________________
૨૩૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ સમજી લેવું અહીં ગ્રંથ પ્રમાણ વધી જવાના ભયથી વિસ્તારથી કહેતા નથી.
અહીં વૃદ્ધોએ કહેલી સામાચારી આ પ્રમાણે જણાવે છે કે – શ્રાવકે પૌષધ પાર્યા પછી નક્કી સાધુને પ્રતિલાવ્યા પછી ભોજન કરવું કેવી રીતે ? જ્યારે પોતાનો ભોજન-સમય થાય ત્યારે વિભુષિત બની ઉપાશ્રયે જઈ સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવા માટે નિમંત્રણ કરે. આ સમયે સાધુઓની શી મર્યાદા ? તે કહે છે– એક સાધુ પલ્લાં, બીજો મુહપત્તિ, ત્રીજો પાત્રો એમ પડિલેહણ ઉતાવળે કરે, તે ઉપવાસી પૌષધવાળાને પારણામાં વિલંબ કે અંતરાય રખે ન થાય, અગર તો સ્થાપના દોષ ન થાય શ્રાવક જો પહેલી પોરસીમાં નિમંત્રણ કરતો હોય તો અને તેને નવકારશીનું પચ્ચખાણ હોય તો વહોરી લેવું. જો નવકારશી પચ્ચકખાણ ન હોય તો ગ્રહણ ન કરવું. કારણકે તે સાચવી રાખવું પડે અને જો વધારે દબાણથી વિનંતી કરે તો વહોરી લાવી સાચવી રાખે અને પોરસી પચ્ચકખાણ પારનાર કોઈ હોય, તો તેને કે બીજાને તે આપી દેવું પાત્રા-પલ્લાદિક સાથે પડિલેહણ કર્યા પછી વહોરવા જનાર સાધુ સંઘાટક શ્રાવક સાથે જાય. એકલાને મોકલવો નહિ. શ્રાવક માર્ગમાં સાધુની આગળ ચાલે પછી શ્રાવક તેમને ઘરે લઈ જાય અને આસન માટે નિમંત્રણ કરે. જો બેસે તો ઠીક, અને જો ન બેસે તો પણ વિનયનો આચાર જાળવવો જોઈએ. ત્યાર પછી શ્રાવક જાતે આહાર-પાણીથી પ્રતિલાભે અથવા બીજા વહોરાવે તો પોતે વસ્તુઓનું ભાજન હાથમાં રાખી ગુરૂ મહારાજ વહોરે ત્યાં સુધી ઉભા રહે. સાધુ પણ પશ્ચાત્કર્મ દોષ ન લાગે તે માટે ગૃહસ્થના ભાજનમાંથી સંપૂર્ણ વસ્તુ ન વહોરતાં તેમાં બાકી રાખે. ત્યાર પછી વંદન કરી કેટલાંક ડગલા સુધી પાછળ વળાવવા જાય, પછી શ્રાવક પોતે ભોજન કરે જો તે ગામમાં સાધુ ભગવંતોનો યોગ ન હોય, તો ભોજન-સમયે દરવાજા બહાર સાધુ મહારાજને આવવાની દિશામાં નજર કરે અને વિશુદ્ધ ભાવથી ચિંતવે કે જો સાધુ ભગવંતો હોત તો હું કૃતાર્થ થાત આ પૌષધના પારણાનો વિધિ. તે સિવાયના કાળમાં સાધુને વહોરાવીને ભોજન કરવું. અથવા તો ભોજન કર્યા પછી પણ વહોરાવવું. આને લગતા આંતરશ્લોકો :
ધર્મમાં સહાય-ઉપકાર કરનાર અન્ન, જળ, વસ્ત્ર, આદિકનું દાન કહેલું છે, પરંતુ ધર્મમાં ઉપકાર ન કરનાર હોય. તેવું સુવર્ણાદિકનું દાન માનેલું નથી. જેનું દાન દેવાથી ક્રોધ, લોભ, કામાદિકની વૃદ્ધિ થાય, તેવા ચારિત્રનો નાશ કરનાર સુવર્ણાદિક ચારિત્રવંત મુનિઓને ન આપવું જે પૃથ્વીને ખોદવા-ખેડવાથી અનેક જંતુઓ મૃત્યુ પામે છે. તેવી પૃથ્વીના દાનની કરૂણાવાળા પ્રશંસા કરતા નથી. જે જે શસ્ત્રોથી મહાહિંસાઓ થતી હોય, તે તે શસ્ત્રોનું કારણ લોહ તેનું દાન કેવી રીતે કરે ? લૌકિક પર્વ દિવસે પુણ્ય માટે તેઓ મૃત્યુદશા અનુભવાતી હોય, તેવી અર્ધવીયાએલી ગાયનું દાનકરે ! ખેદની વાત છે કે તે પણ ધાર્મિકપણાની પ્રશંસા પામે છે ! જેની ગુદામાં તીર્થો માનેલા છે અને જે મુખથી અશુચિ પદાર્થનું ભક્ષણ કરે છે, તેવી ગાયને પવિત્ર માનનારા અજ્ઞાનીઓ ધર્મ માટે તેનું દાન કરે છે. દરરોજ તેને દોવે ત્યારે તેનો વાછરડો અત્યંત પીડા પામે છે અને પોતાની ખરીથી જંતુઓનો વિનાશ કરતી ગાયનું દાન પુણ્ય માટે કોણ કરે ? સુવર્ણ, ચાંદી, તલ અને ઘીની એમ જુદી જુદી ગાયો બનાવીને તેનો ભોગવટો કરે, તેવી ગાયનું દાન કરનારને શું ફળ મળે ? કામશક્તિ કરનાર, બંધુ સ્નેહ-વૃક્ષને બાળવામાં દાવાનલ સરખી, કલિયુગનું કલિવૃક્ષ, દુર્ગતિના દ્વારની કુંચિકા સરખી મોક્ષ દ્વાર અટકાવનાર ભુગલ સરખી ધર્મધનને ચોરનારી, આપત્તિ કરનારી એવી કન્યાનું દાન તે પુણ્ય બંધાવનાર છે, એમ કથન કરનાર તે શાસ્ત્ર કેવા પ્રકારનું છે ? વિવાહ-સમયે મૂઢ પુરુષો ધર્મબુદ્ધિથી જે વર-કન્યાને પહેરામણી તરીકે દાન કરે છે, તે તો રાખમાં ઘી હોમવા સરખું સમજવું. જે સંક્રાન્તિમાં, વ્યાતિપાતમાં, વૈધૃતિ, પૂનમ અને અમાસ પર્વમાં