SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય પ્રકાશ, શ્લો.૮૯ ૨૪૧ કરવા લાગી કે તેના પડઘાથી વૈભારિગિરને જાણે રડાવતી ન હોય ! હે વત્સ ! તું ઘરે આવ્યો છતાં અલ્પભાગ્યવાળી મેં તને ઓળખ્યો નહિ. મારા પ્રમાદથી તું મારા પર ગુસ્સો ન કરીશ. જો કે તે’ અન્નનો તો ત્યાગ કર્યો છે, તો પણ તું તારા પોતાના દર્શનથી અમારા નેત્રોને આનંદ કરાવશે' એવો મને મનોરથ હતો. પરંતુ હે પુત્ર ! શરીર-ત્યાગના કારણભૂત આ અનશનના આરંભથી તે મારો મનો૨થ પણ અત્યારે ભંગ કરવા તૈયાર થયો છે. તે જે પ્રકારનું તપ આરણ્યું છે તેમાં તને વિઘ્ન કરનારી નથી બનતી, પરંતુ આ અત્યંત ખરબચડી શિલાતલથી આ તરફ. હવે અહીં શ્રેણિકે ભદ્રાને કહ્યું કે— “હે માતાજી ! તમે હર્ષના સ્થાને રૂદન કેમ કરો છો ? જેને આવો પુત્ર છે, તેથી ક૨ી સ્ત્રીઓમાં તમે એક જ પુત્રવતી છો. આ મહાસત્ત્વવાળા, તત્ત્વને જાણનારા, તૃણ માફક લક્ષ્મીનો ત્યાગ કરી સાક્ષાત મોક્ષ સરખા સ્વામીના ચરણકમલને પામ્યા. અને જગતના સ્વામીના શિષ્યને અનુરૂપ તપ તપી રહેલા છે, તમે ફોગટ સ્ત્રી-સ્વભાવથી મનમાં દુઃખ પામો છો” આ પ્રમાણે રાજાએ પ્રતિબોધેલી દુઃખી હૃદયવાળી ભદ્રા બંને મહામુનિઓને વંદન કરીને પોતાના ઘરે ગઈ અને સાથે શ્રેણિક પણ ગયો. કાળધર્મ પામી બંને સર્વાર્થ સિદ્ધ નામના વિમાનમાં તેત્રીશ સાગરોપમ-પ્રમાણ આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા. જેવી રીતે ભવિષ્યમાં વૃદ્ધિ પામતી એવી અજોડ સંપત્તિ સુપાત્રદાનના ફળથી સંગમકે પ્રાપ્ત કરી, તેવી રીતે પુણ્યના અર્થી પુરૂષોએ યથાર્થ રીતે અતિથિસંવિભાગ વ્રતમાં સતત પ્રયત્ન કરવો જોઈએ. સંગમકની કથા સંપૂર્ણ. 11 22 11 આ પ્રમાણે બાર વ્રતોનો અધિકાર જણાવ્યો, હવે તેમાં થતાં અતિચારનું રક્ષણ કરવા સ્વરૂપ કથન કરતાં જણાવે છે २६० व्रतानि सातिचारिण सुकृताय भवन्ति न 1 अतिचारास्ततो हेयाः पञ्च पञ्च व्रते व्रते ॥ ८९ ॥ અર્થ : વ્રતો અતિચાર-સહિત પાલન કરવામાં આવે તો સુકૃત-પુણ્ય માટે થતા નથી. તેથી દરેક વ્રતમાં પાંચ-પાંચ અતિચારોનો ત્યાગ કરવો ॥ ૮૯ ટીકાર્થ : અતિચાર એટલે વ્રતની મલિનતા, મલિનતાવાળા વ્રતો સુકૃત (પુણ્ય) માટે થતાં નથી. તે માટે એક એક વ્રતમાં પાંચ-પાંચ અતિચારો છોડવા જોઈએ. શંકા કરી કે સર્વવિરતિમાં જ અતિચારો હોય, તેમને જે સંજ્વલનનો ઉદય કહેલો છે. કહેલું છે કે ‘સર્વ પણ અતિચારો સંજ્વલનના ઉદયથી થાય છે, બાર કષાયોથી તે વળી મૂળવ્રતનો છેદ થાય છે.' (આ. નિ. ૧૧૨), સંજ્વલનકષાયનો ઉદય સર્વવિરતિવાળાને જ હોય. દેશવિરતિવાળાને તો પ્રત્યાખ્યાનવરણ કષાયનો ઉદય હોય છે, તેથી દેશવિરતિવાળા શ્રાવકને અતિચાર સંભવતા નથી.' આ વાત યોગ્ય જ છે તેનું અલ્પપણું હોવાથી, કંથવાના શરીરમાં છિદ્રના અભાવ માફક તે આ પ્રમાણે— ‘પ્રથમ અણુવ્રતમાં સ્થૂલ, સંકલ્પ, નિરપરાધ, દ્વિવિધ, ત્રિવિધ આદિ વિકલ્પોવાળી ઘણી છૂટછાટ રાખેલી હોવાથી અતિસૂક્ષ્મપણાને પામેલી દેશવિરત હોવાથી તેમાં દેશનો અભાવ હોવાથી દેશિવરાધનારૂપ અતિચારો તેમાં કેવી રીતે લાગે ? તેનો તો સર્વનાશ જ થાય છે. મહાવ્રતોમાં તો મોટાં વ્રત હોવાથી અતિચાર થવા સંભવે છે, હાથીના શરીરના ગુમડાના છિદ્રો પર મલમપટ્ટો બાંધવા માફક', આ શંકાના સમાધાનમાં સમજાવે છે કે, “દેશવિરતિમાં અતિચારો સંભવતા નથી, તે વાત અંગત સમજવી. ઉપાસકદશા આદિમાં દરેક વ્રતના પાંચ-પાંચ અતિચારો જણાવેલા છે. હવે કદાચ તમે તેનો ભંગો કહેતા -
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy