનુષ્યને કે ચાર પગવાળા પશુને હોય અને સાર્થક બંધ અનર્થક તેમાં અનર્થક બંધ કરવો યોગ્ય નથી. સાર્થક બંધ વળી બે પ્રકારે તે પણ સાર્થક બંધ અને અપેક્ષા વગરનો બંધ, તેમાં જે સાપેક્ષ બંધ એટલે ઢીલી દોરડાની ગાઢ બાંધવી, જેથી કરીને કદાચ અણધારી આગ લાગી હોય તો સહેલાઈથી ગાંઠ છોડી શકાય તે તેને મુક્ત કરી શકાય. નિરપેક્ષ એ કહેવાય કે, ઘણાં પ્રયત્ન પણ ગાંઠ છોડવી મુશ્કેલ પડે અને આગ લાગે તો ન છુટવાથી બળી મરે. આ ચાર પગવાળા માટેનો બંધ કહ્યો. બે પગવાળા દાસ-દાસી, ચોર, ભણવામાં પ્રમાદી પુત્રાદિકને જે બાંધવા પડે ત્યારે સહેલાઈથી છુટી શકે તેવી રીતે બાંધવા અને રક્ષણ કરવું જેથી અગ્નિના ભય આદિ પ્રસંગમાં વિનાશ ન પામે. તેમ જ શ્રાવકે બે પગવાળા અને ચાર પગવાળા એવા જ સંગ્રહ કરવા. વગર બાંધેલા રહી શકે. ચામડી છેદવી વ.મા પણ તે જ પ્રમાણે સમજવું. માત્ર નિરપેક્ષ તે કહેવાય, જેમાં હાથ, પગ, કાન, નાક આદિ અવયવો નિર્દયપણે છેદ, સાપેક્ષ તો વળી ગુમડાં થયાં હોય, તેમાંથી પરૂ કે પાકેલો ભાગ કે નકામા ભાગને છેદી કે બાળી નાંખે. તથા અધિક ભાર આરોપણ કરવા એ અતિચારમાં પ્રથમ તો શ્રાવકે બે કે ચાર પગવાળા વાહનની આજીવિકા છોડી દેવી, કદાચ બીજી આજીવિકા ન હોય