SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી. તેની ભોગ-સામગ્રી માતા-પિતા પૂર્ણ કરે છે, ગોભદ્રશેઠે વીરપ્રભુના ચરણકમલમાં દીક્ષા અંગીકાર કરી, અનશન કરી મૃત્યુ પામી દેવલોક ગયા. અવધિજ્ઞાનથી શાલિભદ્રને પોતાનો પુત્ર જાણીને તેના પુણ્યથી આકર્ષાએલા પુત્ર પ્રત્યે વાત્સલ્યવાળો બન્યો. તે પિતા-દેવે કલ્પવૃક્ષ માફક પ્રતિદિન તેના માટે અને તેની બત્રીશ ભાર્થીઓ માટે દિવ્ય વસ્ત્રાદિક અર્પણ કર્યા. મનુષ્યને ઉચિત જે કાર્ય હોય, તે ભદ્રા પૂરા કરતી હતી. પૂર્વે આપેલા દાનના પ્રભાવથી તે માત્ર ભોગો ભોગવવા લાગ્યો. કોઈક સમયે કોઈક પરદેશી વેપારીઓ રત્નકંબલો લઈને શ્રેણિક પાસે વેચવા આવ્યા. પરંતુ બહુકિંમતી હોવાથી શ્રેણિકે તે ખરીદ ન કરી ત્યાર પછી તે વેપારીઓ શાલિભદ્રના મહેલે ગયા, કહેલી કિંમત ભદ્રામાતાએ આપીને તે સર્વ રત્નકંબલો ખરીદી ચેલ્લણાને રત્નકંબલની ખબર પડી, એટલે શ્રેણિકને કહ્યું કે મહાકિંમતી હોય તો પણ મારા માટે એક રત્ન કંબલ લઈ આપો, ત્યારે શ્રેણિક રાજાએ પણ પૂર્વે જણાવેલ મૂલ્યથી રત્નકંબલની માંગણી કરી ત્યારે વેપારીઓએ કહ્યું કે, રત્નકંબલો ભદ્રા શેઠાણીએ ખરીદી લીધી. શ્રેણિક એક હોંશિયાર પુરૂષને મૂલ્ય આપીને રત્નકંબલ લાવવા માટે ભદ્રા માતા પાસે મોકલ્યો. ભદ્રા પાસે માંગણી કરી ત્યારે કહ્યું કે, રત્નકંબલના ટુકડા કરી શાલિભદ્રની પત્નીઓને પગ લૂછવા આપી દીધા. હવે જો તેવું જરૂરી કાર્ય હોય તો વાપરેલી જીર્ણ રત્નકામળીઓ છે, માટે રાજાને પૂછીને આવીને લઈ જજે. પેલાએ આવીને રાજાને વાત જણાવી, જોડે બેઠેલી ચેલ્લણાએ રાજાને કહ્યું કે, પિત્તળ અને સુવર્ણની જેમ આપણામાં અને વણિકોમાં તફાવત કેટલો છે ? તે જુઓ, તે જ પુરૂષને શ્રેણિકે કુતુહલથી શાલિભદ્રને બોલાવવા માટે મોકલ્યો એટલે ભદ્રાએ રાજા પાસે આવીને વિનંતી કરી કે, હે દેવ ! કદાપિ મારો પુત્ર બહાર જતો નથી, માટે આપ મારે ત્યાં પધારવા કૃપા કરો. કુતૂહલથી શ્રેણિકે પણ આવવાનું સ્વીકાર્યું. તેમને થોડો વખત રોકાઈને આવવા કહ્યું. પોતે આગળ જઈને વિચિત્ર રંગબેરંગી અને માણિક્ય રત્નોથી પોતાના ઘરથી માંડી રાજમહેલ સુધીના રાજમાર્ગોની દુકાનોની શોભા કરાવી. દેવોએ તત્કાલ કરી હોય તેવી દુકાન-શોભાને વિચારતો વિચારતો આમંત્રણથી રાજા ભદ્રાના મંદિર આવ્યો. પૃથ્વી પર જાણે દેવવિમાનનું બીજું પ્રતિબિંબ હોય, તેવા સુવર્ણના સ્તંભ પર ઈન્દ્રનીલ રત્નના વીંઝાતા તોરણોવાળું મોતીઓના સાથીઓ કરેલ દ્વારભૂતલવાલે, દિવ્ય વસ્ત્રોના બાંધેલા ચંદ્રવાવાળું સુગંધી દ્રવ્યથી કરેલા ધૂપવાળું, એવું ભદ્રાનું મંદિર દેખી વિસ્મય વિકસિત લોચનવાળા રાજાએ તેમાં પ્રવેશ કર્યો અને ચોથા માળ પર આવી સિંહાસન પર બેસી ગયા. સાતમા માળ ઉપર રહેલા શાલીભદ્ર પાસે આવી માતાએ કહ્યું કે, આપણા ત્યાં તને જોવા માટે શ્રેણિક આંવ્યા છે, તો ક્ષણવાર નીચે ચાલ, એટલે પુત્ર કહ્યું, “હે માતાજી ! તમને બધી ખબર છે, જે કાર્ય હોય તે તમો જાતે પતાવી નાંખો, એમાં વળી મારે શું કરવાનું ?” ત્યારે ભદ્રાએ તેને કહ્યું. આ કંઈ ખરીદી કરવાની વસ્તુ નથી. પરંતુ આ તો સર્વ લોકોના અને તારા પણ સ્વામી છે, તે સાંભળીને શાલિભદ્ર પણ વિષાદથી વિચાર્યું કે – આવા સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર હો, કે મારા પણ વળી બીજા સ્વામી છે ! સર્પની ફણા સરખા આ ભોગોથી હવે મને સર્યું. હવે તો જલ્દી વીરપ્રભુના ચરણ-કમળમાં દીક્ષા અંગીકાર કરીશ.' આવી રીતે સંવેગયુક્ત હોવા છતાં માતાના આગ્રહથી સર્વ ભાર્યાઓ સાથે આવીને વિનયવાળા તેણે રાજાને પ્રણામ કર્યા. પોતાના ખોળામાં બેઠેલા તેને શ્રેણિકે પુત્ર માફક આલિંગન કર્યું અને સ્નેહથી મસ્તક સૂવું. ક્ષણવારમાં તો તેણે આંસુ પાડ્યાં ત્યારે ભદ્રાએ કહ્યું કે, હે દેવ ! હવે તેને છોડી દો, કારણકે મનુષ્ય છતાં પણ મનુષ્યની પુષ્પમાળાની ગંધથી પણ આ પુત્ર બાધા પામે છે, દેવગતિ પામેલા તેના પિતા હંમેશા તેના માટે અને તેની ભાર્યાઓ માટે દિવ્ય પહેરવેશ, વસ્ત્ર, અલંકાર, અંગરાગાદિક પદાર્થો આપે છે. ત્યાર પછી રાજાએ તેને છોડી દીધો, એટલે સાતમા માળે પહોંચી ગયો.
SR No.005118
Book TitleYogshastra
Original Sutra AuthorHemchandracharya
AuthorHemsagarsuri, Munichandrasuri
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year
Total Pages618
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy